-->

Join WhatsApp

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા?

 

ગિરનારના ૯૯૯૯ પગથિયાં  ક્યારે અને કોને બનાવ્યા?

  
                      જાણો તેનો આખો ઇતિહાસ
          
             :::::::::::::::::::::::::::::::::::::::::::
મિત્રો..
જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર,
ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે.
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે.

તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને યાત્રા કરવા માટે ગયા હશો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે....
આ બધા પગથિયા કોણે બનાવ્યા ?
કેવી રીતે બનાવ્યા?
તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ.
મિત્રો
ગીરનાર તથા તેના પગથિયા ના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમા નો પણ આનંદ માણે છે.

આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા. પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું. દૂધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો.

જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું.” પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું. એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી.

તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા. અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા. તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો. તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી.

બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો. ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવા ના પગથિયા બનાવી શકુ. જેથી હું મારા પિતા ને આપેલ વચન માંથી મુક્ત થઈ શકું.

તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો, દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રી ને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે. અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે.

આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણ ની અંદરટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો. આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાટ કઈંક સહેલી થઈ.

તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બેહદ મંત્રીના કારણે ગિરનાર ની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ. એ માણસને ખુબ ખુબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથીયા બનાવડાવ્યા.
જેના લીધે આપણે ખૂબ આસાનીથી શ્રી નેમિનાથદાદા, શ્રી અંબિકા માં તથા દત્તાત્રેયનાં દર્શન કરી શકીએ છીએ.

*ગિરનાર સીધા રોપ વે થી ચડી જવાથી આપણે શું ગુમાવીશું ? –

                       

ગિરનાર સીધા રોપ વે થી ચડી જવાથી આપણે શું ગુમાવીશું ?

(૧) ગિરનારની એક એક શીલા જાગૃત છે એટલે કે જીવંત જોગી સ્વરૂપ છે. અહીં દરેક શીલાઓ પર ગિરનારી સિધ્ધોનાં તપ પડયાં છે.જેનાં દર્શન માત્ર થી ઉર્જાનો અનુભવ થાય છે. ૨૪૫૦ પગથિયે હાથી પથ્થર અને ૨૬૦૦ પગથિયે રાણકદેવીની શીલા અતિ વિખ્યાત છે.આસપાસ ફેલાયેલી અઢારે ભારની દુર્લભ વનસ્પતિઓનાં દર્શન થાય છે. જેમકે, કેટલાંક યાત્રિકો કાંટાસૂરિયાના પીળાં ફૂલો ચૂંટી લઈને દત્ત મહારાજની ચરણ પાદુકાએ ચડાવતાં હોય છે.

(૨) યાત્રિકો જ્યારે સીડીથી ગિરનાર ચડે છે ત્યારે પ્રથમ પ્રાચીન ચડાવવાવ હનુમાનજીના દર્શન કરતાં હોય છે. ૨૫- ૩૦ પગથિયે ત્રિગુણેશ્વર મહાદેવ અને તેના મહાન સંતોની સમાધિઓ આવે છે અને ૮૫ પગથિયે પાંચ પાંડવની જગ્યા આવે છે. અહીં ભૈરવદાદાનું સ્થાનક, લક્ષ્મણભારથી બાપુની સમાધિ અને ધૂણો આવેલાં છે.

(૩) ૨૦૦ પગથિયે જૂનું તપસી પરબ કે ચૂના દેરી છે. અહીં ઉર્ધ્વબાહુ પરમહંસ બાપુની ફૂલ સમાધિ છે. બાપુ સમર્થ સંત હતા અને શિહોરના ગૌતમેશ્વરની ગુફામાં રહેતા. હમણાં સાવજે ફાડી ખાધાં તે સીતારામ બાપુ અહીં બેઠાં રહેતાં.

(૪) જુદાં જુદાં પગથિયે જે પાણીના પરબ છે તે હકીકતે અલગ અલગ ઍન્ગલથી પ્રકૃતિનો વૈભવ માણવાના પોઈન્ટ છે.
જેમ કે, ૫૦૦ પગથિયે છોડિયા પરબ, ૧૫૦૦ પગથિયે ધોળી દહેરી, ૧૯૫૦ પગથિયે કાળી દહેરી. જો કે હાલ અહીં પરબ નથી પણ વનખાતાની વિશ્રામ કુટિરો છે.

