-->

Join WhatsApp

સાળંગપુર હનુમાનદાદા ના લાઈવ દર્શન અને આરતી

સાળંગપુર હનુમાનદાદા ના લાઈવ દર્શન અને આરતી| live aarti, live darshan|salangpur hanuman darshan

 સાળંગપુર હનુમાનદાદા ના લાઈવ દર્શન  અને આરતી

કષ્ટભંજન દેવ  હનુમાનનું મંદિર ગુજરાત રાજ્ય ના બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા માં આવેલું એક ગામ સાળંગપુર માં આવેલુ છે. આ મંદિર નો ભવ્ય મહિમા ભક્તો માં રહેલો છે. ગણા ભક્તો કષ્ટભંજન દેવ  હનુમાન ના દર્શનાર્થ અહીં દૂર દૂર થી આવે છે. અને હનુમાનદાદા ના દર્શન કરી અને ધન્યતા ની લાગણી અનુભવે છે.કષ્ટભંજન દેવ  હનુમાન  આવનાર ભક્તો ના દુઃખ  હરી લે છે.તેમજ આ મંદિર ને સાળંગપુર હનુમાન ના નામથી પણ ઓળખવામાં આવે છે.

મૂર્તિની સ્થાપના વખતે થયેલ ચમત્કાર

સાળંગપુર ગામના મંદિરમાં હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી.મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. સંતગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત નો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે.આ હનુમાનજી મંદિર સૌથી પવિત્ર માનવામાં આવે છે






54 ફુટ ઊંચી હનુમાન ની મૂર્તિ 



સાળંગપુર હનુમાનજી ની 54 ફૂટ ઊંચી મૂર્તિના લોકાર્પણ વખત અદભુત નજારો સર્જાયો હતો સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ ઉંચી હનુમાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.હનુમાનજીની આ મૂર્તિ પાંચ ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવી છે. પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે





       મૂર્તિની ફરતે અલગ અલગ 36 જેટલા ઘુમ્મટ તૈયાર કરાયા છે. તો મૂર્તિનો બેઝ સ્ટેજ તરીકે ઉપયોગમાં લઈ શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મૂર્તિની ફરતે અહીં વિવિધ 10થી વધુ મ્યૂરલ પણ તૈયાર કરાયા છે. તો મૂર્તિની સામે 4 જેટલા ગાર્ડન પણ બનાવવામાં આવ્યાં છે.

      હનુમાન દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. સ્ટીલના સ્ટ્રક્ચરથી તૈયાર થયેલી આ પ્રતિમાને ભૂકંપની અસર થશે નહીં.

important link







સ્થાન

 👉સાળંગપુર અમદાવાદ શહેર થી લગભગ ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.


સારંગપુર હનુમાન મંદિર - આરતી વિગતો

મંગળા આરતી
  • “જય કપી બલવંતા” એ સારંગપુર હનુમાન મંદિરની આરતી છે.
  •  મંગળા આરતી અથવા આરતી જે સવારે 5:30 વાગ્યે થાય છે તે ભગવાનની મૂર્તિની આસપાસ વર્તુળોમાં પ્રકાશિત કપૂરનો ટુકડો લહેરાવીને કરવામાં આવે છે.
  •  દેવતાઓ દિવસના પ્રથમ દર્શન આપે છે, જે ભક્તો માટે દિવસની શુભ શરૂઆત દર્શાવે છે.
શૃંગાર આરતી
  •  દર મંગળવાર અને ગુરુવારે સવારે 7:00 વાગ્યે કરવામાં આવતી શૃંગાર આરતી કરવામાં આવે છે.
  • શૃંગાર એટલે શણગાર.
  • આ આરતી દરમિયાન દેવતાઓને વસ્ત્ર અને શણગાર કરવામાં આવે છે.
રાજભોગ આરતી
      રાજભોગ આરતી દરમિયાન સવારે 10:30 થી 11:00 સુધી થાય છે.
  • મધ્યાહન ભોજનનો શાહી પ્રસાદ દેવતાઓને ચઢાવવામાં આવે છે.
સંધ્યા આરતી
  • આ આરતી સૂર્યાસ્તના સમયના આધારે સાંજે કરવામાં આવે છે.
  •  સંધ્યા આરતી દરમિયાન ભક્તો દેવતાના દર્શન કરવા અને તેમની પ્રાર્થના કરવા માટે એકઠા થાય છે.

 શયન આરતી
  •  શયન આરતી પછી ભક્તો માટે દર્શન બંધ કરી દેવામાં આવે છે.
  • તે દર્શાવે છે કે દેવતાઓ રાત માટે નિવૃત્ત થવાના છે.

આ પણ વાંચો -         કર્મ નું ગણિત