-->

Join WhatsApp

           રિદ્ધિની ઉંમર 24 વર્ષની થઈ ચુકી હતી, બે વર્ષથી તેના લગ્ન માટે પાત્ર જોવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ રિદ્ધિ ને પસંદ પડે તેવો છોકરો હજુ સુધી જોયો ન હતો, રિદ્ધિની કોલેજ ચાલુ હતી અને આ વર્ષે જ પુરી થવાની હતી.

             એવામાં એક છોકરો રિદ્ધિને પસંદ આવ્યો અને છોકરાને પણ રિદ્ધિ પસંદ આવી એટલે વાત આગળ વધી અને પછી બંનેની સંમતિથી તે બન્નેની સગાઇ કરી અને રિદ્ધિની કોલેજ પુરી થાય પછી લગ્ન ગોઠવવામાં આવશે.ખુબ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા, લગ્નના એક મહિના પછી રિદ્ધિ પહેલી વખત પિયર રોકાવા માટે આવી હતી ત્યારે તેનું મોઢું જોઈને પિતા સમજી ગયા કે દીકરીનો ચહેરો કંઈક છુપાવી રહ્યો છે. 

           આખો દિવસ બધા ભેગો વીત્યો પછી રાત્રે એકાંત માં દીકરી પાસે જઈને પિતાએ પૂછ્યું બેટા તારો ચહેરો કેમ એવો છે? તને કંઈ થયું છે?દીકરીએ ના રે ના કંઈ જ નથી. પિતાએ ફરી પૂછ્યું ત્યારે દીકરીએ બધી વાત કરી અને પછી કહ્યું કે મારા અને મારા સાસુ વચ્ચે જરા પણ બનતું નથી, પતિ, સસરા બધા ખુબ જ સારા છે, પરંતુ સાસુ બહુ જ ખરાબ છે, વાતવાતમાં ટોક ટોક કર્યા કરે છે.દીકરીના પિતાને આ થોડી ગંભીર વાત લાગી એટલે કહ્યું કે હું તને આ વાતનું સોલ્યુશન કાલે કહીશ, અને પોતાના રૂમમાં જતા રહ્યાં, દીકરી પણ સુઈ ગઈ.બીજા દિવસે સવારે જાગીને તૈયાર થઈ નાસ્તો કર્યો, તેના પિતા પણ તૈયાર થઈને આવ્યા નાસ્તો કર્યો અને દીકરીને કહ્યું કે હું તને આજે તારા પ્રોબ્લેમ નું સોલ્યુશન આપી દઈશ.

           પિતાએ તેને કહ્યું કે બેટા તારે તારા સાસુ દુશમન બરાબર છે પણ કહેવાય છે કે દુશમન ને હરાવવો હોય તો તેને સારી રિતે જાણવો પડે, તું તારી સાસુ સાથે 3 મહિના સુધી હું કહું તેમ રહેજે અને પછી આપણે તારા સાસુ અને તારા ઘર વિશે બધું જાણીને પછી કેસ કરીશું અને બધાને ફસાવી દઈશું.દીકરીને પણ લાગ્યું કે 3 મહિનાનો જ સવાલ છે, તો તેને હા પાડી અને કહ્યું પણ મારે રહેવાનું કેમ એ તો કહો, ત્યારે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે, જો તારે 3 મહિના સુધી તારા સાસુ અને ઘરના બધા લોકો સાથે એકદમ પ્રેમ થી રહેવું પડશે, તું એક આદર્શ વહુ બનીને રહેજે. અને તારા સાસુ કંઈપણ કહે તો તેની સામે ન બોલતી.અને હા સાસુની ખુબ જ સેવા કરજે, જેથી બધાને એવું લાગે કે તું એક આદર્શ વહુ છે અને એ લોકો જ ખરાબ છે. અને 3 મહિના થાય એટલે પછી આપણે મેં કહ્યું તેમ કરીશુ. દીકરી થોડા દિવસ રોકાઈને ફરી પછી સાસરીમાં રહેવા માટે ગઈ

           સાસરીમાં ગયા પછી રિદ્ધિ એકદમ જાણે બદલાઈ ગઈ. જે વહુને સાસુની વાતો નહોતી ગમતી તે હવે બધું મૂંગા મોઢે સહન કરવા લાગી અને તેના સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ કંઈ કહે તો તે સાંભળી લે અને તેનો જવાબ ગુસ્સા ની જગ્યાએ હસીને દેવા લાગી.વહુ આટલી બદલાઈ ગઈ એટલે એની સીધી અસર તેના સાસુ પર પણ પડી, સાસુને હવે તે વહુ ગમવા લાગી. તે બધા પાડોશી ના મોઢે પોતાની વહુના વખાણ કરવા લાગ્યા.

                   સાસુને પગ દબાવી દેતી તેમજ મજા ન હોય ત્યારે ખુબ સેવા કરતી અને સામે સાસુ પણ કોઈ દિવસ વહુને ઊંઘ આવી ગઈ હોય તો પહેલા જગાડી દેતા અને હવે તેની જગ્યાએ તે વહુને ઓઢાળી દેતા.આ બધું જોઈને વહુને તેની સાસુ સારી લાગવા લાગી, પિતાની વાતો પર હવે થોડો અવિશ્વાસ થવા લાગ્યો વિચાર્યું કે એવું ન કરવું જોઈએ, અને એક દિવસ તેને તેના પિતાને ફોન કર્યો ત્યારે સામે પિતાએ ફોન ઊંચક્યો અને કહ્યું બોલ બેટા, કેસ નથી કરવો ને હવે?

          દીકરીને આશ્ચર્ય થયું, તેને પિતાને કંઈ વાત નહોતી કરીને તેને કેમ ખબર પડી, તેને કહ્યું ના, મને હવે આ ઘર ખુબ જ ગમે છે. અને હું મારા સાસુની ફેવરિટ થઈ ગઈ છું. પિતાએ હસીને કહ્યું, મેં તને પહેલા એમ કહ્યું હોત કે તારે બધું સહન કરવું પડશે અને તારા સ્વભાવ માં પણ સુધારો કરવો પડશે, તો કદાચ તને હું પણ ખરાબ લાગ્યો હોત!પરંતુ તને સમય એ જ શીખવાડી દીધું કે જો તું તારી જાતને બદલી શકીશ તો તારી સાસુ પણ બદલાઈ જશે.જો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો.