-->

Join WhatsApp

જીવણ ની મુંઝવણ - પુસ્તક સમીક્ષા

 જીવણ ની મુંઝવણ પુસ્તક સમીક્ષા  પુસ્તક નું નામ    જીવણ ની મુંઝવણ


                             આપણે જે પુસ્તક ની સમીક્ષા કરીયે છીએ તે પુસ્તક નું નામ છે જીવણ ની મુંઝવણ.આ પુસ્તક ના નામ ઉપર થી જ અનુમાન લગાવી શકાય છે કે આમાં કંઈક મુંઝવણ ની વાત કરવામાં આવી છે. ખુબ સરસ રીતે પ્રસંગો ને રજુ કરવામાં આવેલ છે.આ એક મનોવૈજ્ઞાનિક નવલકથા છે. જેમાં કહાની નું મુખ્ય પાત્ર ની મુંઝવણ લેખકે સપના વડે રજુ કરી છે. માણસ જાગતા જે મેળવી શકતો નથી તે હંમેશા સપના માં પામવાનો પ્રયત્ન કરે છે. તેની ઈચ્છા ઓને અર્ધચેતન મન માં ધકેલતો રહે છે. અને સતત સંઘર્ષ કરતો રહે છે. જીવણ ની મુંઝવણ કંઈક આવી જ મુંઝવણ ને પ્રસ્તુત કરે છે.


   *    બાહ્ય લક્ષણો


પુસ્તક ના લેખક નું નામ


-ડૉક્ટર આઈ. કે. વીજળીવાળા

         બાળરોગ નિષ્ણાત 


પુસ્તક ની પૃષ્ઠ સંખ્યા


                               જીવણ ની મુંઝવણ પુસ્તક ની પાના ની સંખ્યા ૧૯૮ છે, જેમાં શરૂઆત માં પ્રસ્તાવના આપવામાં આવી છે. તેમજ નિનાબેન ભાવનગરી નો લેખક દ્વારા આભાર માનવામાં આવ્યો છે.પ્રસ્તાવના ની શરૂઆત કંઈક આ રીતે કરવામાં આવી છે જે ખુબ સુંદર છે   મે એવું સપનું જોયું કે જેમાં હું પતંગિયું હતો અને આકાશમાં અહીંથી તહીં ઊડાઊડ કરતો હતો. પછી હું જાગી ગયો.

                                   હવે હું દ્વિધામાં છું કે હું એ માણસ છું કે જેણે પોતે પતંગિયું હોય એવું સપનું જોયું હતું કે પછી હું એ પતંગિયું છું જે પોતે માણસ છે એવું સપનું જોઈ રહ્યું છે ?’કહાની માં જે રજુ થવાનું છે તેનો આભાષ અહીંથી થાય છે

                           .તેમજ ઊંઘ ની ચાર અવસ્થા ની વાત કરવામાં આવી છે. પહેલા ત્રણ તબક્કા ને એન. આર. ઈ. એમ કહેવામાં આવે છે. ચોથા તબક્કા ને આર. ઇ. એમ તરીકે ઓળખવામાં આ છે. સાચા લગતા સપના ની વાત પ્રસ્તાવના માં છે 


પુસ્તક ની આવૃત્તિ


ડૉક્ટર આઈ કે વીજળીવાળા ની મનોવૈજ્ઞાનિક નવલકથા પ્રથમ આવૃત્તિ જૂન ૨૦૨૦ અને પુનમુદ્રણ ડિસેમ્બર ૨૦૨૧ માં કરવામાં આવ્યું હતું.


પ્રકાશક


ડૉ. આઈ. કે. વીજળીવાળા (એમ.ડી.પેડ.) કિલ્લોલ હૉસ્પિટલ, ડૉક્ટર હાઉસ, કાળા નાળા, ભાવનગર-૩૬૪ ૦૦૧* પુસ્તક ની બાંધણી


 જીવણ ની મુંઝવણ  પૂસ્તક ની બાંધણી ખુબ જ સરસ રીતે કરવામાં આવી છે. બાંધણી પુસ્તક નું આયુષ્ય વધારી નાંખે તેવી મજબૂતી સાથે કરવામાં આવી છે.


મુખપૃષ્ઠ


જીવણ ની મુંઝવણ પુસ્તક નાં મુખપૃષ્ઠ પર ઘડિયાળ ના કાંટા ઉપર ના અંકો નું ચિત્ર આપવામાં આવ્યું છે.આ અંકો ની ઉપર પુસ્તક નું નામ અને તેનો પ્રકાર લખવામાં આવ્યો છે. તેમજ નીચે ની બાજુમાં લેખક નું નામ છે.


અંતિમપૃષ્ઠ


જીવણ ની મુંઝવણ પુસ્તક નાં છેલ્લે પાના ઉપર ડૉક્ટર આઈ કે વીજળીવાળા એ લખેલા અન્ય પુસ્તકો નાં નામ સાથે નાં ચિત્રો આપેલા છે.જેમાં પંખી જગત ને આવરી લેતી એક રૂપકકથા અને ઇજીપ્ત વંશ ની રોમાંચક નવલકથા ની આખેનાતન ની વાત છે. તેમજ વાચકો માટે લેખક નો નાનો એવો વિચાર પણ રજુ કરવામાં આવ્યો છે. માનવી ના મનની વાત કરવામાં આવી છે. નાયક ની મુંઝવણ પ્રત્યેક માણસ અનુભવે છે તે વાત પણ કરવામાં આવી છે. સાયકોલોજી અને માનવમન નો સમન્વય કરતુ આ પુસ્તક ગુચવડો ઉભો કરશે તેની વાત લેખક દ્વારા કરવામાં આવી છે.


પુસ્તક નું કદ


પુસ્તક નો આકાર લંબચોરસ રાખવામાં આવ્યો છે.

આ પુસ્તક નું  વજન ઓછું હોવાથી આને સહેલાઈ થી ઉંચકી શકાય છે અને એક જગ્યા એથી બીજી જગ્યા ઉપર સહેલાઈ થી હેરફર કરી શકાય છે.


પુસ્તક ની કિંમત


 જીવણ ની મુંઝવણ પુસ્તક ની કિંમત માત્ર ૧૮૦ રૂપિયા રાખવમાં આવેલી છે જે પ્રમાણે માપ ની કહી શકાય સામાન્ય માણસ પણ પુસ્તક ખરીદી શકે અને વાંચી શકે છે. પુસ્તક ની કિંમત પ્રમાણ માં યોગ્ય છે.
પુસ્તક નું આવરણ


જીવણ ની મુંઝવણ પુસ્તક નું આવરણ ખુબ જ સરસ છે. પુસ્તક નું શરૂઆત નું પાન ખુબ જ મજબૂત અને સુંદર છે તેમજ અંદર આપવામાં આવેલ પાના ઓની ગુણવતા પણ ખુબ સારી છે જે લાંબા સમય સુધી ટકી રહે તેવી છે.આમ પુસ્તક નું આવરણ સારું છે
પુસ્તક નું છાપકામ


ડૉક્ટર આઈ કે વીજળીવાળા રચિત પુસ્તક જીવણ ની મુંઝવણ નું છાપકામ ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. છાપકામ યોગ્ય ફોન્ટ અને સાઈઝ માં કરવામાં આવેલું છે. યોગ્ય રીતે વાંચી શકાય તેવું છાપકામ કરવામાં આવેલું છે.પુસ્તક નો આકાર


જીવણ ની મુંઝવણ પુસ્તક નો આકાર લંબચોરસ રાખવામાં આવ્યો છે. આકાર યોગ્ય અને હાથ માં રાખી શકાય તેવી રીતે રાખવામાં આવેલ છે
આંતરિક લક્ષણો


પુસ્તક ની વિષયવસ્તુ =

                           પુસ્તક ની વિષય વસ્તુ ખુબ જ સરસ અને પ્રભાવી છે. સપના દ્વારા લેખકે બે જિંદગી ઓ નું વાસ્તવિક ચિત્ર દુનિયા ઉભી કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. નાયક પોતે એક સપના મા અમીર છે. પોતે કંપની નો માલિક છે. ઘર, ગાડી, પૈસા, બંગલો, નોકર ચાકર બધું જ આ નાયક પાસે છે પત્ની છે પુત્રો છે. આ અમીર પાત્ર પાસે ભૌતિક સુવિધા ઓ બધી જ છે છતાં તેની પાસે શાંતિ નથી. પોતાના જ ઘર મા કોઈ તેની પરવા કરતુ નથી. બઘા પોતપોતાની રીતે જીવન જીવે છે. પોતે બાળકો ના પિતા હોવા છતાં બાળકો તરફ થી જે પિતા ને માન સન્માન મળવું જોઈએ તે એમને મળતું નથી. દીકરો પોતે ડ્રગ ના રવાડે ચડ્યો છે. તે પોતાના પિતાને સહેજ પણ માન આપતો નથી. તેના કારણે પોલીસ વાળો બેઈમાન તેમના પાછળ પડી જય છે અને પૈસા પડાવે છે, છોકરા ને નશો કરવા જોઈતો જ હોવાથી પૈસા ખર્ચ કરી ને પણ તેની સગવડ કરવી પડે છે. દીકરી પણ એવી જ છે તે ક્યારેય  પોતાના પિતાની વાત સંભાળવા તૈયાર જ નથી. તે તેના સાથી ને જરૂર પડતા ૨૫ લાખ નો ચેક લેવા આવે છે. નાયક તેને મળવાનું કહે છે ત્યારે તે ગુસ્સે થાય છે. પત્ની પણ ખુબ જ ગુસ્સા વાળી છે જે વાતે વાતે તેનાથી ઝઘડો કર્યા કરે છે. આજ સુધી કયારેય તેમની વચ્ચે કોઈ બાબતે સહમતી થઈ નથી. એક ઉત્તર તો એક દક્ષિણ છે. પોતાના પિતા ની કંપની હોવાથી અને કંપની માં ભાગીદારી વધારે હોવાથી કંપની માં પણ આ અમીર નાયક નું કસું ચાલતું નથી અને લાચાર બની ને તેને પોતાનું જીવન વ્યતિત કરવું પડે છે, બધું  હોવા છતાં તેની પાસે કસું નથી એવુ તેને લાગે છે.

                રાત્રે જયારે તે ઊંઘે છે ત્યારે જ તેને એક બૂમ સાંભળાઈ છે અને તે ઊંઘ માંથી જાગી જાય છે. જાગી ને જુવે તો ખુબ પ્રેમાળ પત્ની છે. પોતાના પિતા નું કહેવા વાળા બે બાળકો છે. પોતે જે કંપની માં કામ કરતો હતો ત્યાંથી તેને છૂટો કરવામાં આવ્યો છે. નાયક પાસે કોઈ કામ નથી. છોકરો પરીક્ષા ની તૈયાર કરે છે અને હોશિયાર પણ એટલો છે કે પાસ થઇ જાય એમ છે. છોકરી પણ સરસ ભણે છે. છોકરો પોતાનો ખર્ચ કાઢવા માટે બાજુમાં ટ્યુશન આપે છે. બાળકો ની ફી ભરવા માટે પૈસા નથી. ઘરમાં કોઈ પણ પ્રકાર ની બચત પણ નથી. નાયક મુંઝયેલો રહે છે. કામ માંગવા માટે પોતાની સાઇકલ પર ગણા ધક્કા ખાય છે પણ ક્યાય કામ મળતું નથી. એક દિવસ કામ ના મળવાના કારણે અને બાળકો ની ફી ભરવાનો દિવસ નજીક આવી જવાથી નાયક એક વ્યસની પદાર્થ વેચવા માટે પ્રેરાય છે. પોતે જયારે આ વ્યસની પદાર્થ વેચી અને તે પૈસા ઘરે લઈને જાય છે ત્યારે તેમની પત્ની ઘરની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં આવા પૈસા આવવાથી દુઃખી થાય છે, જયારે પેલો વ્યક્તિ બીજી વાર આવું કામ સોંપવા આવે છે તયારે તે પૈસા પાછા આપે છે.દુઃખ માં અધિક માસ એમ પરીક્ષા ની તૈયારી કરતો હતો તેનો પગ ભાગી જાય છે. આવા સમયે નાયક નો મિત્ર મદદ કરે છે. મિત્ર ની પરિસ્થિતિ પણ એટલી સારી નથી. તેણે પોતાની દીકરી ના લગ્ન માટે પૈસા બચાવ્યા હતા તેમાંથી મદદ કરે છે, અને કહે છે દીકરી ના લગન માં બે  વસ્તુ જમવાની ઓછી બનાવશુ. આવો મિત્ર મળવાથી નાયક ની આંખ માં પાણી આવી જાય છે. પોતે પોતાને ભાગ્યશાળી માને છે કે પોતાની પાછે પૈસા નથી પણ મદદ કરનાર, સુખ દુઃખ માં સાથ આપનાર ઘણા લોકો છે. તે પોતાને ભાગ્યશાળી માને છે. તેની પાસે પૈસા, ગાડી, નોકર, ચાકર નથી પણ મુશ્કેલી માં સાથ આપનાર મિત્રો, પોતાનું માનનારા બાળકો, બધી રીતે સાથ થી સાથ  મિલાવનાર પત્ની છે.

                        જ્યારે નાયક સુવે છે અને પોતાને જાહોજલાલી માં ઉભો જુવે છે. જ્યાં નથી પ્રેમ કે નથી આદર. આમ આ વિષય વસ્તુ ચાલે છે.

         લેખકે ખુબ જ સરસ રીતે અમીરી અને ગરીબી ની પરિસ્થિતિ નું વર્ણન કર્યું છે. આખી નવલકથા વાંચતા મગજ ચકરાવે ચડી જાય એમ છે.વિષયવસ્તુ ની રજૂઆત


વિષયવસ્તું ની રજૂઆત અલગ અલગ સપના રૂપે કરવામાં આવી છે. એક સપના માં અમીરી ની દુનિયા અને બીજા માં ગરીબી ની દુનિયા ની લેખક શેર કરાવે છે 


ભાષાશૈલી


જીવણ ની મુંઝવણ પુસ્તક ની ભાષાશૈલી ખુબ જ સચોટ અને સુંદર રીતે કરવામાં આવેલિ છે. આખું પુસ્તક ગુજરાતી ભાષા મા લખેલુ હોવાથી વાંચન માં સરળતા રહે છે. માત્ર ગુજરાતી ભાષા જ જાણનાર વ્યક્તિ પણ અર્થગ્રહણ સાથે સમજ મેળવી શકે છે.
જીવન ઉપયોગી મૂલ્યો


આપેલ અલગ અલગ પ્રસંગો માંથી અલગ અલગ પ્રેરણા પ્રાપ્ત થાય છે. લેખકે ખુબ સરસ રીતે તે રજુ કર્યા છે.પૈસા થી બધું સુખ નથી મેળવી શકાતું. પૈસા હોય ત્યાં સુખ ના પણ હોય. હરામ ની કમાણી હરામી જ લઈ જાય છે. પૈસા થી સારા સંસ્કાર આપી શકતા નથી. સારા કર્મ કરનાર ની ભગવાન હંમેશા મદદ કરે છે. સાચા મિત્રો દુઃખ ના સમયે હંમેશા મદદરૂપ બને છે.


ચિત્રોનું પ્રમાણ


જીવણ ની મુંઝવણ મા ચિત્રો અંદર ની બાજુ આપવામાં આવેલ નથી શરૂઆત નાં મુખપૃષ્ઠ અને અંતિમપૃષ્ઠ શિવાય કયાય પણ ચિત્ર આપવામાં આવેલ નથી.


ખુબ જ પ્રેરણાદાયક પુસ્તક છે, ખાલી પૈસા હોવાથી કોઈ સુખી નથી અને માત્ર પૈસા ના હોવાથી ભૌતિક સુવિધા ઓ ના હોવાથી કોઈ દુઃખી નથી હોતું. પરસ્પર નો પ્રેમ, આદર સન્માન, વિનમ્ર ભાવ, બીજા ના દુખે દુઃખી થવાની ભાવના, લાગણી ઓ, સ્નેહ, ગમે તે પરિસ્થિતિ નો સામનો બહાદુરી થી કરવો વગેરે બાબતો ને વળી લેતું  જીવણ ની મુંઝવણ નામનું પુસ્તક ખુબ જ રસપ્રદ અને પ્રેરણા પુરી પાડનાર છે.