Posts

Image
  એપ્રિલ ફૂલ્સ ડે અથવા ઓલ ફૂલ્સ ડે એ 1 એપ્રિલના રોજનો વાર્ષિક રિવાજ છે જેમાં વ્યવહારિક જોક્સ અને હોક્સનો સમાવેશ થાય છે.  જોકસ્ટર્સ ઘણીવાર "એપ્રિલ ફૂલ!" બૂમો પાડીને તેમની ક્રિયાઓને છતી કરે છે.  પ્રાપ્તકર્તા પર.  સામૂહિક માધ્યમો આ ટીખળ સાથે સંકળાયેલા હોઈ શકે છે, જે બીજા દિવસે જાહેર થઈ શકે છે.  પાડોશી પર હાનિકારક ટીખળ કરવા માટે એક દિવસ અલગ રાખવાનો રિવાજ ઐતિહાસિક રીતે વિશ્વમાં પ્રમાણમાં સામાન્ય છે. 1 એપ્રિલ અને મૂર્ખતા વચ્ચે વિવાદિત જોડાણ જ્યોફ્રી ચોસરની ધ કેન્ટરબરી ટેલ્સ (1392)માં છે."નન્સ પ્રિસ્ટ્સ ટેલ" માં, "માર્ચ ત્રીસ દિવસ અને બે દિવસથી શરૂ થયું ત્યારથી"એટલે કે માર્ચ શરૂ થયાના 32 દિવસ, જે 1 એપ્રિલ છે. »» જો એમ હોય તો, પેસેજનો મૂળ અર્થ માર્ચના 32 દિવસ પછી થયો હોત, એટલે કે 2 મે, ઈંગ્લેન્ડના રાજા રિચાર્ડ II ની બોહેમિયાની એની સાથેની સગાઈની વર્ષગાંઠ, જે 1381માં થઈ હતી. »»1508માં, ફ્રેન્ચ કવિ એલોય ડી'અમેરવાલે પોઈસન ડી'એવરિલ (એપ્રિલ ફૂલ, શાબ્દિક અર્થમાં "એપ્રિલની માછલી") નો ઉલ્લેખ કર્યો હતો, જે કદાચ ફ્રાન્સમાં ઉજવણીનો પ્રથમ સંદર્ભ હતો. »»કેટલાક

હસમુખભાઈ સાહેબ શ્રી નો વિદાય કાર્યક્રમ

Image
                          તારીખ ૨૯ માર્ચ ૨૦૨૩ ના રોજ મોરથલ પ્રાથમિક શાળા માં ખુબ પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ,મિલનસાર, સ્વભાવે ખુબ શાંત અને પોતાના ક્ષેત્ર નું ખુબ બહોળું જ્ઞાન ધરાવનાર, તેમજ કોઈ પણ ના કામ ને પોતાનું સ મજી અને મદદ કરનાર લાગણીશીલ સાહેબ શ્રી હસમુખભાઈ નો વિદાય કાર્યક્રમ મોરથલ પ્રાથમિક શાળા માં યોજવામાં આવ્યો.                         આ પ્રસંગે શિક્ષક શ્રી નાગજીભાઈ-આચાર્ય શ્રી હેદુજી ગોળીયા પ્રા શાળા.શ્રી વિક્રમભાઈ-આચાર્ય મગાજી ગો પ્રા શાળા. શ્રી વાલમભાઈ-આચાર્ય અમરાજી ગો પ્રા શાળા. શ્રી સુરેશભાઈ-ડેંડુવા પ્રા શાળા ના આચાર્ય.શ્રી મકનાભાઈ સાહેબ ચાંગડા પ્રા શાળા ના આચાર્ય અને શ્રી પરબતભાઇ અને કેશાભાઈ  સાહેબ લુવાણા પે કેન્દ્ર શાળા. સર્વે આદરણીય સાહેબો એ કાર્યક્રમ માં હાજરી આપી અને કાર્યક્રમ ની શોભા વધારી હતી. તેમજ smc સભ્યો અને શિક્ષણવિદ અને અનુભવી નિવૃત સાહેબ શ્રી ભુરાભાઇ એ હાજરી આપી હતી.                        કાર્યક્રમ નું સંચાલન સાહેબ શ્રી મુકેશભાઈ ચૌધરી દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું. દીપપ્રાગટ્ય થી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.                     મહેમાનો ના સ્વાગત મા

પાનકાર્ડને આધારકાર્ડસાથેલિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો

Image
  પાનકાર્ડને આધારકાર્ડસાથેલિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો અગાઉ પાનકાર્ડને આધારકાર્ડસાથે લિન્ક કરવાની તારીખ ૩૧ માર્ચહતી પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો કરાયો છે. આને કારણે હવે કરદાતાઓને થોડી રાહત મળશે. આમઆદમી તેમજ કરદાતાઓને હવે પાનકાર્ડ સાથે આધારકાર્ડને જોડવા વધુ ૩ મહિનાનો સમય મળશે. આવકવેરા ખાતાના જણાવ્યા મુજબ ૬૧ કરોડ પાનકાર્ડધારકો પૈકી ફક્ત ૪૮ કરોડ લોકોએ જ તેમના પાન નંબરને આધાર નંબર સાથે લિન્ક કર્યા છે. હજી ૧૩ કરોડ લોકો એવા છે કે જેમણે પાન અને આધાર નંબર લિન્ક કર્યા નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા PANકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર ૩૦મી જૂન ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે . સીબીડીટી દ્વારા આ અંગે નવું નોટિફિકેશન બહાર સીબીડીટીએ અગાઉ જણાવ્યું હતું કે જે કરદાતા કે પાનકાર્ડધારક તેમના PAN નંબરને આધારકાર્ડ સાથે લિન્ક નહીં કરે તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે. આને કારણે તેઓ બેન્ક ખાતામાંથી નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં. તેમના પાનકાર્ડને લગતા તમામ પ્રકારના કામકાજો ફ્રીઝ થઈ જશે.  જેમાં સરકારી લાભો નહીં મળવાનો,

નિયમ પાલન -પ્રેરક પ્રસંગ

Image
નિયમ પાલન                                     ગાંધીજી ના એક જીવન પ્રસંગ ની વાત છે. આ વાત પર થી આપણે જાણી શકીયે છીએ કે નિયમ પ્રત્યે ની વફાદારી શું હોય,ગાંધીજી પોતાના જીવન મા નિયમ ના ખુબ આગ્રહી હતા. તેઓ નિયમો નું હંમેશા પાલન કરતા હતા. તેઓ નિયમો મા જરાય બાંધછોડ રાખતા ન હતા. નિયમ પ્રત્યે ની નિષ્ઠા શું કેવાય તે આપણે આ તેમના જીવન મા બનેલા પ્રસંગ થી જાણીશું. ગાંધીજી ના સત્યાગ્રહ ના કારણે એકવાર અંગ્રેજ સરકારે ગાંધીજીને પકડીને યરવડા જેલમાં રાખ્યા હતા.આ જેલ ના અલગ અલગ ગણા નિયમો હતા. તેમાંથી જેલનો એક નિયમ એવો હતો કે, જયારે કોઈ વ્યકિત કેદીની મુલાકાતે આવે અને તે બંને વચ્ચે જયારે વાતચીત થાય ત્યારે જેલના કોઈ અધિકારીએ ત્યાં હાજર રહેવું.આ નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ અધિકારી ની ગેરહાજરી મા એકબીજા થી વાતચીત કરી શકતી નહી. અને જો આવું કરતા પકડાઈ જાય તો તેને સજા કરવામાં આવતી. ગાંધીજી જેલના આ નિયમથી પૂરેપૂરા વાકેફ હતા.તેમણે આ નિયમ વિશે સંપૂર્ણ માહિતી હતી. અને તેઓ ક્યારેય નિયમ પાળવામા પાછી પાની કરતા નહી. એક દિવસ કસ્તૂરબા ગાંધીજીને મળવા આવ્યાં.ગણા દિવસ પછી તેઓ ગાંધીજી ને મળવા આવેલ. ત્યાં જેલ નો એક અધિકારી નિયુક્

ગુજરાત હાઈકોર્ટ peon,બેલીફ , ડ્રાઈવર Recruitment 2023

Image
ગુજરાત હાઈકોર્ટ   peon , બેલીફ , ડ્રાઈવર Recruitment 2023 | હાઇકોર્ટમાં 1499 પટ્ટાવાળાની ભરતી  2023 | હાઇકોર્ટમાં બેલીફ ભરતી 2023 | hai kort ma patavalani bharti 2023 | ગુજરાત હાઇકોર્ટ ડ્રાઈવર ભરતી | gujarat highcourt driver bharti 2023 ગુજરાત હાઈકોર્ટે વિવિધ જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળા બેલિફ, ડ્રાઈવર પોસ્ટ્સ 2023 (HC OJAS) માટે કુલ ખાલી જગ્યાઓ છે.  નીચે દર્શાવેલ પોસ્ટ્સ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. અન્ય વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.  આ પોસ્ટ માટે અરજી કરતાં અધિકૃત જાહેરાત વાંચવી આવશ્યક છે.  શુભેચ્છા. ગુજરાત હાઈકોર્ટની પટાવાળાની ભરતી 2023  ઓનલાઈન દ્વારા અરજી કરી શકે છે.  ગુજરાત HC પટાવાળાની અરજીઓ 2023 ગુજરાત HCની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.  ઉમેદવારોએ અરજી કરતા પહેલા ગુજરાત એચસી પટાવાળા (વર્ગ-4) પાત્રતા 2023 તપાસવી આવશ્યક છે.  જે ઉમેદવારો ગુજરાત HC પટાવાળાની નોકરીઓ 2023 માટે યોગ્યતા સંતોષે છે તેમને જ પસંદગી પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હ

ગ્રેટ પ્લેનેટરી એલાઇનમેન્ટ

Image
ગ્રેટ પ્લેનેટરી એલાઇનમેન્ટ જો કે, આ ગ્રહોની સંરેખણની સાક્ષી આપવા માટે તમે શ્રેષ્ઠ દિવસ વિશે આપેલી માહિતી સચોટ નથી.  જ્યારે સૂર્યાસ્ત પછી ગ્રહો પશ્ચિમી આકાશમાં જોઈ શકાય છે, ત્યારે તારીખ અને સ્થાનના આધારે તેમના દેખાવનો ક્રમ અને સમય બદલાઈ શકે છે. જો તમને રાત્રિના આકાશમાં ગ્રહોનું અવલોકન કરવામાં રસ હોય, તો ખગોળશાસ્ત્રીય કૅલેન્ડર અને આકાશ-નિરીક્ષણ ઍપને જોવા માટે શ્રેષ્ઠ સમય અને સ્થાન વિશેની સૌથી સચોટ માહિતી માટે તપાસ કરવી હંમેશા સારો વિચાર છે.  વધુમાં, તમે ગ્રહોનું અવલોકન ક્યાં અને ક્યારે કરવું તે અંગે સલાહ માટે સ્થાનિક ખગોળશાસ્ત્રના જૂથો અથવા પ્લેનેટોરીયમ સાથે સંપર્ક કરી શકો છો. રાત્રિના આકાશમાં  5 ગ્રહોની દુર્લભ સંરેખણ નરી આંખે જોઈ શકાય છે, પરંતુ તેના માટે કેટલાક આયોજન અને તૈયારીની જરૂર છે.  અહીં અનુસરવા માટેના કેટલાક પગલાં છે: જોવાનું સારું સ્થાન શોધો: ગ્રહોનું શ્રેષ્ઠ દૃશ્ય મેળવવા માટે, તમારે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્ષિતિજના સ્પષ્ટ દૃશ્ય સાથે સ્થાન શોધવાની જરૂર પડશે.  આદર્શરીતે, તમારે પ્રકાશનું પ્રદૂષણ ઘટાડવા અને દૃશ્યતામાં સુધારો કરવા માટે શહેરની લાઇટોથી દૂર સ્થાન પસં

એકાગ્રતા ની શક્તિ -પ્રેરક પ્રસંગ

Image
પ્રેરક પ્રસંગ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન માં બનેલો પ્રસંગ  એકાગ્ર ચિત્તની શક્તિ  સ્વ . ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સંસ્કૃતના એક પ્રખર વિદ્વાન હતા. ભારતનાં જ નહિ, વિદેશનાં પણ કેટલાંક વિશ્વવિદ્યાલયોમાં તેઓ સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી ચૂકયા હતા ! તેમની વિદ્યાર્થી અવસ્થાનો એક બનાવ આપણા બધાને માટે ખૂબ પ્રેરક બનેએવો છે. તેઓ એક શાળામાં અભ્યાસ કરતા હતા. શાળાના અભ્યાસક્રમમાં સંસ્કૃતનો વિષય બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત વિષય હતો. પણ રાધાકૃષ્ણને સંસ્કૃતના વિષયમાં ખૂબ કંટાળો આવે ! વ્યાકરણનાં રૂપો ગોખતા રહે પણ એકેય રૂપ મોઢે રહે નહિ !એ ઘણા પ્રયત્ન કરે પણ તેમને યાદ ના જ રહે તે ના જ રહે. અને આ વિષય પ્રત્યે પોતાનો અણગમો વ્યક્ત કરતા રહે  મનમાં થયા કરે, આ તે કંઈ વિષય કહેવાય ! એક દિવસ રાતના તેઓ રૂપો ગોખવા પોતાના ખંડમાં બેઠા. રૂપો ગોખતા હતા, એવામાં ત્યાં માટી ગોઠવતી ઊધઈ પર તેમની નજર પડી.પછી તો તેમનું મન રૂપો પરથી ઊઠીને ઊધાઈ પર જ સ્થિર થયું ! બીજે દિવસે શાળામાં તેમને રૂપો આવડયાં નહિ. એ જોઈ શિક્ષકે તેમને પૂછ્યું ‘તેં રાતના ઘેર રૂપો તૈયાર કર્યાં હોય એવું મને લાગતું નથી !’ તરત જ રાધાકૃષ્ણને શિક

નાની ઘટના -પ્રેરક પ્રસંગ

Image
 નાની ઘટના                               એક નાની એવી ઘટના પણ મનુષ્યના જીવનમાં કેવું જખરું પરિવર્તન લાવે છે તેનું એક ઉદાહરણ રૂપ ઘટના આપણા મહાત્મા ગાંધી સાથે ઘટી હતી. અહિંસા અને સત્ય ને સાથે લઈ ચાલનાર ગાંધીજી ના જીવન મા આ નાની ઘટના એ ખુબ મહત્વ નો ભાગ ભજવ્યો હતો . દક્ષિણ આફ્રિકામાંથી હિંદ પાછા ફર્યા બાદ કેટલાક સમય પછી ગાંધીજી ભારતના લોકોની સ્થિતિ કેવી છે તે જોવા-જાણવા ભારતની યાત્રાએ નીકળ્યા.કારણે કે કોઈ પણ દેશ ની વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા વગર પરિસ્થિતિ માં પરિવર્તન લાવવું અશક્ય છે. આથી તેઓ ભારતભર નું દર્શન કરવા નીકળ્યા. આ યાત્રા દરમ્યાન તેમને ભારતની ગરીબાઈનું સાચું દર્શન થવા પામ્યું. ભારત ગરીબીમાં સબડી રહ્યો છે એ વાતની તેમને હવે દેઢ પ્રતીતિ થવા લાગી. તેઓ ભારતયાત્રા કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ એક સ્ત્રી તેમનાં દર્શન   આવી. ગાંધીજીએ એ સ્ત્રી તરફ જોયું. તેનાં વસ્ત્રો ફાટી ગયેલાં અને મેલાંદાટ હતાં ! ગાંધીજીને થયું કે આળસને કારણે આ બાઈ કપડાં સાંધતી નહિ હોય અને  ધોતી પણ નઈ હોય ? એટલે સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીએ તે બાઈને કહ્યું: “બહેન,, ફાટેલાં અને મલાં કપડાં ન પહેરાય ! તું તારાં કપડાં કેમ ધોતી

અપરાજિત -પ્રેરક પ્રસંગ

Image
                                   અપરાજિત                     ઘણા સમય પહેલા ની વાત છે, જ્યારે ભારત દેશ ભારતવર્ષ તરીકે જાણીતો હતો . ચાણક્ય ના શિષ્ય ચંદ્ર ગુપ્ત ની ખ્યાતિ ચારેદિશા માં ગવાતી હતી. અને તેને વિશાળ વિસ્તાર માં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું.અને ગુરુ તરીકે ની ચાણક્ય ની પ્રશંસા કરતા લોકો થાકતા ન હતા. તે દિવસો ની આ વાત છે.          એક દિવસ   ગ્રીસનો એક રાજદૂત મહાઅમાત્ય ચાણક્યને મળવા આવ્યો. પણ એ સમયે મહાઅમાત્ય ચાણક્ય નદીમાં સ્નાન કરી, પાણીનો એક ઘડો, પોતાના ખભા પર મૂકી રહ્યા હતા.અને પોતાની ઝૂંપડી તરફ જવા નીકળ્યા જ હતા. રાજદુતે ઘોડા ને તેમની નજીક લાવ્યો રાજદૂતે અગાઉ કદી ચાણક્યને નજરે જોયા નહોતા, એટલે તેણે ચાણક્યને કોઈ બીજી સામાન્ય વ્યકિત ધારી લઈને પૂછયું : “મારે ચાણક્યને મળવું છે. તમે મને એમનું ઘર બતાવશો ?’          ચાણક્યે થોડે દૂર આવેલી એક ઘાસની ઝૂંપડી તરફ આંગળી ચીંધી અને કહ્યુંઃ પેલી ઝૂંપડીમાં ચાણક્ય રહે છે. ત્યાં જાઓ.’ રાજદૂત ઝૂંપડીએ ગયો. ઝૂંપડીમાં કોઈ હતું નહિ. પોતે ચાણક્ય કયારે ઝૂંપડીમાંવે તેની રાહ જોતો ઝૂંપડીના દ્વાર પર ઊભો રહ્યો. પણ તેણે ત્યાં ઊભા રહીને ઝૂંપડીમાં નજર કરી

જ્ઞાન શક્તિ પ્રવેશ 2023 -LATEST

Image
  જ્ઞાન શક્તિ પ્રવેશ 2023 |  CET પરીક્ષા તારીખ 2023 |  જ્ઞાન શક્તિ એડમ સ્પિન ઓનલાઈન ફોર્મ |  જ્ઞાન શક્તિ ઓનલાઈન 2023 અરજી કરો  જ્ઞાન શક્તિ પ્રવેશ 2023: પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, તાજેતરમાં જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ હેઠળ પ્રવેશ માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી હતી.  અહીં આ મફત શિક્ષણ યોજના વિશે સંપૂર્ણ માહિતી છે. જ્ઞાન શક્તિ પ્રવેશ મફત શિક્ષણ યોજના 2023  આ યોજના માટે આ પ્રવેશ પરીક્ષા માટે માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે.  બાળકોને માત્ર મેરિટના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.  પરીક્ષા વિશેના તમામ અપડેટ્સ માટે ચાલુ રાખવા માટે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહો. જે વિદ્યાર્થીઓએ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ કર્યો છે અને જેમણે ધોરણ 5 પૂર્ણ કર્યું છે તેઓ આ તમામ શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ માટે ફોર્મ ભરી શકે છે.  જે વિદ્યાર્થીઓએ અવાજ પર આધારિત ખાનગી શાળામાં ધોરણ 5 પૂર્ણ કર્યું છે તેઓ માત્ર રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભરી શકે છે. પ્રવેશ પરીક્ષાનું માળખું આ તમામ શાળાઓમાં પ્