-->

Join WhatsApp

કવિ દલપતરામ | KAVI DALPATRAM

કવિ દલપતરામ વિશે સંપૂર્ણ માહિતી | kavi dalpatram vishe sampurn mahiti |

કવિ દલપતરામ

( 1820 - 1898 )

અર્વાચીન યુગના અગ્રણી સાહિત્યકારોમાં કવિ દલપતરામ સમયની દૃષ્ટિએ પ્રથમ ગણાય તેવા સર્જક છે. મધ્યકાળના છેલ્લા કવિ દયારામની વૈષ્ણવભક્તિની કવિતાથી દલપતરામની ‘બાપાની પીપર' અને અન્ય કવિતા ભાવ, ભાષા, અભિવ્યક્તિ એમ બધી રીતે જુદી પડતી જોવા મળે છે.


દલપતરામનો જન્મ ઈ. 1820માં વઢવાણમાં થયો હતો. તેમના પિતા ડાહ્યાભાઈ ત્રવાડી વેદપાઠી કર્મકાંડી બ્રાહ્મણ હતા અને સૌ તેમને ડાહ્યા દિયા' તરીકે સન્માન આપતા હતા. પિતાએ બાળક દલપતરામને બ્રાહ્માકુળને અનુરૂપ આઠ વર્ષની વયે યજ્ઞોપવીત સંસ્કાર આપ્યા અને જાતે જ વેદાધ્યયન કરાવવા લાગ્યા. પિતાની કડક શિસ્ત, નાગહભરી ચોક્સાઈ અને સ્વભાવની ઉગ્રતાને લીધે માતા અમરતબા સાથે તેઓ મોસાળમાં રહ્યા. ત્યાં થોડુંક જ્યોતિષ તેમ જ સંસ્કારનું શિક્ષણ તેઓ પામ્યા. મોસાળ ગઢડામાં તેમને શ્રી સહજાનંદ સ્વામીનાં દર્શનનો લહાવો મળ્યો. હતો. 14 વર્ષની ઉંમરે દલપતરામે ભૂમાનંદ સ્વામી પાસેથી સ્વામીનારાયણ ધર્મની દીક્ષા લીધી હતી. સ્વામી દેવાનંદ પાસે તેઓને કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કર્યો હતો. વ્રજ ભાષા અને સંસ્કૃત ભાષાના ઉત્તમ ગ્રંથોનું સ્થયન કરવાની તક પણ તેમને અહીં જ પ્રાપ્ત થઈ હતી.


દલપતરામને કવિતાઓ રચવાનો શોખ નાનપણથી હતી. તેઓ હડૂલા' નામથી ઓળખાતા ઉખાણા પ્રકારની કવિતા ઝડપથી રચતા અને બાલભાવથી આનંદ માણતા. હડૂલા ચમત્કૃતિપ્રધાન, પ્રાસયુક્ત પઘરચના છે. કલ્પના જરૂરી પણ વિષપવિચારની સંગત જળવાતી નહિ. કવિ શામળ ભટ્ટની પદ્યવાર્તાઓનો પણ ખાસ કરીને સીચાતુરીની વાર્તાઓનો તેમને રંગ લાગ્યો અને એવા પ્રકારની પદ્યવાર્તાઓ ‘કમળલોચની, ‘હીરાદતી વગેરે લખો. “સત્સંગ નિમિત્તે મંદિરમાં જતા હતા ત્યાં સંપ્રદાયના સાધુકવિઓ સાથે વ્રજ ભાષામાં કાવ્વરચના પન્ન કરતા થયાં હતાં. વળી,એ અરસામાં તેઓ એક વિદ્યાપ્રેમી અંગ્રેજ અધિકારી ફાર્બસ સાહેબના સંપર્કમાં આવ્યા. તેમનું પૂરું નામ એલેકઝાન્ડર કિન્લોકફાર્બસ હતું. એમની મારફતે દલપતરામ અંગ્રેજી ભાષા અને સાહિત્યના પરિચયમાં આવ્યા. ફાર્બસ સાહેબના પ્રોત્સાહનને લીધે દલપતરામ વ્રજ ભાષા છોડીને ગુજરાતીમાં કવિતાઓ રચવા લાગ્યા. ઈ.સ. 1885માં તેમણે ‘બાપાની પીંપર' નામની એક કવિતા લખી. તેએઈએ તો મધ્યકાળની કવિતાની અસરમાંથી છૂટી વિષેય, ભાવ, ભાષા, રજૂઆત એમ બધી જ રીતે અર્વાચીનતાનાં લક્ષો 'બાપાની પીપર' કવિતામાં મળે છે. ઈ.સ. 1847માં તેઓ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થપના થઈ તેમાં મંત્રી તરીકે ‘બુદ્ધિપ્રકાશ' નામના સામયિકના તંત્રી બન્યા. તેમની સાહિત્યસેવાની કદરરૂપે અંગ્રેજ સરકારે તેમને સી. આઈ. ઈ. (કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર)નો ખિતાબ આપીને તેમનું સન્માન કર્યું હતું. ઈ.સ. 1898માં તેમનું અવસાન થયું.


દલપતરામના માનસ ઉપર આટલાં પરિબળોએ અસર કરી એમ કહી શકાય: પિતા, સ્વામીનારાયણ સંપ્રદાય, શામળની કવિતાઓ, ફાર્બસ જેવા વિદ્યાપ્રેમી અંગ્રેજ અધિકારી. દલપતરામ શાંત, સરળ અને વિનોદી પ્રકૃતિના હતા. સ્વામીનારાયણ સંપ્રદાયની અસરને લીધે તેઓ ‘સત્સંગી' થયા હતા અને તેથી તેમના જીવનમાં સાદગી અને નીતિમત્તા જેવા ગુણો જન્મ્યા. ફાર્બસ સાહેબનો સંપર્ક થવાને લીધે તેમનામાં સુધારકપણું, દેશપ્રેમ, રાજભક્તિ વગેરે ગુણો પ્રગટ્યા. દલપતરામે ફાર્બસ સાહેબ સાથે રહી 'રાસમાળા' નામે ગુજરાતનો ઇતિહાસ રચવામાં સહાય કરી. તેઓ બંને સાથે ગુજરાતમાં ઘણે સ્થળે ફર્યા હતા. દલપતરામે તત્કાલીન દેશસ્થિતિ પર કાવ્યો રચ્યાં હતાં. અંગ્રેજી શાસન આવતાં 'કાયદાનું રાજ' થયું અને દેશમાંથી અશાંતિ અરાજકતા તેમ જ અસલામતી દૂર થયાં તેથી દલપતરામે ‘અંગ્રેજી રાજય આ દેશના કલ્યાણ માટે આવ્યું છે એ મતલબની વાણી' ‘એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન'તેમણે ઉચ્ચારી. તેમાં એમના સમયના સમાજ-પ્રજાની લાગણીનો પડઘો પાડવાનો પ્રયત્ન હતો, એમ કહી શકાય.


દલપતરામે સમાજસુધારણાની પછી પ્રવૃત્તિઓ કરી, તે સંરક્ષક મતના રચનાત્મક સુધારાના હિમાયતી હતા. નવી કન્યાશાળાઓ સ્થાપવી, ગ્રંથાલયો સ્થાપવાં, વિદ્યાપ્રસાર માટે ઠેરઠેર વ્યાખ્યાનો આપવાં, કેફ, વ્યસન કે શેરસટ્ટાનાં અનિષ્ટો વિશે પ્રજામાં જાગૃતિ લાવવી અને તે માટે લોકોને વિચાર કરતા કરવા – સો સૌ સુધારો તજી વાત આડી સુધારાથી થૈ આ જુઓ આગગાડી. ' એવી કાં જેવી પદ્યરચનાઓ પણ કરી, સુધારાની બાબીોવા ઊભી કરી. તેઓ લોકશમક હતા એમ કહી શકાય કારણકે સ્વસ્થ, સમતોલ અને સૌમ્ય સ્વભાવના દલપતરામ ‘સહનો સાળો, સહુનો સસરો નિજ દ્વિજ દપલતરામ' એમ નમ્રતાપૂર્વક કહેતા કહેતા જનસમુહ વચ્ચે ઉપદેશ સાથે સુધારાનું કાર્ય કરતા રહ્યા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હવે આ સંસ્થા ‘ગુજરાત વિદ્યાસભા' નામથી ઓળખાય છે) અને ‘બુદ્ધિપ્રકાશ' સામયિક દ્વારા લેખો, ચર્ચાઓ, ભાષણો, કવિતાઓ લોકો સુધી લઈ જવામાં તેમને સફળતા મળી.


દલપતરામે સમાજસુધારાાનું કાર્ય સમજદારીપૂર્વક ઉપાડ્યું હતું. તેમણે અન્યોક્તિ પ્રકારની કાવ્યરચનાઓ, જનમનરંજક બોધકથાઓ, વિનોદ અને ટીખળ - ચાતુર્ય વગેરે દ્વારા પ્રજામાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું. તેમશે પ્રાચીનતા અને અર્વાચીનતાનો સમન્વય કર્યો હતો. આળસ, પ્રમાદ અને અજ્ઞાન દૂર કરવા સાગબંધન કરી ફરી લક્ષ્મી ઉપાવો' એક પુરુષાર્થ કરવાનું તેઓ કહે છે. પરદેશગમન, વિધવાવિયા જેવાં પ્રગતિશીલ પગલાં લેવા માટે પણ તેમણે સામાજિક અને નૈતિક ખ્યાલો કવિતામાં વી લીધા હતા. મનની સાથે સુધારાદિત્ય લડે છે’ એવા નર્મદના વિચાર સાથે સાગરમંથન કરી લક્ષ્મી પ્રાપ્ત કરવાના પુરુષાર્થનો ખ્યાલ સાથે જ આવકારધામ બન્ધી હતી. 'હુન્નરખાનની ચઢાઈ કાળમાં તેમનો દેશપ્રેમ પણ એવા મળે છે.

દલપતરામનું સાહિત્યસર્જન

દલપતરામ મુખ્યત્વે કવિ તરીકે ઓળખાયા છે. તેમની અટક પણ ત્રવાડી કે તરવાડી હતી તેને બદલે લોકોમાં તેઓ કવિ તરીકે વિશેષ સન્માન પામ્યા છે, તેથી દલપતરામ ડાહ્યાભાઈ કવિ એમ કહેવાય છે. અલબત્ત, તેમણે ગદ્ય અને પઘ ઉભય ક્ષેત્રે સર્જન કર્યું છે.


દલપતરામે રચેલી સધળી કવિતાઓ ‘દલપતકાવ્ય’ ભાગ 1 અને 2 એમ બે ગ્રંથોમાં ઉપલબ્ધ છે. અવારનવાર એમાંથી સંચયોરૂપે દલપતરામની કવિતા અભ્યાસમાં લેવાય છે. દલપતરામે જીવનનાં અંતિમ વર્ષોમાં 'હરિલીલામૃત' એ નામે સ્વામી શ્રી સાનંદના ચરિત્રને નિરૂપતી દીર્ઘ કાવ્યરચના કરી હતીદલપતરામે છંદશાસ્ત્રવિષયક એક પુસ્તક ‘દલપતપિંગળ' નામે રચ્યું છે. 'લક્ષ્મી' નાટક તથા ‘મિથ્યાભિમાન’ નાટક, ‘સંપલક્ષ્મીસંવાદ’ ઉપરાંત નિબંધો પણ લખ્યા હતા. 'વિદ્યાબોધ,' ‘તાર્કિક બોધ એવી ઉપદેશાત્મક પુસ્તિકાની રચી હતી

દલપતરામની કવિતા

દલપતરામમાં કાવ્યરચનાના સંસ્કાર બાળપણથી જ પડેલા હતા. 'હડ્રેલા' નામે ઉખાશાં જેવી શીઘ્રપદ્યરચના કરવાનો તેમને શોખ હતો. ઉ.ત. તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી; / ભોજો ભગત તો એમ ભલ્લે, જે ફાગણ મહિને હીળી,' આવી શબ્દ અને પ્રાસની ચમત્કૃતિવાળી, કલ્પનાસભર છતાં વિષયવિચાર બાબતે બેફિકરાઈવાળી કેવળ જનમનરંજન અર્થે લખેલી સરળ છતાં સમસ્યાસભર પઘરચના તે ફૂલો, એમ કહી શકાય એમાં શામળ ભટ્ટની કાવ્યશૈલીનો પ્રભાવ જોઈ શકાય છે. પ્રાચીન પ્રણાલિકાની રીતે પદો, ગીતો, ગરબીઓ મોટા પમાણમાં તેમણે લખ્યાં છે. માંગલિક ગીતાવલિ'ની રચનાઓ આ પ્રકારની છે. “બાપાની પીપર' કવિતા દ્વારા દલપતરામ ‘અર્વાચીન કવિતા'ના સર્જક ગણાયા છે તે યોગ્ય છે. મધ્યકાળની ગુજરાતી કવિતાથી દરેક રીતે જુદી પડતી તે કવિતા છે. કવિતાનો વિષય, ભાવ, ભાષા, અભિવ્યક્તિ બધું જ અર્વાચીનતા તરફ ગતિ કરનાર છે. ‘હોપ વાચનમાળા'ના કાર્ય નિમિત્તે પદ્મ તેમની અનેક કાવ્યરચનાઓ મળી છે.

દલપતરામને ફાર્બસ સાહેબનો સંપર્ક થયો તે ઘટના દલપતરામના જીવનમાં અને ગુજરાતી સાહિત્યમાં શકવર્તી ઘટના ગણાઈ છે તે ઉચિત છે. દલપતરામ જૂની ઢબની, સીમિત ભાવ- ભાષા-વાળી અને વ્રજભાષાશૈલીમાં રચનાઓ કરતા હતા તેને બદલે હવે શુદ્ધ અર્વાચીન ગુજરાતીમાં અનેક નવા વિષયો નવા ભાવનિરૂપણ સાથે તેમણે આલેખ્યા, એ જોતાં દલપતરામની કવિતાનો ક્રમિક વિકાસ જેવા મળે છે.

દલપતરામ મોટા સમાજસુધારક ગન્નાય. તેમણે લોકોમાં સુધારાના વિચાર જગાવવા પોતાની રીતે પ્રયત્નો કર્યાં. શેરસટ્ટાની ગરબીઓ કે કેફ ન કરવા વિશે, મિથ્યાભિમાન-કંજૂસાઈ-પરદોષ દર્શન જેવા નાના નાના વિષયો પર ચાતરીપૂર્વક છતાં બોધક નાનકડી કવિતાઓ પુષ્કળ પ્રમાણમાં રચી. એ પણ સમાજસુધારણાના ચૈતરૂપે જ રચાઈ છે. તેમની ઉત્કટ દેશભક્તિનો પરિચય 'હુન્નરખાનની ચડાઈ' માં પ્રગટ થાય છે. કવિતા દ્વારા દેશસ્થિતિ પર રચેલું એ ભાષણ છે. એમાં દેશીજનોને સંબોધીને કાઢેલા ઉદ્ગાર ઉત્કટ સ્વદેશ પ્રેમનો નમૂનો બની રહે છે. દલપતરામના સમયની સામાજિક સમસ્યાઓ પરદેશગમન પર પ્રતિબંધ અને બાળલગ્નો હતા. તેમણે વિધવા- વિવાહની હિમાયત કરતું 'વેનચરિત્ર' લખ્યું અને સમાજમાં અનાચારથી વિધવાવિવાહ સારો એમ સ્પષ્ટ કહ્યું : 'બાળરાંડ સ્રી પુરુષને બાળે જ્યારે કામ / સુનીતિનું જળ સીંચીને વિવેકિ લે વિશ્રામ ' નીતિનો પક્ષ જેમાં લેવાયો છે તેવું, કવિનું આ કાવ્ય તે જમાનામાં સુધારાનું પુરાણ તરીકે ઓળખાયું હતું.

‘દલપતકાવ્ય’ ના બે ગ્રંથોમાં સમાવેશ પામેલી બીજી બે નોધપાત્ર રચનાઓમાં ‘ફાર્બસવિલાસ અને 'ફાર્બસવિરહ' છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે દલપતરામના જીવનઘડતરનું એક અગત્યનું પરિબળ ફાર્બસ સાહેબ બની ગયા હતા. દલપતરામના માનસિક વિકાસમાં, સુધારાના કાર્યમાં, વિદ્યાવૃદ્ધિના કાર્યમાં, નવી ઢબની કવિતાના સર્જનમાં તેઓ સહજ નિમિત્ત બન્યા હતા. સમયની દષ્ટિએ પ્રાચીનતામાં જન્મેલા દલપતરામનો અર્વાચીન અવતાર ફાર્બસના સંપર્કથી થયો તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ‘રાસમાળા'ના કામ નિમિત્તે તેઓ બંને ખૂબ નજીક આવ્યા હતા, તેવી જ રીતે 'હોપ વાચનમાળા'ના કાર્ય નિમિત્તે, દલપતરામની ફાર્બસ પ્રત્યે મૈત્રી ગાઢ બની હતી. એવા દલપતરામ ‘ફાર્બસવિલાસ' કૃતિ મારફતે મિત્રપ્રીતિ વ્યક્ત કરે તે સ્વાભાવિક છે. પરંતુ 'ફાર્બસવિરહ' નામની કાવ્યરચના મિત્ર ફાર્બસના અવસાનને નિમિત્ત બનાવે છે. ગુજરાતી ભાષાની તે સૌ પ્રથમ કરુકપ્રશસ્તિ (clogy) રચના છે. તેમાં મૃત સ્વજનના શોકને, તેની યાદમાં બેકારીને, નિરૂપે જોવામાં આવતો હોયછે.

દલપતરામનું ગદ્ય સાહિત્ય

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યપ્રધાન હતું એમ આપણે જોઈ ગયા છીએ. અર્વાચીન યુગમાં કવિ નર્મદે અંગ્રેજી કેળવણીના પરિચય પછી વ્યવસ્થિત ગદ્યલેખનનો ગુજરાતીમાં પ્રારંભ કર્યો. દલપતરામે પણ નર્મદની જેમ ગદ્યસ્વરૂપમાં સર્જન કર્યું તેની પાછળ મુખ્ય ઉદ્દેશ સંસાર સુધારણાનો હતો. દલપતરામે ઈ. 1950માં ‘ભૂત' નિબંધ લખીને ગદ્યલેખન આરંભ્યું. ફાર્બસની પ્રેરણાથી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ યોજેલી એક ઇનામી નિબંધસ્પર્ધામાં આ નિબંધ ઇનામપાત્ર ગણાયો હતો. ઈ.સ. 1851માં જ્ઞાતિનિબંધ અને ઈ.સ. 1854માં બાળવિવાહ' નિબંધ લખ્યા. તર્કબદ્ધ વિચારો મૂકીને તે સમયે સમાજમાં પ્રવર્તતા વહેમોનું ખંડન કરવા માટે, સમાજસુધારાક્ષેત્રે જનજાગૃતિ લાવવા માટે તેમણે આ ઉદ્યમ કર્યો હતો. દલપતરામની સુધારક-વૃત્તિ 'સજન સંભળાવજો રે, ધીરે ધીરે સુધારાનો સાર'ની રીતિની હતી, જે નર્મદની ‘યા હોમ કરીને ઝંપલાવી દેવાની રીતિથી ભિન્ન દિશાની હતી; છતાં બંનેનું લક્ષ્ય એક જ હતું. દલપતરામે વિપુલ પ્રમાણમાં અને વ્યવસ્થિત પણે ગઘનું ખેડાણ કર્યું તે માટે ‘બુદ્ધિપ્રકાશ” માસિક તેમના વિચારોને વ્યક્ત કરવા માટે ઉપયોગી માધ્યમ બની રહ્યું હતું.

ઈ.સ. 1850માં દલપતરામે લક્ષ્મી' નાટક તથા ઈ. 1870માં ‘મિથ્યાભિમાન' એમ બે નાટકો લખ્યાં, ગ્રીક નાટક ‘પ્લુટસ'ને આધારે ‘લક્ષ્મીનાટક' રચાયું છે એનું કયાનક તેમના અંગ્રેજ મિત્ર ફાર્બસ પાસેથી સાંભળવા મળેલું . સંવાદકોટિથી એ નાટક આગળ વધતું નથી તેમ છતાં ગુજરાતના લોકનાટ્ય ભવાઈના દશ્યરૂપમાં સંવાદરચના કરી એને રચવાની મથામણ કરી જોઈ છે. “અંગ્રેજી ગ્રંથના આધારથી ગુજરાતીમાં ત્રવાડી દલપતરામ ડાહ્યાએ એ .કે. ફાર્બસ સાહેબની સહાયતાથી ગુજરાત વરનાક્યુલર સોસાયટીને માટે બનાવ્યું છે," એમ શિલાછાપમાં છપાયેલા નાટકના આરંભમાં નોંધ મૂકેલી છે.

મિથ્યાભિમાન' નાટક ઇનામી સ્પર્ધા માટે લખાયેલું નાટક છે. મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપી નિબંધ'ની રચના અંગે નાટ્યલેખનની સ્પર્ધા યોજેલી તેમાં કવિને રૂપિયા દોઢસોનું ઇનામ મળેલું . આઠ એક અને પંદર પ્રવેશમાં વિસ્તરેલા આ નાટકનું મુખ્ય પાત્ર જીવરામ ભટ્ટ છે. તેઓ મૂર્ખ છતાં મિથ્યાભિમાન સેવે છે. રતાંધળા છે છતાં સાસરીમાં પણ દંભ અને અભિમાન છોડતા નથી તેથી હાસ્યાસ્પદ બને છે. એવા અનેક પ્રસંગો આ નાટકમાં ઠેરઠેર વેરાયેલા પડ્યા છે. એકથી અધિક રમૂજસભર પરિસ્થિતિઓ, ગોટાળાઓ અને મરમાળા સંવાદોમાં ચમકતી ઉક્તિઓ નાટકને સળંગપો રસવાહી અને જીવંત રાખે છે. તેમણે પોતે આ નાટકને ‘ભૂંગળ વિનાની ભવાઈ' કહીને ઓળખાવ્યું છે. ભરપૂર નિર્દોષ મનોરંજન પૂરું પાડતી આ કૃતિ સરસ નાટ્યરચના બની છે. એમાં ભવાઈ સ્વરૂપ અને સંસ્કૃત નાટ્યશૈલી ઉપરાંત અંકો-પ્રવેશોની યોજના વગેરેમાં પાશ્ચાત્ય નાટ્યશૈલીનો સમન્વય જોવા મળે છે. કર્તાને યશ અપાવે તેવી આ નાટયકૃતિ આજે પણ એટલી જ ભજવણીક્ષમ ૨હી છે એ એની સફળતાની પારાશીશી છે. 'મિથ્યાિ માં આવતું રંગલાનું પાત્ર ગુજરાતી રંગભૂમિનો આદિ વિદૂષક છે. તેમણે નવા કવિઓ માટે ‘દલપતપિંગળ' નામે છંદશાસ્ત્ર નામે એક ગ્રંથ આપ્યો છે.