(૫) જૂની કઠિયારાઓની કેડીઓ વનમાં સરી જતી જોવી એ પણ એક લ્હાવો છે. જેમકે,૧૨૦૦ પગથિયેથી ચોરઘોડી થઈને ખોડિયાર માતાજી અને બોરદેવી. ૧૫૦૦ પગથિયેથી પાંચવીરડાના ખોડિયાર અને ૨૦૦૦ પગથિયેથી વેલનાથ બાપુની સમાધિ તરફ જતી કેડી. અહીં વાઘનાથબાપુની ગુફા અને આરાધના ગુફા પણ છે. અહીંથી એક કેડી શેષાવન તરફ જાય છે. જોકે હાલ અભયારણ્ય હોવાથી જંગલનો આ પ્રતિબંધિત વિસ્તાર છે.

(૬) ૨૨૦૦ પગથીયે ભરથરીની ગુફા અને ધૂણો છે. તેની પાછળ અન્ય એક ગુફા બ્રહ્માનંદજીની છે.

(૭) ૩૨૦૦ પગથિયે વિશાળ શીલાના ભેખડામાં કબૂતરખાનાની સુંદર કુદરતી રચના છે.

(૮) ૩૫૦૦ પગથિયે પંચેશ્વર મહાદેવ, પાણીનું ઝરણ, દત્ત ગુફા વગેરે આવે છે.

(૮) માલી પરબમાં પુરાતન રામ મંદિર છે. અહીં સંવત ૧૨૨૨નો શીલાલેખ છે.

(૯) જૈન દેરાસરોની બાજુમાં પાણીના કુંડ અને વાવો છે. જેમકે ભીમકુંડ, ડોકટર કુંડ, ગિરધર કુંડ, જ્ઞાનવાવ, દેડકીવાવ વગેરે.

(૯) અંબાજી ચડી ગયા પછી ગૌમુખી ગંગા, પથ્થર ચટ્ટી, સેવાદાસબાપુની જગ્યા, આનંદ ગુફા, મહાકાલબાપુની ગુફા, નાગી માતાની દહેરી વગેરાનાં દર્શન કરવા માટે નીચે ઉતરવું પડે.

(૧૦) ગિરનારની શીલાઓમાં કરોડો વર્ષ જૂનાં વનસ્પતિઓનાં અશ્મિ કે ફોસિલ્સ છે. તે સીડી રસ્તેથી જ જોવા મળે.

(૧૧) સિધ્ધ મહાત્માઓ, ભક્તો કે યાત્રિકો સામા મળતાં જાય અને  ‘જય ગિરનારી’ કરતાં જાય એ પણ જીવનનું સદ્ભાગ્ય છે. ક્યારે કોણ ક્યા વેષમાં આવે તે અહીં નક્કી નથી.

(૧૨) શેષાવનની સીડીએથી જતાં ૪૫૦ પગથિયેથી જટાશંકરની કેડી આવે .અહીં સિધ્ધ મહાત્મા ભગવાનદાસ બાપુનો ધૂણો છે. અહીં જ શાન્તાનંદ બ્રહ્મચારીએ કમળપૂજા કરી હતી.

(૧૩) શેષાવનની સીડીએથી જ જતાં ૧૨૦૦ પગથિયે મુનિ મહારાજ ખડેશ્વરી દ્વારા સ્થાપિત હનુમાનજી આવે છે.

આમ, જે પગથિયાં ચડીને જવામાં જે ગિરનારી મોજ છે તે રોપ – વેમાં ન હોય તે સ્વાભાવિક છે. અહીં હજારો વર્ષોથી યાત્રિકો, ભાવિકો, પરિવ્રાજકો પસાર થયા છે. તેની ચરણધૂલિનો સ્પર્શ પણ અહોભાગ્ય પ્રેરક છે.

નમીએ ગિરનાર, તુને વંદીએ ગિરનાર...

◆ ગીરનાર ની પરિક્રમા ◆

     


ગિરનારએ અગ્નિકૃત પર્વત છે.
જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે.

આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે.

ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.

આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.

તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

◆ પરિક્રમાનાં સ્થળ ◆

જૂનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.

બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં.

જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.

ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે.

અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.

ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે.

આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.

યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે...

ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ….

તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.


 • ગિરનાર પર્વત  ગુજરાતનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે.
 જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.

• ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે. આજના આર્ટિકલ માં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું.

• સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પુજા થાય છે. અહીં ‘નાગા બાવા’ઓ શિવરાત્રી ઉજવવા આવે છે. 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે, ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે.

• 12થી 16મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે, જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22મા તીર્થંકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. બીજા 2000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે.હિન્દુઓ, જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણિત દંપતિઓ આશીર્વાદ લેવા આવે છે.

•  છેલ્લા 2000 પગથિયાં માં ડર લાગેછે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે, 100 પગથિયાં નીચે ઉતરીને 100 પગથિયાં ચડતાં બીજું શિખર આવે છે. છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે.

•  ગિરનારએ જ્વાળામુ્ખી દવારા બનેલો પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજ(સિંહ) જગ પ્રસિધ્ધ છે.આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા  કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં  જુદાજુદા સ્થળોએથીલોકો આવે છે.

 •   આ પરિક્રમા કારતક સુદ અગીયારસ ( દિવાળી) થી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે, એની કોઈ પાક્કી માહિતી નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી.

•  ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલીત છે.

 •   આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે ગિરનાર માં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે.

•  શહેરની તમામ સુખ સુવિધાથી , તમામ તણાવથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે  વહેતા ઝરણાઓની સાથે , કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રક્રુતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં   સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.

•  તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

•  યાત્રાનાં છેલ્લા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા  યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે.

•  આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

•  15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયાં તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતાં પથરીલા માર્ગ પર આગળ વધતાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે.

•  તમામ ધર્મોના સ્થપત્યો અહીં જોવા મળે છે. મને તો ગિરનાર એટલે સર્વ ધર્મના મિલન ની જગ્યા જ લાગે.જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરજો.અને આવનારી પેઢીને આપણાં અતુલ્ય વારસા થી માહિતગાર કરજો.

•  ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે.

•  આજે  પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં અત્માધ્યાનમાં લીન રહી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર ૧૦૦-૨૦૦-૩૦૦ એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્યધર્મગ્રંથોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે.

•  આ સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ તથા યક્ષાદિ આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોક્મુખથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક વાતો અહીં જણાવેલ છે.

•  જુનાગઢના ગોરજી કાંતીલાલજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટલાક ભાઈઓએ ગધ્ધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા, તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતાં કેટલાક તો ગાંડા થઇને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છુટતાં રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેત્લાકતો જુનાગઢમાં પહોચ્યાં પછી મૃત્યુ પામ્યા હતાં.

•  ગોરજી કાંતીલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું. તે બ્રાણ પુત્રને શોધતાં શોધતાં ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે. બ્રાણના આક્રંદથી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા, તેમની સહાયથી પેલો બ્રાણપુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતાં તે અઘોરી લંગડો થઇ ગયો, ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા.

એક સાધક આત્મા ગિરનાર માં ભગવાનના ભોંયરામાં સાધના કરવા અનેકવાર આવતાં હતા, ત્યારે એક રાત્રીએ ભોંયરામાં જાપ-ધ્યાનની આરાધનામાં લીન હતા અને ભોંયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી ગયા હતા ત્યારે આકાશ્માર્ગેથી એક દિવ્યપ્રકાશનો પૂંજ ભોંયરામાં ઉતરતો જોયો અને થોડીવાર તે પ્રકાશના પૂંજમાંથી બે ચારણમુનીઓ અવતરતાં દૃશ્યમાન થયા, થોડીવાર ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણમુનીઓ અત્યંત તેજગતિએ આકાશ ભણી ગમન કરતાં નિહાળ્યા હતા.

એક મહાત્માએ ગિરનારની ૯૯ યાત્રા કરતાં કરતાં એકવાર એક વિશિષ્ટ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં અત્યંત શાંત, તેજસ્વી, કદાવરદાર દેહધારી, તેજ વર્તુળવાળા એક દિવ્યસંતના દર્શન કર્યા અને તેમના સ્વમુખે ગિરનાર મહાતીર્થનું અલૌકિક માહાત્મ્ય સાંભળ્યું હતું.

રાજનગર – અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઈને ગિરનારમંડણ શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમિઝરણાં થયા હતા. વળી શ્રી નેમિપ્રભુની પ્રતિમાને ત્રણવાર અંગલુંછણા કરવા છતાં જયારે અમિઝરણાં ચાલુ જ રહ્યા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરી હતી.

ગિરનાર ઉપરની શ્રી પ્રેમચંદજીની ગુફામાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધરેલ છે, શ્રી પ્રેમચંદજી મહારાજ યોગ વિદ્યામાં પ્રવીણ હતા. એકવાર પોતાના ગુરુભાઈ શ્રી કપુરચંદજીને શોધવા માટે તેઓ ગિરનારની આ ગુફામાં આવીને રહ્યા હતા. શ્રી કપુરચંદજી મહારાજ પાસે અનેકરૂપને ધારણ કરવાની તથા એક સ્થળેથી બીજા સ્થળે ઉડી જ


મીનાક્ષી મંદિર નું ગજબ કોતરણી કામ


શેભર ગોગા મહારાજ  ની કથા


કાચું મીઠું ખાવાથી થતા રોગો


રાશિફળ