-->

Join WhatsApp

એકપણ શબ્દ બોલ્યા વગર મનને સ્પર્શતો વિડીયો 👌👌


                એક પણ શબ્દ બોલ્યા વિના દિલ ને સ્પર્શી જતો આ વિડીયો ખરેખર અદભૂત અને આનંદ આપનારો છે. જો બધા લોકો એકબીજા ને આવી રીતે મદદ કરતા થઈ જાય તો કેવું સુંદર અને આત્મીયતા ભર્યું ચિત્ર ઉપશે એ આ વિડીયો પરથી જાણી શકાય છે.જરૂરિયાતમંદ  ની કરેલી મદદ ક્યારેય ફોગટ જતી નથી.
               દવા લેવા માટે મેડિકલ ની દુકાન માં આવેલ વ્યક્તિ પાસે દવા ના પૂરતા પૈસા નથી. તે પોતાની પાસે હતા તેટલા બધા રૂપિયા ટેબલ ઉપર મૂકે છે, તોપણ દવા ની રકમ જે આપવાની થાય છે તે થતી નથી. એમના ચહેરા પરથી ચોખ્યું દેખાય છે કે દવા ની એમને ખાસ જરૂર છે. પૈસા પુરા ના હોવાથી તેઓ પોતાની આંગળી માં પહેરેલી વીંટી કાઢી અને આપે છે. આ જોઈ ને બાળક કંઈક વસ્તુ લેવાના ઈરાદે પૈસા લાવ્યું હોવા છતાં વ્યક્તિ ને પૈસા ની જરૂર છે એમ લાગતા પોતાની પાસે ના પૈસા આપે છે. આ જોઈને આજુબાજુ માં ઉભેલા લોકો પણ પોતપોતાની રીતે મદદ કરે છે. કોઈક હજાર તો કોઈક બે હજાર ની મદદ કરે છે. મેડિકલ દુકાન નો માલિક આવી ને સ્થિતિ સમજતા બિલ થોડું ઓછું કરી આપે છે. અને વ્યક્તિ ને વીંટી પાછી આપે છે.ખરેખર આ વિડીયો ખુબ કહી જાય છે, અને ગણું શીખવી જાય છે.

          
કર્મ નું ગણિત 
                          જીવન માં સારા કર્મ અને ખરાબ કર્મ નું બધું  અહીં જ ભોગવવાનું છે તે સત્ય છે. એક મેડિકલ ની દુકાન વાળો વ્યક્તિ ક્યારેય કોઈને બાકી માં દવા આપતો નઈ. દવા નું માર્જિન ખુબ હોવા છતાં પણ એક રૂપિયો ઓછો કરતો નહી. સો રૂપિયા ની દવા ત્રણસો માં વેચતો. પણ કોઈ ગ્રાહક દસ રૂપિયા ઓછા હોવાનું કહે તો પણ દવા આપતો નહી. એક દિવસ દુકાન ઉપર ગરીબ વ્યક્તિ આવ્યો, તેણે દવા માગી. પેલા ભાઈએ દવા આપી, દવા ના ૨૦૦ રૂપિયા થતા હતા. પેલા ગરીબ વ્યક્તિ પાસે ૧૦૦ રૂપિયા જ હતા. આમ તે દવા ની મુળ કિંમત ૧૦૦ જ હતી. જો દુકાનદાર ૧૦૦ રૂપિયા માં ગરીબ ને આપે તો નુકસાન જાય તેમ નહોતું  તેમ છતાં તેણે તે દવા આપી નઈ, અને ગાળો બોલી તે ગરીબ ને હડધૂત કર્યો. આમ જીવન ના લગભગ પંચાવન વર્ષ સુધી દુકાન ચલાવી. ઘર, ગાડી બધું ભેગું કર્યું. ખુબ સુખી રહે.
                        પરંતુ સમય નું ચક્ર ફર્યું. અને કાળક્રમે ભાઈ ને કેન્સર નો રોગ લાગુ પડ્યો. ખુબ દવા કરાવી પણ રોગ મટ્યો નહી. ધીમે ધીમે મેડિકલ થી દવા  ગણા માર્જિન થી વેચી ને જે ઘર, ગાડી બધું ભેગું કર્યું હતું તે પણ પોતાના રોગ ના ઉપચાર પાછળ ખર્ચવું પડ્યું. વિદેશ માં અનેક ડૉક્ટર ને બતાવ્યું. પણ મટ્યું નહી.વિદેશ ની ટ્રીટ મેન્ટ માં દુકાન પણ ગઈ.
          ધીમે ધીમે બધી બચત પુરી થઈ ગઈ. એક દિવસ એવો આવ્યો કે તેની પાસે માત્ર ૧૦૦ રૂપિયા જ રહ્યા. તેને દવા ની ખુબ જરૂર હતી તે દવા લેવા માટે  મેડિકલ દુકાન માં ગયો. દવા માગી. દવા ૨૦૦ રૂપિયા ની થઈ તેની પાસે ૧૦૦ રૂપિયા જ હતા. પેલા દુકાન વાળા એ તેને દવા આપવાની ના પાડી દીધી. અને ત્યાંથી ધક્કો મારી ને કાઢી મુક્યો.ત્યારે તે ભાઈ ને પેલા ગરીબ વ્યક્તિ સાથે કરેલું વર્તન યાદ આવ્યું અને ખુબ દુઃખ થયું. આજે જયારે પોતે એ પરિસ્થિતિ માં છે ત્યારે તે ગરીબી ની લાચારી નું એને ભાન થયું. અને વિચાર્યું કે જેવા કર્મ કરો તેવા ભોગવે જ છૂટકો છે. પોતે સારા કર્મ કરવા માં નિષ્ફળ રહ્યો માટે જ તેની આવી સ્થિતિ છે એવું વિચારી મનોમન નિસાસો નાખ્યો.
    
                       માટે હંમેશા સારા કર્મ કરવા રહ્યા.જરૂરિયાત મંદ ની મદદ કરનાર ની મદદ કરવા ભગવાન પણ હાજર જ હોય છે.શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ સારું હોય, શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય સર્વશ્રેષ્ઠ હોય !!કરેલું અહીંયા જ ભોગવવાનું છે. જો તમે કોઈને ખોટા હેરાન કરશો.. તો તેનાથી ત્રણ ગણું તમારે ભોગવવાનું પણ અહીંયા જ થશે એ નક્કી જ છે.. કર્મ અને કુદરત કોઈને છોડતું નથી..

કર્મફળ 
આંખ એ ઝાડ પર ફળ દેખ્યું. લાલસા જાગી..
આંખ તો ફળ તોડી ના શકે તો પગ ગયા ફળ તોડવા..
 પગ તો ફળ તોડી ના શકે એટલે હાથ એ ફળ તોડયુ અને મોં એ ખાધું...

આમ, જેને દેખ્યું એ ગયું નહિ, જે ગયો એને તોડયું નહિ અને જેને તોડયું એને ખાધું નહિ,

જેને ખાધું એને રાખ્યું નહિ, ફળ તો ગયું પેટમાં... હવે જયારે માળીએ દેખ્યું તો દંડા પડયા પીઠમાં..

પીઠ કહે, હાય..મારો શું વાંક? પણ જયારે ઠંડા પડયા પીઠમાં તો આંસુ આવ્યા આંખમાં... કારણ કે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને…