-->

Join WhatsApp

અમૃત નો ઓડકાર -પુસ્તક સમીક્ષા

પુસ્તક નું નામ   : અમૃત નો ઓડકાર 

આપણે જે પુસ્તક ની સમીક્ષા કરીયે છીએ તે પુસ્તક નું નામ છે અમૃત નો ઓડકાર. આ પુસ્તક ના નામ ઉપર થી જ અનુમાન લગાવી શકાય છે કે આમાં અમૃત જેવા પ્રસંગો ની વાત કરવામાં આવી છે. ખુબ સરસ રીતે પ્રસંગો ને રજુ કરવામાં આવેલ છે.


પુસ્તક ના લેખક નું નામ


-ડૉક્ટર આઈ. કે. વીજળીવાળા


પુસ્તક ની પૃષ્ઠ સંખ્યા

અમૃત નો ઓડકાર પુસ્તક ની પાના ની સંખ્યા ૮૯ છે, જેમાં શરૂઆત નાં પાના ઉપર પ્રસંગો ની નામ અને નંબર સાથે ની અનુક્રમણિકા આપવામાં આવેલી છે. અને છેલ્લા પાના ઉપર ડૉક્ટર વીજળીવાળા નાં અન્ય પુસ્તકો નાં નામ ચિત્ર સાથે આપવામાં આવેલ છે.


પુસ્તક ની આવૃત્તિ

ડૉક્ટર આઈ કે વીજળીવાળા એ વર્ણવેલ અમૃત જેવા પ્રસંગો થી બનેલ આ પુસ્તક અમૃત નો ઓડકાર ની પ્રથમ આવૃત્તિ ૨૦૦૯ ની છે.


* પુસ્તક ની બાંધણી


અમૃત નો ઓડકાર પુસ્તક ની બાંધણી ખુબ જ સરસ રીતે કરવામાં આવી છે. બાંધણી પુસ્તક નું આયુષ્ય વધારી નાંખે તેવી મજબૂતી સાથે કરવામાં આવી છે.


મુખપૃષ્ઠ

અમૃત નો ઓડકાર પુસ્તક નાં મુખપૃષ્ઠ પર સૂરજમુખી નું ચિત્ર આપવામાં આવ્યું છે.આ સૂરજમુખી નાં આપેલા ત્રણ ફૂલો માંથી એક ફૂલ ઉપર પતંગિયું બેઠેલું છે.


અંતિમપૃષ્ઠ

અમૃત નો ઓડકાર પુસ્તક નાં છેલ્લે પાના ઉપર ડૉક્ટર આઈ કે વીજળીવાળા એ લખેલા અન્ય પુસ્તકો નાં નામ સાથે નાં ચિત્રો આપેલા છે.


પુસ્તક નું કદ

અમૃત નો ઓડકાર પુસ્તક ની લંબાઈ ૨૧ સેન્ટિમીટર અને પહોળાઈ ૧૪ સેન્ટિમીટર છે તેમજ આ પુસ્તક ની જાડાઈ ૦.૫ સેન્ટિમીટર છે. પુસ્તક નું કદ યોગ્ય રાખવામાં આવ્યું છે.

આ પુસ્તક નું વજન ૧૧૪ ગ્રામ છે, વજન ઓછું હોવાથી આને સહેલાઈ થી ઉંચકી શકાય છે અને એક જગ્યા એથી બીજી જગ્યા ઉપર સહેલાઈ થી હેરફર કરી શકાય છે.


પુસ્તક ની કિંમત

અમૃત નો ઓડકાર પુસ્તક ની કિંમત માત્ર ૬૦ રૂપિયા રાખવમાં આવેલી છે જે પ્રમાણે માપ ની કહી શકાય સામાન્ય માણસ પણ પુસ્તક ખરીદી શકે અને વાંચી શકે છે. પુસ્તક ની કિંમત પ્રમાણ માં યોગ્ય છે.


પુસ્તક નું આવરણ

અમૃત નો ઓડકાર પુસ્તક નું આવરણ ખુબ જ સરસ છે. પુસ્તક નું શરૂઆત નું પાન ખુબ જ મજબૂત અને સુંદર છે તેમજ અંદર આપવામાં આવેલ પાના ઓની ગુણવતા પણ ખુબ સારી છે જે લાંબા સમય સુધી ટકી રહે તેવી છે.આમ પુસ્તક નું આવરણ સારું છે


પુસ્તક નું છાપકામ


ડૉક્ટર આઈ કે વીજળીવાળા રચિત પુસ્તક અમૃત નો ઓડકાર નું છાપકામ ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. છાપકામ યોગ્ય ફોન્ટ અને સાઈઝ માં કરવામાં આવેલું છે. યોગ્ય રીતે વાંચી શકાય તેવું છાપકામ કરવામાં આવેલું છે.


પુસ્તક નો આકાર

અમૃત નો ઓડકાર પુસ્તક નો આકાર લંબચોરસ રાખવામાં આવ્યો છે. આકાર યોગ્ય અને હાથ માં રાખી શકાય તેવી રીતે રાખવામાં આવેલ છે


આંતરિક લક્ષણો

પુસ્તક ની વિષયવસ્તુ = અમૃત નો ઓડકાર પુસ્તક નું વિષય વસ્તુ ખુબ જ સુંદર અને આકર્ષક છે. આપેલ પ્રસંગો મનુષ્ય જીવન માં નવીન ઉર્જા ભરી નાંખે તેવી છે તેમજ ભગવાન માં રહેલી શ્રદ્ધ માં પણ વધારો થાય તેવા પ્રસંગો છે. માણસ માં રહેલી નકારાત્મક વિચારો ને બદલી નાખવાની ક્ષમતા આ પુસ્તક ધરાવે છે. અલગ અલગ પ્રસંગો એક એક થી ચડીયાતા અને પ્રેરણાદાયક છે.


વિષયવસ્તુ ની રજૂઆત

વિષયવસ્તું ની રજૂઆત ૨૪ કહાણીયો માં કરવામાં આવી છે.૨૪ પ્રસંગો માંથી અલગ અલગ બોધ અને પ્રેરણા મળે છે, રજૂઆત ખુબ સરળ અને સમજી શકાય તેવી છે


ભાષાશૈલી

અમૃત નો ઓડકાર પુસ્તક ની ભાષાશૈલી ખુબ જ સચોટ અને સુંદર રીતે કરવામાં આવેલિ છે. આખું પુસ્તક ગુજરાતી ભાષા મા લખેલુ હોવાથી વાંચન માં સરળતા રહે છે. માત્ર ગુજરાતી ભાષા જ જાણનાર વ્યક્તિ પણ અર્થગ્રહણ સાથે સમજ મેળવી શકે છે.


જીવન ઉપયોગી મૂલ્યો

આપેલ અલગ અલગ પ્રસંગો માંથી અલગ અલગ પ્રેરણા પ્રાપ્ત થાય છે. લેખકે ખુબ સરસ રીતે તે રજુ કર્યા છે.

હંમેશા તમારા હૃદય પર વિશ્વાસ કરો.

હંમેશા ભગવાન પર ભરોસો રાખો, જે થશે તે સારું જ થશે.

સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સ્વીકાર કરો

જેમ છે તેમ, ભવિષ્ય માં હશે તેમ બધી રીતે સ્વીકારો.


ચિત્રોનું પ્રમાણ


અમૃત નો ઓડકાર મા ચિત્રો અંદર ની બાજુ આપવામાં આવેલ નથી  શરૂઆત નાં મુખપૃષ્ઠ અને અંતિમપૃષ્ઠ શિવાય કયાય પણ ચિત્ર આપવામાં આવેલ નથી.




લેખક ના અંતિમ પૃષ્ઠ પર ના વિચારો

અમૃતનો ઓડકાર


મહાસાગર જેવું વૈવિધ્ય ધરાવતો ઇન્ટરનેટનો મહાસાગર ખૂંદતી વેળા ઘણી જગ્યાએથી અમૃતના બિંદુઓ મળી આવ્યા. હૃદયને શાતા આપે, લાગણીઓ આડેનાં સઘળા બંધ ખોલી નાખે, ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય અને માનવીમાં ફરીથી વિશ્વાસ જાગી ઊઠે એવા અદ્ભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ ગયું અને આંખ ભીની. એ બધું અમૃત બિંદુઓનો આ થાળ આજે બધાની વચ્ચે મૂકતી વેળાએ એક અજબ રોમાંચ થઈ રહ્યો છે.


દરેક વાતમાં માનવજીવનનાં ઉત્કૃષ્ઠ મૂલ્યોનું પ્રતિબિંબ અને ઈશ્વર પ્રત્યેની આસ્થા આપોઆપ જ ઊભરી આવે છે અને કશો જ પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સરળતાથી સમજાઈ જાય છે. આમેય આ બધી વાતો કોઈ પણ જાતનો બોધ આપવા તો લખાઈ જ નથી. આ અમૃતબિંદુઓથી મેં જે નિજાનંદનો અનુભવ કર્યો છે એ આનંદ જે કોઈ આ વાંચે એને પ્રાપ્ત થાય. બસ એ એક જ પ્રયોજન છે આ પુસ્તક પાછળનું.


આશા રાખું છું કે દરેક વાચક એ અદ્ભુત અવસ્થાને પામે ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા