-->

Join WhatsApp

અભિયાન

ચકલી ઘર, ખેડૂત ઉપયોગી, પર્યાવરણ નું જતન, ચકલી નું મહત્વ. ઉપયોગીતા, સુંદર મજાનું પક્ષી, શાળા કક્ષા ની પ્રવૃત્તિ, best chakli ghar, sparrow house, schoo

 ચકલી ઘર શા માટે જરૂરી??


ચકલીઘર   (માર્ગદર્શક-ડાહ્યાભાઈ સાહેબ -મોરથલ પ્રા. શાળા) 


             જુના વખત ની વાત છે, ચીન દેશ મા એક રાજા હતા. તે પોતાના દેશ ની જાહોજલાલી વધારવા માટે સતત પ્રયત્ન કરતો હતો. તે પોતાની પ્રજા ને જેમ બને એમ અને જેવી રીતે થાય તેવી રીતે, ગમે તે ભોગે પોતાના દેશ નું ઉત્પાદન વધારવા માટે દબાણ કરતો હતો.

                                    એક દિવસ રાજદરબારમાં પાક ના ઉત્પાદન વિશે ચર્ચા ચાલી રહી હતી. બધા ભેગા થઈ અને ખેતપેદાશ નું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેની યુક્તિ પ્રયુક્તિ ઓ વિચારી રહ્યા હતા. તેવામાં એક મંત્રી એ ઉત્પાદન ઓછું થવાનું કારણ ચકલી ઓ ને ગણાવી. તેને કહ્યું કે ચકલી ઓનું પ્રમાણ વધારે છે. ચકલી ઓ પાક તૈયાર થાય કે તેમાં તૂટી પડે છે અને મોટા ભાગ નું નુકસાન કરી જાય છે. જો ચકલી ઓ નું કંઈક કરવામાં આવે તો નુકસાન થતું અટકાવી શકાય છે. અને ઉત્પાદન માં પણ વધારો થશે.

                                રાજા એ આ વાત સાંભળી અને તરત જ એલાન કર્યું કે જ્યાં જ્યાં ચકલી ઓ દેખાય કે તરત જ તેને મારી નાખવી. એટલું જ નહી રાજા એ ચકલી ઓ મારનાર માટે ઇનામ ની પણ જાહેરાત કરી. ઇનામ ની જાહેરાત સાંભળી ને લોકો વધારે ઇનામ મેળવવાની લાલચ મા આડેધડ ચકલી ઓ નો શિકાર કરવા લાગ્યા. જોત જોતા મા તો ચકલી ઓની સંખ્યા ઘણી ઓછી થઇ ગઈ. એક સમય એવો પણ આવ્યો કે આજુબાજુ માં એકપણ ચકલી જોવા મળે નહી.

                              ચકલી ઓના નાશ કર્યા પછી ના સમય માં થયેલ ખેત ઉત્પાદન ની ચકાસણી કરવામાં આવી. તો સૌ તે જોઈને દંભ થઈ ગયા. થયેલ ઉત્પાદન પહેલા કરતા પણ ઘણું ઓછું હતું. સૌ વિચારવા મા પડી ગયા કે આવું કયા કારણસર થયું. આનું કારણ જાણવા માટે રાજાએ એક કમિટી બનાવી. કમિટી એ તારણ કાઢ્યું કે ચકલી ઓના નાશ ના કારણે ઉત્પાદન ઓછું થયું છે. ચકલી ઓ માત્ર દાણા જ નહી પણ પાક ને નુકસાન પોંહચાડતા કિટકો-જીવજંતુ ઓ નો પણ પોતાના ખોરાક માં ઉપયોગ કરે છે તેથી પાક ને ફાયદો થાય છે.રાજા ને પોતાની ભૂલ સમજાઈ અને તેને વિદેશ માંથી ચકલી ઓ લાવી અને તેની સંખ્યા વધારવા માટે ના પગલા ભર્યા. અને તેના રક્ષણ માટે નિયમ પણ બનાવ્યા. ચકલી ઓની સંખ્યા વધવાથી ઉત્પાદન મા પણ સુધારો થયો.

               

                     એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી.

નાની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે.

પરંતુ આજે આપણે ચકલીઓ ના આશિયાના ને ઉજાળી દીધા છે  

આપણા જેમ આ ચકલી ઓ ના પણ ઘર હોય છે. આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે

લુપ્ત થતી ચકલી ઓની પ્રજાતિ ને બચાવવી એ આપણી નૈતિક જવાબદારી છે. જો તેમની કાળજી લેવામાં નઈ આવે તો આ સરસ મજા નું નાનું પક્ષી આવનારી પેઢી ને જોવા ના મળે.તેથી તે ના માટે જાગૃકતા ની ખુબ જરૂર છે. જો આવે બાબતે જાગૃકતા આવશે અને પ્રયાસો કરવામાં આવે તો ચોક્કસ એનું પરિણામ જોઈ શકાશે


મોરથલ પ્રા શાળા બાળકો 

મોરથલ પ્રા શાળા ના બાળકો 


ખેડૂત ને ઉપયોગી


ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે. અને જયારે તેના બચ્ચાં થાય છે તયારે બચ્ચાં ના ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીન યુક્ત ખોરાક આપવો પડે છે. જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂત ના પાક ને નુકશાન કારક તત્વો જેવા કે ઈયળ , તીડ ને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચાં ને પણ ખવડાવે છે.

જેનાથી ખેડૂતો ના પાક ને નુકશાન કરતાં તત્વો નિયંત્રણ માં રહે છે અને ખેડૂતો ને ઈયળ , તીડ ને મારવા માટે વાપરવા પડતા ઝહેરી કેમિકલ વાપરવા ની જરૂર પડતી નથી જેનાથી ખેડૂતોને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને પાક ઉત્પાદન માં વધારો થાય છે. જેથી કરીને માનવને  આરોગ્યપ્રદ ખોરાક મળશે. અને આપણા દેશમાં કેમિકલ્સ મુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે.


આપણે શું કરી શકીયે



૧.   ચકલી ઓ માટે જુના ખોખા કે માટી ના માળા બનાવી પતરા ની વચ્ચે કે એવી જગ્યા એ લગાવી શકીયે કે જેનાથી તેમને નુકસાન ના થાય અને તે નિરાંતે રહી શકે.

૨.  બીજા લોકો મા પણ આ વિષયે જાગૃકતા વધે તે માટે પ્રયત્ન કરીયે.

૩ . ગરમી ના દિવસો માં આવે નાના નાના પંખીઓ માટે ચોક્કસ પાણી ની વ્યવસ્થા કરીયે.





૪  ખેતર માં ઉત્પાદન વધારવા માટે કેમિકલ યુક્ત દવાઓનો વપરાશ બંધ કરીયે.

૫.    પર્યાવરણની જાળવણી માટે હવે માનવ જાતે કટિબદ્ધ થઈ ને કામ કરવાની જરૂર છે. પર્યાવરણ જાળવણી માટે હવે ફક્ત સરકારી રાહે કામ કરવું પૂરતું નથી એટલે જ સંપૂર્ણ માનવજાતે નૈતિક જવાબદારી સમજી પર્યાવરણની જાળવણી ની દીશા માં મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.
                              પર્યાવરણની જાળવણી માટે હવે માનવ જાતે કટિબદ્ધ થઈ ને કામ કરવાની જરૂર છે. પર્યાવરણ જાળવણી માટે હવે ફક્ત સરકારી રાહે કામ કરવું પૂરતું નથી એટલે જ સંપૂર્ણ માનવજાતે નૈતિક જવાબદારી સમજી પર્યાવરણની જાળવણી ની દીશા માં મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.


શાળા પ્રવૃત્તિ ÷

 મોરથલ પ્રા શાળા ના બાળકો 

 મોરથલ પ્રા શાળા ના બાળકો 



તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું
                   રમેશ પારેખ