અંગદ નો પગ - પુસ્તક સમીક્ષા
અંગદ નો પગ પુસ્તક સમીક્ષા
આ પુસ્તક સમીક્ષા ને આપણે બે ભાગ માં વહેંચી શકીયે
૧ . બાહ્ય સમીક્ષા
૨. આંતરિક સમીક્ષા
બાહ્ય સમીક્ષા અંતર્ગત મુદ્દા ની ચર્ચા
(૧) શીર્ષક :
પુસ્તક નું શીર્ષક અંગદ નો પગ છે. જે અંદર આપેલ વિષયવસ્તુ ને અનુરૂપ અને તેને પ્રસ્તુત કરતુ હોવાથી આ શીર્ષક યોગ્ય અને આકર્ષક છેરામાયણ માં લડાઈ પહેલા સમાધાન ના લાસ્ટ પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે.રામ મર્યાદા પુરષોતમ છે.રાવણ પોતાની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી લડાઈ જીતાય. ત્યારે અંગદ ભર દરબારમાં પગ ખોડી ઊભો રહી કહે છે કે રાવણ કે કોઈ પણ અન્ય દરબારી તેનો પગ સામાન્ય ઇંચ પણ પાછો કરી દે છે તો રાવણ જીતશે. બધા દરબારી ઓ ખુબ હસે છે, અને પગ પાછો કરવા માટે ખુબ પ્રયત્ન કરે છે,પણ કોઇથી પણ પગ ખસેડી શકાતો નથી. છેલ્લે, અંગદ કહે છે આ નાનો પગ પણ ન ખસેડાતો હોય તો રાવણ જીતશે નહી અને રામ જીતશે. કોઈ પણ અંગદ નો પગ ખસેડી શકતું નથી. લેખક હરેશ ધોળકિયા એ આ પ્રસંગ ને ધ્યાન માં રાખી ને જ આ શીર્ષક રાખ્યું હોય તેમ લાગે છે
(૨) લેખક
: અંગદ નો પગ પુસ્તક ના લેખક હરેશ ધોળકિયા છે. હરેશ ધોળકિયા નું ગુજરાતી સાહિત્ય માં આગવું યોગદાન છે. તેઓ પોતાની નવલકથા માટે જાણીતા છે.
(૩) પ્રકાશન વર્ષ :
આ પુસ્તક નું પ્રકાશન વર્ષ ૨૦૧૦ છે.
(૪) મુખપૃષ્ઠ :
આ પુસ્તક ના મુખપૃષ્ઠ પર બે મનુષ્ય નું ચિત્ર જોવા મળે છે. જેમાં એક ચિત્ર સફેદ અને બીજું ચિત્ર તેનો પડાછાયો હોય તેમ કાળા રંગ માં છાપવામા આવેલું છે.માનવઆકૃતિ ની પગ ની નીચે ની બાજુમાં સફેદ અને કાળા રંગના ખાના આપવામાં આવેલ છે.અને ઉપર ની બાજુમાં પુસ્તક નું શીર્ષક આપવામાં આવેલું છે.તેમજ લેખક નું નામ આપવામાં આવ્યું છે.
(૫) અંતિમપૃષ્ઠ
આ પુસ્તક ના અંતિમ પૃષ્ઠ પર શરૂઆત માં આપેલી બે માનવઆકૃતિ વિશે ની માહિતી આપવામાં આવી છે તેમજ પુસ્તક માં જે વિષય વસ્તુ છે તેને ટૂંકમાં રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
(૬) પૃષ્ઠ સંખ્યા
આ પુસ્તક ના પાના ની સંખ્યા ૧૮૮ છે.
(૭) કિંમત
આ પુસ્તક ની કિંમત ૧૨૦ રૂપિયા રાખવામાં આવેલી છે. આ પુસ્તક ની કિંમત તેમાં આપેલ પ્રસંગો ને ધ્યાન માં લેતા આ પુસ્તક ની કિંમત આંકી શકાય તેમ નથી. જીવન માં પરિવર્તન લાવી શકે એવુ આ પુસ્તક છે.
(૮) પ્રકાશક
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળ નાકા પાસે ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧
(૯) પ્રાપ્તિસ્થાન
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળ નાકા પાસે ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧
(૧૦) કાગળ
આપેલ પુસ્તક નો કાગળ ટકાઉ અને સારી ગુણવતા વાળો વાપરવામાં આવ્યો છે. આ કાગળ લાંબા સમય સુધી ટકી શકે તેવો અને પ્રમાણ માં મજબૂત છે.
(૧૧) બાંધણી
અંગદ નો પગ પુસ્તક ની બાંધણી ખુબ જ સરસ રીતે કરવામાં આવી છે. બાંધણી પુસ્તક નું આયુષ્ય વધારી નાંખે તેવી મજબૂતી સાથે કરવામાં આવી છે.બાંધણી સારી હોવાથી પુસ્તક ને લાંબા સમય સાચવી અને લાભ લઈ શકાય છે.
(૧૨) પુસ્તક નું છાપકામ
હરેશ ધોળકિયા રચિત પુસ્તક અંગદ નો પગ નું છાપકામ ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. છાપકામ યોગ્ય ફોન્ટ અને સાઈઝ માં કરવામાં આવેલું છે. યોગ્ય રીતે વાંચી શકાય તેવું છાપકામ કરવામાં આવેલું છે.
(૧૩) પુસ્તક નો આકાર
અંગદ નો પગ પુસ્તક નો આકાર લંબચોરસ રાખવામાં આવ્યો છે. આકાર યોગ્ય અને હાથ માં રાખી શકાય તેવી રીતે રાખવામાં આવેલ છે.પુસ્તક નો આકાર નાના બાળકો પણ સરળતા થી વાચી શકે અને હેરફર કરી શકે તેમ છે.
*આંતરિક સમીક્ષા
આ પુસ્તક માં ૧૪ આંતરિક સમીક્ષા ઓ આપવામાં આવેલી છે. આમાં શિક્ષક ની વાત કરવામાં આવી છે. આ નવલકથા પ્રામાણિક શિક્ષક પ્રોત્સાહિત કરતિ નવલકથા છે. ખુબ સારી રીતે બધી રજૂઆત કરવામાં આવી છે.
(૧) વિષય વસ્તુ
અંગદ નો પગ પુસ્તક માં એક સામાન્ય શિક્ષક અને એક પ્રતિભાશાળી શિક્ષક વચ્ચે ની કથા છે. હરેશ ધોળકિયા એ ખુબ જ સરસ રીતે શિક્ષક ની વૈચારિક જગત ને રજુ કર્યું છે. એક જ વરીમાં પુસ્તક સંપૂર્ણ પૂર્ણ કરવાની ઈચ્છા થાય તેવું આનું વિષય વસ્તુ છે.સામાન્ય છતાં અતિ મહત્વકાંક્ષિ શિક્ષક ની વ્યક્તિત્વ સંઘર્ષ ની આ કથા છે.
(૨) ભાષાશૈલી
અંગદ નો પગ પુસ્તક ની ભાષાશૈલી ખુબ જ સચોટ અને સુંદર રીતે કરવામાં આવેલિ છે. આખું પુસ્તક ગુજરાતી ભાષા મા લખેલુ હોવાથી વાંચન માં સરળતા રહે છે. માત્ર ગુજરાતી ભાષા જ જાણનાર વ્યક્તિ પણ અર્થગ્રહણ સાથે સમજ મેળવી શકે છે.શિક્ષણ ને લગતી નવલકથા હોવાથી શિક્ષણ ની ગણી માહિતી નો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ ને લગતી મોટાભાગ ની વાતો જાણવા મળે છે. બાળકો નો ઉત્સાહ વધારનાર છે.
(૩) એકસૂત્રતા
એક પ્રસંગ સળંગ હોવાથી એકસૂત્રતા જાળવાઈ રહે છે અને વાચક ને પણ વાંચવામાં મજા આવે છે.
(૪) ઉપયોગીતા
આ પુસ્તક આત્મવિશ્વાસ વધારો કરતુ હોવાથી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે.
(૫) ટૂંક સાર
** પ્રતિભાશાળી અને સામાન્ય ના સંઘર્ષની અહી ચર્ચા છે.
** આત્મગૌરવ, આનંદ, સ્વીકાર અને શાશ્વત લોકપ્રિયતા પ્રતિભાશાળીને જ મળે છે.
** પણ તેણે સતત સામાન્યોના આઘાતો જીરવવા પડે છે.
** મધ્યમ કે સામાન્ય પ્રતિભાને તેની નબળાઈ પકડી પાડે અને તેને જણાવે તે માણસ ગમતું નથી. માણસ ને તેની નબળાઈ જાણવામાં આવે તો તેને ખુબ દુઃખ થાય છે અને તેને દૂર કરવાનો તે પ્રયત્ન કરતો નથી. પોતાને જ સર્વોપરી માને છે.
** જ્યોતિન્દ્ર હોશિયાર છે.અનુભૂતિ તેમના માં ખુબ છે , માધુર્ય તેમાં ઉપરવાળા નો ઉપકાર છે. ક્ષમા થી ભરેલા શિક્ષક જ્યોતીન્દ્ર શાહ ખુબ જ પ્રભાવી અને મહત્વાકાંક્ષા ધરાવે છે.
, ધારદાર પૃથક્કરણ શક્તિ તેઓ ધરાવે છે તાત્કાલિક વિષયો ને જુદા પાડવાની શક્તિ તેઓ ધરાવે છે.અને તીક્ષ્ણ બુદ્ધિથી ભરેલા હોવાથી પ્રજ્ઞાવાન સ્માર્ટ બુદ્ધિ ધરાવનાર અતિપ્રજ્ઞાવાન છે.
** જ્યોતીન્દ્ર શાહ આંતરવિકાસ ને લીધે અદભૂત અંતરમનની મસ્તીના ધણી છે – તેઓ સ્વૈચ્છિક ગરીબી અને સાદી ઘરગૃહસ્થી વચ્ચે પણ જ્ઞાનની ગરિમા અને ધ્યાન વડે પૂર્ણતા પામે છે.
** તેમને વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના સાદાઈ અને ફકીરી વચ્ચે મિશનથી તેઓ વિદ્યાર્થીઓને જીવન સર્જનાત્મક બનાવવા કળા, સંગીત, સૌંદર્ય અને આનંદથી ભરપૂર હોવા જણાવે છે.
** શુદ્ધ તત્વજ્ઞાની - જેને જીવન વિષે જાણવામાં રસ અને જીવવામાં રસ.
** આમ પ્રથમ કક્ષાના લોકો પોતાના કાર્યોમાં એવા મસ્ત હોય છે કે સત્તાપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં તેમને રસ જ નથી.
** એટલે સામન્ય શિક્ષક દવે સર્જનાત્મક ન હોવાથી માત્ર ધનપ્રાપ્તિ અને સત્તાપ્રાપ્તિ માં રસ ધરાવે છે.
** આંતર વૈભવના અભાવને કારણે તેમને બાહ્યવૈભવ જોઈએ છે - ગમે છે.
** સામાન્ય બુદ્ધિનું લક્ષણ એટલે પોતાના વતી કોઈ સંઘર્ષ કરે એને લાભ પોતાને મળે.
** પ્રતિભાશાળી – શ્રેષ્ઠતત્વના ઉપાસક અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા – જ્યોતીન્દ્ર શાહ – વિધ્યાર્થીઓને ઈશ્વરને પણ તપાસવા કહે છે.
*** ઈશ્વર પ્રયોગાત્મક રીતે સાબિત થાય તો જ સ્વીકારવાનું જણાવે છે. આમ પ્રયોગ કરીને અનુભૂતિ નું જ્ઞાન આપે છે.
*** સામાન્યતા ધરાવનાર કિરણ દવે પોતાને ઘડપણમાં થયેલા મનોમંથનને લખીને ડાયરીમાં ટપકાવે છે. તેઓ સ્વીકાર કરે છે.પોતાનું કબૂલાતનામું વર્ણવે છે. તેઓ અપરાધ ભાવમાંથી મુકત થવા ડાયરી લખે છે. અને વિચારોનું વમન કરે છે.
(૬) લેખક ની મૌલીકતા
આ પુસ્તક માં લેખક ની મૌલીકતા સ્પષ્ટ રીતે જણાઈ છે.લેખકે મૌલીકતા થી ખુબ જ સરસ પ્રેરણા દાયક નવલકથા લખી છે.લેખક ની મૌલીકતા ખુબ જ ઉચ્ચ કક્ષા ની છે તેમની મૌલીકતા કોઈ પણ પૂર્વ ગ્રહ થી પ્રેરિત જણાતી નથી.
Post a Comment