મુકેશ એક મોટા વેપારી ને ત્યાં નોકરી કરતો હતો. મુકેશ ને તેના શેઠ સારી રીતે રાખતા અને પગાર પણ સારો આપતા હતા. અને પગાર ઉપરાંત મુકેશ ને કઈ જરૂરત હોય તો તેના શેઠ મુકેશ નું કોઈ કામ અટકવા દેતા નહિ.અને સામે મુકેશ પણ નોકરી ની કલાકો ગણવાને બદલે જ્યાં સુધી કામ હોય તે ઘરે જતો નહિ. એક દિવસ મુકેશ તેના શેઠ ની સામે બેઠો હતો, ત્યાં તેના ફોન ની ઘંટડી વાગી.મુકેશે જોયું તો તેના પત્ની નો ફોન હતો પત્ની નો ફોન આવવાથી મુકેશ થોડો પરેશાન થઇ ગયો, આ બધું તેના શેઠ જોઈ રહ્યા હતા. ફોન પત્યા પછી શેઠે મુકેશ ને પૂછ્યું કે તું તારી પત્ની થી આટલો બધો કેમ ડરે છે?તારી પત્ની કોઈ હિરોઈન જેવી નથી અને નથી ભણી ગણી ને કોઈ ઓફિસર થયેલી.ત્યારે મુકેશ પાસે તેના શેઠ ને જવાબ દેવા માટે કોઈ શબ્દો નહોતા.પણ તેને એટલું કહ્યું કે હું મારી પત્ની નું સન્માન કરું છું. અને તેની પુરેપુરી કદર કરું છું. તેમાં ડરવાની કોઈ વાત જ નથી . અને તે કેવી લાગે છે,અને કેટલું ભણેલી છે.તેનાથી કોઈ ફરક પડતો નથી . મને તો સૌથી પ્રેમાળ અને લાગણી ભર્યો સંબંધ મારી પત્ની નો જ લાગે છે.એટલે શેઠે કહ્યું કે તું તો જોરૂ નો ગુલામ નીકળ્યો પત્ની નો સંબંધ તને સૌથી પ્રેમાળ અને લાગણી વાળો લાગતો હોય તો,બીજા બધા સંબંધ ની તું કઈ કિંમત કરતો જ નથી આનો મતલબ તો એમ જ થાય ને ?મુકેશે ખુબ જ શાંતિ થી જવાબ આપતા કહ્યું કે શેઠ શું માતા પિતા સંબંધી નથી હોતા. એ તો ભગવાનથી પણ ઉપર હોય છે. આપણને આ દુનિયા માં લાવવા વાળા આપણા માતા પિતા જ છે. તેની સાથે સંબંધ નિભાવવાનો નથી હોતો. તેની તો પૂજા કરવાની હોય છે.ભાઈ બેન નો સંબંધ જન્મજાત હોય છે, મિત્ર નો સંબંધ મોટા ભાગે મતલબથી હોય છે, એમ શેઠજી તમારો અને મારો સંબંધ પૈસા નો અને જરૂરિયાત નો છે. પણ એક પત્ની નો સંબંધ જ એવો હોય છે કે કોઈ પણ ઓળખાણ ના હોવા છતાં આપણને પરણીને ઘરે આવે ત્યારથી હંમેશ ને માટે આપણી થઇ જાય છે.અને પોતાના દરેક સંબંધો ને છોડી ને કાયમ માટે આપણી થઇ જાય છે. આપણા બધા સુખ દુઃખ માં સહભાગી થાય છે. અને જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી આપણી બાજુ માં ઉભી રહે છે.શેઠ મુકેશ ને એકદમ ધ્યાન થી સાંભળી રહ્યા હતા. વચ્ચે કશું જ બોલતા નહોતા.મુકેશ પાસે થી આટલી અદભુત વાતો સાંભળીને શેઠ ને પણ ખુબ આનંદ આવ્યો. મુકેશે કહ્યું કે પત્ની એ કોઈ એક સંબંધ નથી. એ તો સંબંધ નો ભંડાર છે.કારણ કે તે જયારે આપણી સેવા કરે છે ત્યારે એક માં બની જાય છે. આપણી ભૂલ પર ખીજાય જાય ત્યારે તે એક બહેન બની જાય છે. જયારે આપણી પાસે કઈ વસ્તુ લેવા માટે જીદ કરે નખરા કરે ત્યારે એક “દીકરી “જેવી બની જાય છે.જયારે પરિવાર ના હિત માટે આપણને પણ સલાહ આપે ત્યારે એક “મિત્ર “ બની જાય છે, જયારે આખા ઘર ની ચીજ વસ્તુ ની ખરીદી નું બજેટ બનાવે અને બધા ને રાજી રાખે ત્યારે તે એક શેઠાણી બની જાય છે.અને આમ આખી દુનિયા ને છોડી આપણી ઉપર બધું ન્યોછાવર કરી દે છે. હવે તમે જ કહો હું મારી પત્ની ની કદર કરું અને સન્માન આપું તેમાં શું ખોટું છે?શેઠ પાસે મુકેશ ને કહેવા શબ્દો જ નહોતા.
Useful ઉપયોગી માહિતી, સરકારી યોજનાઓ,result, health tips, motivational story
Post a Comment