-->

Join WhatsApp

શેભર ગોગા મહારાજ મંદિર નો ભવ્ય ઇતિહાસ

શેભર ગોગા મહારાજ મંદિર |shebhar goga maharaj mandir| શેભર ગોગા મહારાજ મંદિર નો ઇતિહાસ |shebhar goga maharaj etihas|

    શેભર ગોગા મહારાજ મંદિર નો પ્રાચીન અને ભવ્ય ઇતિહાસ જાણો 

ગોગા મહારાજ મંદિર 
           મહેસાણા તાલુકા માં ખેરાલુ નજીક તેમજ મુક્તેશ્વર ડેમ થી થોડાક જ કી.મી દૂર ગોગા મહારાજ નું અતિ ભવ્ય મંદિર આવેલું છે. કુદરતી વાતાવરણ થી ઘેરાયેલું આ મંદિર અહીં આવનાર ને પરમ શાંતિ પમાડનારુ છે. ચારેબાજુ લીલાછમ ઝાડ, ડુંગરો તેમજ નજીક માંથી પસાર થતી નદી અને ભક્તિનું વાતાવરણ મંત્રમુગ્ધ કરી નાંખે તેવું છે.અહીં પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે. આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. દૂર દૂર થી લોકો આ ભવ્ય મંદિર ના દર્શનાર્થ અહીં આવે છે. અને ધન્યતા ની લાગણી અનુભવે છે.શેભર ના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે.

 ગોગા મહારાજના મંદિર નિર્માણ ની કથા  

                           ઘણા વર્ષો પહેલા ની વાત છે. આજે હર્યુભર્યું લાગતું મંદિર પહેલા ના સમય માં ઉજ્જડ હતું. તેમજ હાલનું શેભર ગામ તે સમયે શેભર નગરી તરીકે ઓળખાતુ હતુ તે નગરીની જહોજલાલી હતી.નગરી ખુબ જ ધન થી સમૃદ્ધ હતી. તેની ખ્યાતિ ચારેબાજુ હતી. લાકો સુખી જીવન જીવતા હતા. એક વાર આ નગરી માં એક ઘટના ઘટે છે.નગરી માં કોઇ ચોરી બાબતે નિર્દોષ વાણીયો પકડાયો હતો તે વખત ના શેભર નગરી ના રાજાએ વાણીયા ને હદપારની સજા જાહેર કરેલ હતી.વાણીયા એ ચોરી ના કરી હોવા છતાં પણ તેને સજા કરવામાં આવી હતી આથી વાણીયો ખુબજ દુઃખી થયો અને તેને શોક ક૨તો જોઇ કોઇ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામ માં એક ભરવાડ ની દીકરી ગોગા મહારાજ ની સેવા પૂજા કરે છે. વાણિયો ખુબ જ દુઃખી હતો. તેણે પેલા ભક્ત ની વાત માની.ડુબતો માણસ તણખલું ઝાલે એ રીતે આશા ના તાંતણે બંધાયેલો વાણીયો ભરવાડ ની પાસે જાય છે.



                                                    વાણીયો તે ભરવાડ ના ઘરે જાય છે અને ગોગા મહારાજ ના દર્શન કરે છે અને પોતાની સાથે થયેલી દુખદ ઘટનાની ની બધી વાત દીકરીને કહી સંભળાવે છે.ગોગા ની કૃપાથી ભરવાડ ની દીકરી વાણીયા ને આશીર્વાદ આપે છે અને કહે છે કે જા તારી સજા માફ થશે ને રાજા તારું બહુમાન ક૨શે સન્માન કરશે.અને સાચા ગુનેગાર તારા જતાં પહેલાં પકડાઇ જશે વાણીયો આ આશીર્વાદ મળવાથી ઘણો ખુશ થાય છે અને તે શેભર નગરી માં પાછો ફરે છે, તે નગરી માં પ્રવેશ લે તે પહેલા જ તેને સમાચાર મળે છે કે અસલી ચોર પકડાઇ ગયો છે અને વાણીયા ને ઇજ્જતભેર મુનીમ બનાવવામાં આવે છે અને રાજકારભાર પણ સોંપવામાં આવે છે .આમ રાજા દ્વારા વાણીયાનું બહુમાન કરવામાં આવે છે.આથી વાણીયો ખુબ ખુશ થઈ જાય છે, તેના આનંદ નો પાર રહેતો નથી.ગોગા મહારાજ તરફ ની તેની શ્રધ્ધા અનેકઘણી વધી જાય છે. આથી તે ફરીથી મારવાડ ના શેભર ગામે જાય છે ભરવાડ ની દીકરી ને વંદન કરી વિનંતી કરે છે કે મારે ગોગા મહારાજ ને મારી શેભર નગરી માં લઇ જવા છે.

                              વાણીયા ની શ્રદ્ધા જોઈને ભરવાડ ની દીકરી ગોગા મહારાજ ને વાણીયા ની વિનંતી જે હતી તે કહી સંભળાવે છે પણ ગોગા મહારાજ શેભર નગરી માં જવા માટે ની ના પાડી પરંતુ વાણીયો ખાલી પાછો જાય તેમ ન હતો તેણે મહારાજ ને ઘણી આજીજી વિનંતી કરી અને સોના ની મુર્તિ બનાવવાનુ કહ્યું ગોગા મહારાજ વાણીયા ની અતિશય આગ્રહને વશ થઇ વાણીયા સાથે તેની નગરી માં આવવા સંમત થયા પરંતુ સોના ની મૂર્તિ બનાવવાની પરવાનગી આપી નહીં અને મહારાજે કહ્યું કે

           શેભર નગરી નો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઇ ને લીધે નાશ થશે એટલે મારી ઇચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વશ થઇ આવવાનુ વચન આપું છુ.      

                   આ સાંભળી અને વાણિયો ખુબ ખુશ થયો. તેની ઈચ્છા પૂર્ણ થઈ.ખુશ થતો વાણીયો ત્યાંથી ગોગા મહારાજ ની દીવાની જ્યોત શેભર લઇ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાત ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રધ્ધાપૂવૅક સેવા પૂજા કરવા લાગ્યો.તે ખુબ જ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરતો હતો 

                               વાણીયા એ ખુબ સેવા કરી પરંતુ શેભર ગોગા મહારાજે કરેલી ભવિષ્યવાળી મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપૂરના નવાબે ચડાઇ કરી અને શેભર નગરી નો રાજા હારી ગયો. આ યુદ્ધ પછી વિજયી રાજાના લશ્કરે શેભર નગરી નો નાશ કર્યો, જાહોજલાલી ને ખુબ મોટા પ્રમાણ માં નુકસાન પોહચાડ્યું આથી એક સમય ની સમૃદ્ધ કહેવાતી શેભર નગરી ઉજ્જડ બની ગઇ.ગોગ મહારાજ ની લક્ષ્મી નારાયણ સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી.આ મૂર્તિ લાંબા સમય સુધી તેમની તેમ સ્થિતિ માં રહી.

             આશરે ૫૦૦ વર્ષ અગાઉ ચાણસોલ ગામ ના કેટલાક ચૌધરી જ્ઞાતિ ના મુંજી તથા બહેરા અટક વાળા ખેડુતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઇ રહ્યા હતા. તે ખેડૂતોમાંથી એક ખેડૂત ને આ પથ્થર દેખાયો. ખેડુતને આ પથ્થર જોઇને વીચાર આવ્યો કે આ પથ્થર કંઇક કામમાં આવશે.તેથી આ ઊંધા પથ્થર ને જેમ હતો તેમ ગાડામાં ભર્યાં તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડુ ચાલતાં ચાલતાં થોડું આગળ ગયું અને અચાનક એક ખેડુત ધુણવા લાગ્યો ધુણતા ધુણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરી નો ગોગો છુ અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે. બીજા ખેડુતોએ કુતુહુલવશ આ પથ્થર ફેરવી ને જોયું તો ખરેખર ગોગ મહારાજ ની સાત ફેણવાળી મૂર્તિ હતી.

                                     ગોગ મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડુ ઉભુ રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો.આમ ખેડુતો આગળ ચાલ્યા વાતો વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઇ ગયું અને વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડુ ઉભું રાખ્યું. આરામ કર્યા બાદ ગાડુ આગળ ચલાવવા ગયા તો ગાડુ આગળ વધ્યું નઇ, ઘણા પ્રયત્નો કર્યા પણ ગાડું આગળ વધ્યું જ નહી આથી તેઓને ગોગા મહારાજ નુ વચન યાદ આવ્યું અને ભુલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. ના છુટકે આ સાત ફેણવાળી ગોગા મહારાજ ની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલા નીચે ભકત ચૌધરી ખેડુતોએ કરી.


મંદિર નો પ્રવેશદ્વાર

ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજ ની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ શેભર નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંક૨ બેસેલા છે.શંક૨ ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે. તે વડમાં બ્રહ્મા,વિષ્ણુ,મહેશ વિરાજમાન છે. એમ કહેવાય છે કે આ વડલામાં તેનો સમસ્ત પરિવાર છે. શેષનારાયણ રૂપે દેવ બિરાજમાન છે. લાભપાંચમ ના દિવસે મોટી સંખ્યા માં ભક્તો આ મંદિર ના દર્શન કરવા માટે આવે છે. અહીં લોકો પગપાળા પણ આવે છે. શેભર માં બે મંદિર આવેલ છે એક જુના ગોગા મહારાજ ના નામે ઓળખાય છે.કુદરત ના ખોળે આવેલ આ મંદિર ખુબ ભવ્ય અને રમણીય છે. નવા વર્ષ ના દિવસે ઘણા લોકો આ મંદિર દર્શન કરે છે. આ દિવસે અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે.