ગોપાલ નાનપણથી જ અભણ હતો, એનું ભણવામાં જરા પણ મન લાગતું નહીં. ભલે તે અંગૂઠા છાપ હતો, પરંતુ તેને ઘણા લોકો નર્મદ કહીને બોલાવતા કારણકે તેનામાં એક અલગ પ્રકારની જ કલા હતી.તે વ્યવસાયથી એક માળી હતો અને કોઈપણ પ્રકારની જમીન હોય એને તે લીલીછમ કરી દેતો હતો. અને આ કલા માટે ખૂબ જ માહિર હતો. મોટો થતો ગયો એમ તેને કામ પણ મળતું ગયું.અને ગોપાલ ઘરે ઘરે જઈને લોકો ના બગીચા સંભાળતો હતો, અને આ કામ કરીને તે પોતાના જીવનનું ગુજરાન ચલાવી લેતો હતો, તેમજ તે મહેનત પણ ખૂબ જ કરતો. વર્ષોથી હવે બગીચા સંભાળી રહેલા ગોપાલભાઈ ની ઉંમર પિસ્તાલીસ વર્ષ જેવી થઈ ચૂકી હતી પરંતુ આજે પણ પહેલાંની જેમ જ ખૂબ જ પરિશ્રમ કરીને, તેઓ દિવસે દિવસે દરેકના ઘરે જઈને બગીચામાં કામ કરતા.વર્ષોથી બગીચાની સાર સંભાળ માટે નિષ્ણાત બની ચૂકેલા ગોપાલભાઈ એક વખત એક ઉદ્યોગપતિ ની નજરે આવ્યા . તે ઉદ્યોગપતિ શહેરમાં નવા નવા રહેવા આવ્યા હતા.અને તેને પોતાના નવા બનાવેલા ઘર માટે બગીચા ની દેખરેખ કરવા માટે એક માળી ની આવશ્યકતા હતી .એટલે આ ઉદ્યોગપતિ એ ગોપાલભાઈને વાત કરી,તો ગોપાલભાઈ તેને ત્યાં કામ કરવા માટે માની ગયા, પૈસાની વાત પૂછી કે તમે કેટલા પૈસા પગાર તરીકે લેશો ત્યારે ગોપાલભાઈ ચોખ્ખું કહી દીધું કે,તે ઉદ્યોગપતિ તેને રાજી થઈને જેટલા રૂપિયા આપશે એટલા તે ચહેરા પર સ્માઇલ સાથે સ્વીકારી લેશે.પરંતુ ગોપાલભાઈ ના મનમાં તો એક અલગ જ પ્લાન હતો.જો તે ઉદ્યોગપતિના બગીચાનું સારી રીતે કામ કરી શકે તો ત્યાં આજુબાજુમાં એવા જ ઘણા ધનાઢ્ય વ્યક્તિઓના બંગલા હતા અને એનાથી એને નવું કામ પણ મળી શકે તેમ હતું.બીજા દિવસથી પહેલા ઉદ્યોગપતિના ઘરે ગોપાલભાઈ સાયકલ લઈને પહોંચી ગયા. તે પહોંચ્યા અને થોડા સમય પછી ઉદ્યોગપતિને ઓફીસ જવાનું થયું એટલે તે ગાડી લઈને જઈ રહ્યા હતા,ત્યારે ગોપાલભાઈએ તેને રામ રામ કર્યા અને ફરી પાછા બગીચા ના કામ માટે કામ કરવા લાગ્યા.નવું ઘર હતું એટલે બગીચો શેઠની કલ્પના મુજબ બનાવવામાં થોડા દિવસોનો સમય લાગી ગયો પણ થોડા દિવસો પછી ઉદ્યોગપતિએ બગીચા તરફ નજર કરી તો ગોપાલભાઈ ના વખાણ કરતા થાકતા નહીં. કારણ કે આખા બગીચાની કાયાકલ્પ કરી નાખી હતી.બગીચો એવી રીતે સજાવ્યો હતો જાણે કે તે જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય.ગોપાલભાઈ એ પહેલાં જ મગજમાં પ્લાન ઘડ્યો હતો એ પ્લાન પ્રમાણે આજુબાજુના લોકો નો સંપર્ક સાધવા નું શરુ કર્યું અને તેનું કામ જોવું હોય તો તે પહેલા ઉદ્યોગપતિના ઘરે કરેલું કામ દેખાડવા લાગ્યા. બધા લોકો તેનાથી પ્રભાવિત થઈ ગયા અને લગભગ ત્યાં રહેનારા બધા લોકોના ઘરે હવે ગોપાલભાઈને જ બગીચો સંભાળવાનો થતો.થોડા સમય સુધી એમને એમ ચાલ્યું પછી વહેલી સવારે ઘરેથી નીકળી જાય અને મોડી સાંજે પાછા ફરતા ગોપાલભાઈ સાયકલ ચલાવીને થાકી જતા.પહેલા કરતાં કમાણી પણ વધુ થતી એટલે હવે એક મોટર સાયકલ ખરીદી લીધું અને તેમાં જવા લાગ્યા. એટલું જ નહીં થોડા સમય પછી તેને પોતાની નીચે નોકરી કરવા માટે અમુક માણસો પણ નિયુક્ત કર્યા.આ માણસો નિયુક્ત કર્યા છતાં પણ તે માત્ર તેમને ભરોસે કામ રાખતા ન હતા. પરંતુ પોતે પણ પહેલાં જેટલી જ મહેનત કરતા. ધીમે ધીમે સમય વીતતો ગયો અને ગોપાલભાઈ એ અઢળક કમાણી કરી, વધુ ને વધુ માણસો પણ તેની નીચે કામ કરવા લાગ્યા. ધીમે ધીમે માત્ર બંગલા પૂરતું તેનું કામ સીમિત ન રહ્યું. ઘણી એવી નવી બની રહેલી સોસાયટીઓમાં પણ તેઓને વૃક્ષ લગાડવા નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, તેનું કામ પહેલેથી જ સારું હતું જેથી તેને વધુ ને વધુ કામ મળતું ગયું અને તેની કમાણી પણ વધતી ગઈ.ધીમે ધીમે તેને ખૂબ જ કામ મળતું ગયું અને તેઓએ પણ પોતે એક વિશાળ બંગલો બનાવ્યો તેમાં રહેવા લાગ્યા, થોડા દિવસો પછી તેને અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો.તે ફોન ઉપાડી અને જોયું તે ફોન કોનો છે. એ ફોન બીજા કોઈનો નહીં પરંતુ ચાર વર્ષ પહેલાં તેને જે પહેલા ઉદ્યોગપતિનું કામ કર્યું હતું તેનો જ ફોન આવ્યો હતો, તે ફરી પાછું તેના બગીચામાં કંઈક કામ કરાવવા માંગતા હતા.બીજા દિવસે સવારે ઉદ્યોગપતિ પોતાના ઘરેથી બહાર જઈ રહ્યા હતા ત્યારે જ ઘર પાસે એક ચમકતી નવી ગાડી આવીને ઊભી રહી.તે ગાડીમાંથી એક માણસ ઉતર્યો અને તે ઉદ્યોગપતિને રામરામ કર્યા પછી કહ્યું, મને ઓળખો છો કે ભૂલી ગયા? હું ગોપાલ છું... તમારો ગઈ કાલે ફોન આવ્યો હતો...ચાર વર્ષ પહેલા બગીચામાં કામ કરવા આવેલા એક ભાઈ કે જેઓ પોતે જ સાયકલ માં આવ્યા હતા એ આ વખતે નવી ગાડી લઈને આવ્યા એટલે ઉદ્યોગપતિ આશ્ચર્યચકિત થઈ ગયા.એવામાં ગોપાલભાઈ એ કહ્યું શેઠ તમારા કામથી જ મેં શરૂઆત કરી હતી, ઉદ્યોગપતિ તેને ઓળખી ગયા અને હવે તો તેને એવી આશા હતી કે આટલું બધું કામ જે માણસનું વધી ગયું હોય તે હવે મારા બગીચામાં કામ નહીં કરે, અને એના માટે પણ કોઈ માણસો જ આવશે. પરંતુ થોડી જ ક્ષણોમાં તેને એવું જોવા મળ્યું જેની તેને આશા પણ નહોતી.હા પહેલાની જેમ ગોપાલભાઈ હવે એકલા નહોતા તેની સાથે માણસો હતા પણ પોતાના ઓજાર કાઢીને તરત જ માણસો સાથે પોતે પણ બગીચામાં કામ કરવા લાગ્યા. ઉદ્યોગપતિએ આ જોઇને થોડો વધુ રસ લીધો અને થોડો સમય સુધી ત્યાં ઊભા રહ્યા. તેને જોયું કે માણસોની સાથે માણસો જેટલું નહીં પરંતુ તેનાથી પણ વધારે કામ ગોપાલભાઈ કરી રહ્યા હતા.ઉદ્યોગપતિ આ બધું જોઇને હક્કા-બક્કા રહી ગયા કારણકે એક સાધારણ બગીચામાં કામ કરી રહેલો માળી pઆટલી બધી પ્રગતિ કરે તેમ છતાં તેનું વ્યક્તિત્વ પહેલા જેવું જ રહે એક ઘણું અવિશ્વાસનીય હતું. ઉદ્યોગપતિ વર્ષોથી પોતાના ઉદ્યોગમાં ઘણા માણસો સાથે કામ કરી ચૂક્યા હતા પરંતુ ગોપાલભાઈ જેવું વ્યક્તિત્વ પહેલી વખત નજર સમક્ષ જોયું હતું.ઉદ્યોગપતિ તરત જ વિચાર કરવા લાગ્યા કે આપણે બધા લોકો દિલમાં કંઈક મોટું કરવાનું હંમેશા વિચારતા હોઈએ છીએ પરંતુ આપણામાંથી લગભગ બધા લોકો શરૂઆત નથી કરી શકતા અથવા તો ઝીરો થી શરૂઆત કરવામાં ખૂબ જ શરમાઈ જાય છે. દરેક કામ ની શરૂઆત નાના પાસેથી જ થાય છે એની સાક્ષી આ સ્ટોરી છે. એટલું જ નહીં આપણી આજુબાજુ પણ ઘણા એવા ઉદાહરણ જોવા મળશે જે લોકોએ શરૂઆતમાં ખૂબ જ નાના પાયે કામ કર્યું હોય.
Useful ઉપયોગી માહિતી, સરકારી યોજનાઓ,result, health tips, motivational story
Post a Comment