-->

Join WhatsApp

Alchemist book review |ઍલ્કેમિસ્ટ પુસ્તક સાર /શારાંશ

Alchemist book rewiew, ઍલ્કેમિસ્ટ પુસ્તક સાર /શારાંશ /ઍલ્કેમિસ્ટ પુસ્તક સમીક્ષા,ઍલ્કેમિસ્ટપુસ્તક વિશે સંપૂર્ણ માહિતી Alchemist book vishe sampurn mahi

Alchemist book review |ઍલ્કેમિસ્ટ પુસ્તક સાર /શારાંશ

પુસ્તક નું નામ :ઍલ્કેમિસ્ટ  ,Alchemist

 લેખક :   paulo coelho

                     પોતાનું સપનું પૂરું કરવાની ઈચ્છા આપણા સૌના અંદર હોય છે.અને એના માટે આપણે સૌ ગણા પ્રયત્નો પણ કરીયે છીએ.આજે આપણે એવી જ સપનાઓ થી અને રહસ્ય થી ભરેલ એક પુસ્તક alchemist ની કહાની નો સારાંશ જાણીશું.આ પુસ્તક ના લેખક છે paulo coelho.

                                       આ પુસ્તકે ગણા લોકો ના જીવન માં પરિવર્તન લાવ્યું છે.આપણા માંથી ઘણા લાકો એવા હોય છે જેમને પોતાના જીવન નું ધ્યેય મળતું નથી.ક્યારેય લક્ષ્ય હોય છે પણ તેને મેળવવા માટે નો હોશલો તેમની અંદર નથી હોતો.એવી કઈ મુંઝવણો હોય છે જે સપના ઓ ને પુરા કરતા રોકે છે.એવા ઘણા પ્રશ્નો ના જવાબો આ પુસ્તક થી મેળવી શકાય એમ છે.આ પુસ્તક માંથી પ્રેરણા અને જીવન માટે નવો અભિગમ પણ મળે છે.જીવન માં આવતી સમસ્યા ઓનો સામનો કેવી રીતે કરી શકાય તે આ પુસ્તક ના સાર પરથી જાણીએ.આ વાંચીને તમે જાણી શકશો કે સ્નેહ, લક્ષ્ય અને સફર શું હોય છે

 પુસ્તક નો સાર /શારાંશ              


                                   Alchemist પુસ્તક માં સેન્ટીયાગો નામના એક યુવાન ની વાત છે જે ઘેટાં ચરાવતો હોય છે.જે સ્પેન ના એક ગામ માં રહેતો હતો.સેન્ટીયાગો ને દુનિયા ફરવા નો ખુબ શોખ હતો. તેને પુરી દુનિયા જોવી હતી. તેના પિતાએ એક વખતે તેને સલાહ આપી કે જો તારે દુનિયા ફરવી હોય તો તું ભરવાડ બની જા. અને સેન્ટીયાગો ત્યાર થી ભરવાડ બની ગયો.અને પોતાના ઘેટાં ઓની સાથે એક ગામે થી બીજા ગામે જવા લાગ્યો.ભરવાડ બનવાથી એને બે ફાયદા થયા એક તો એનો ફરવાનો શોખ પૂરો થતો હતો બીજું કે તે ઘેટાં નું ઉન વેચી અને તેમાંથી પૈસા પણ મેળવી શકતો હતો.

                         દરરોજ ના જેમ આ વખતે પણ તે પોતાના ઘેટાં ની સાથે ફરવા નીકળ્યો હતો. ફરતા ફરતા અંધારું થઈ ગયું. આથી સેન્ટીયાગો એ પોતાના ઘેટાં ઓને નજીક ના એક ચર્ચ માં છોડી દીધા અને પોતે એક ઝાડ ની નીચે જઈને ઊંઘી ગયો.ઊંઘતા ની સાથે જ તેને સપનું આવે છે જે સપનું તેને રોજ આવતું હતું. સપના માં કોઈક તેને પિરામિડ પાસે લઈ જાય છે અને કહે છે કે અહીં તારા માટે ખુબ જ ખજાનો રાખ્યો છે.અને જ્યારે જેવો જ એ ખજાના ની પાસે પોહ્ચવા થાય છે કે તેની ઊંઘ ઉડી જાય છે અને તે જાગી જાય છે.

                



          આ સપનું આવવાથી સેન્ટીંયાગો ખુબ બેચેન થઈ જતો કારણ કે તેને ખબર હતી કે તેનું આ સપનું ક્યારેય પૂરું થતું ના હતું.આ બધી બાબતો વિશે તે વિચારી જ રહ્યો હતો કે તેને ચર્ચ માં એક મહિલા દેખાય છે. આ મહિલા વિશે એવુ કહેવાતું હતું કે આ તે બીજા ના સપના ઓના અર્થ પણ બતાવતી હતી.મહિલા સેન્ટીંયાગો ને પોતાના સાથે ચર્ચ માં લઈ ગઈ. સેન્ટીંયાગો ભગવાન ની સામે પ્રાર્થના કરતો ઉભો હતો.તેવામાં જ તે મહિલા તેની પાસે આવી અને તેનો હાથ જોવા લાગી.જેવો હાથ પકડ્યો કે સેન્ટીંયાગો પહેલા તો ડરી ગયો પણ પછી મહિલા એ કહ્યું કે તું તારા સપનાઓ વિશે જાણવા માંગે છે, ત્યારે સેન્ટીંયાગો ને આચાર્ય થયું કે આ મહિલા મારા સપનાઓ વિશે કેવી રીતે જાણે છે.પછી તે મહિલા ને પોતાના સપના ની વાત કરે છે કે કેવી રીતે તે ખજાના ની પાસે પોહ્ચવા જ જાય છે અને તેની આંખ ખુલી જાય છે. મહિલા તેને ખજાના સુધી પોહચાડવાની વાત કરે છે પણ બદલા માં ખજાના માં થી દસમો ભાગ માંગે છે.સેન્ટીંયાગો એ આપવા તૈયાર થઈ જાય છે. મહિલા તેને ઈઝીપ્ત ના પિરામિડ પાસે જવાનુ કહે છે.અને કહે છે કે તને ત્યાં એટલો બધો ખજાનો મળશે કે તું અમીર થઈ જઈશ.પહેલા તો સેન્ટીંયાગો ને આ બધું ખોટું લાગ્યું પણ પછી તેણે મહિલા ને પૂછ્યું કે તે પિરામિડ જોડે કેવી રીતે જઈ શકશે ત્યારે મહિલા એ કહ્યું કે તેને એ વાત ની ખબર નથી તે તો માત્ર સપનાનો અર્થ જ બતાવી શકે છે.

                       આનાથી દુઃખી થઈને તે બજાર માં જતો રહે છે અને એક જુના પાના વાળી એક ચોપડી વાંચવા લાગે છે, તેવામાં જ એક ઘરડો માણસ તેની પાસે આવે છે અને સેન્ટીંયાગો ને પૂછે છે કે તે કઈ ચોપડી વાંચે છે, સેન્ટીંયાંગો ને આ ગમતું નથી અને તે દૂર જતો રહે છે, થોડી વાર પછી તેને તેના પિતા ની સલાહ યાદ આવે છે કે કોઈ નો અનાદર કરવો નહી આથી તે પાછો તે ઘરડા વ્યક્તિ પાસે આવે છે.અને તે જે પુસ્તક વાંચતો હતો તેના વિશે કહે છે, ઘરડો વ્યક્તિ કહે છે કે આ પુસ્તક તો તેણે પુરી વાંચેલી છે. સેન્ટીંયાગો કહે છે કે શુ લખેલ છે પુસ્તક માં તે જણાવો ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે આમાં માણસ પોતાની કિસ્મત જાતે બનાવી અને બગાડી પણ શકે છે. માણસ પોતે પોતાનું નસીબ સુધારે અને બગાડે છે.અને આ પુસ્તક બતાવે છે કે આ દુનિયા નું સૌથી મોટુ જુઠાણું શું છે.આ દુનિયા માં જીવતા ની સાથે એક સમય પર આવી ણે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે એના ઉપર થી આપણે નિયત્રંણ રાખતા નથી અને આપણું નસીબ જ્યાં લઈ જાય ત્યાં જતા રહીયે છીએ.અને આમ નસીબ ના સહારે જ જીવવું એ સંસાર નું સૌથી મોટુ અસત્ય છે.ધીરે ધીરે સેન્ટીંયાગો ને ઘરડા વ્યક્તિ ની વાતો સારી લાગવા લાગે છે. ઘરડો વ્યક્તિ તેને ખજાના સુધી પોહચાડવાની વાત કરે છે. સેન્ટીંયાગો ને લાગે છે કે ચોક્કસ પેલી મહિલા એ આ વાત કરી હશે નઈ તો આને કેવી રીતે ખબર! પછી સેન્ટીંયાગો તે કોણ છે તે પૂછે છે ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે તે રાજા છે



મને પણ ફરવા નો શોખ છે.જો તું મને તારા ઘેટાંઓમાથી દસમા ભાગ ના ઘેટાં મને આપે તો હું તને ખજાના વિશે કહીશ.સેન્ટીંયાગો ને નવાઈ લાગી અને તેને કહ્યું કે એક રાજા મારા જેવા વ્યક્તિ જોડે શા માટે વાત કરે છે? રાજા કહે છે આના ઘણા બધા કારણો છે, પણ સૌથી મહત્વ નું કારણ છે કે તું પોતાના નસીબ ને શોધવા માટે આવ્યો છે અને જે કહે છે કે તને ખજાનો જરૂર થી મળવાનો છે.પણ સેન્ટીંયાગો ને ખબર નથી પડતી કે કિસ્મત શું હોય છે. ત્યારે રાજા કહે છે જ્યારે આપણે જવાન યુવાન હોઈએ છીએ ત્યારે આપણ ને ખબર હોય છે કે આપણી ઈચ્છા ઓ શું છે.કિસ્મત શું છે. એને પુરી કરતા આપડે ડરતા નથી અને આપડા માં રહેલી પુરી તાકાત તેને પૂર્ણ કરવામાં લગાવીએ છીએ.અને જેમ જેમ સમય થાય છે તેમ કોઈક દિવ્ય શક્તિ આપણ ને સપના પુરા કરવા માટે મદદ કરે છે.જે પણ દિલ થી માંગો તે જરૂર થી પૂરું થાય છે.ખજાનો શોધવો, લગ્ન કરવા કે પછી દુનિયા માં ફરવું ગમે તે હોય.સેન્ટીંયાગો રાજા ની વાત થી પ્રભાવિત થઈ અને દસમા ભાગ ના ઘેટાં રાજા ને આપે છે અને ખજાના વિશે પૂછે છે. રાજા પણ પેલી મહિલા એ કહેલી વાત જ કરે છે.


                   સેન્ટીંયાગો વિચાર માં પડી જાય બે જણા ની વાત એક જ જેવી કેવી રીતે હોય શકે. એક જ વાત બે જણા ના મોઢે સાંભળી તેને વિશ્વાસ થઈ જાય છે કે તેને ખજાનો ચોક્કસ મળશે, તે તેની બાકી ના ઘેટાં વેચી અને આવેલ પૈસા માંથી આફ્રિકા ની ટિકિટ કઢાવે છે.અને જહાજ પર ચડે છે ત્યારે રાજા કહે છે કે ભગવાને બધા માટે રસ્તો બનાવ્યો જ છે જરૂર છે તો માત્ર તે રસ્તા ઉપર વિશ્વાસ સાથે ચાલવાની.અને પોતાના સપના ને ક્યારેય ના છોડવાની સલાહ આપે છે.જહાજ માં બેસી ને તે આફ્રિકા ના એક શહેર માં પોહચે છે પણ ત્યાં ઉતરતા જ તેની સાથે છેતરપિંડી થાય છે અને સાથે લાવેલ પૈસા ની ચોરી થઈ જાય છે. આથી તે રડવા જેવો થઈ જાય છે પછી તેને રાજા ની વાત યાદ આવે છે કે ક્યારેય સપના ને છોડવું નહી અને હિમ્મત હારવી નહી આમ વિચારી તે પોતાની યાત્રા ચાલુ રાખે છે

                     



                        રસ્તા માં આવતા લોકો ની મદદ કરતો તે ચાલતો રહે છે. તે એક વેપારી ની દુકાન માં લગભગ એક વર્ષ સુધી કામ કરે છે અને ઈઝીપ્ત જઈ શકાય એટલા પૈસા થતા ની સાથે તે ત્યાં જવા માટે નીકળે છે. તે ઈઝીપ્ત જતા એક કફલા ની સાથે જોડાઈ છે, જેમાં એક અંગ્રેજ હોય છે કે જે ધાતુ બનાવવા વાળા ની શોધ માં હોય છે જે ગમે તે ધાતુ ને ઓગાળી ને સોનુ બનાવી નાખતો હતો.તેઓ જયારે રણ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજે તેને ઘણી માહિતી આપી.તેમજ સારી અને ખરાબ ઘટના ઓ વિશે વાત કરે છે તે કહે છે કે આપણી સાથે બનતી ખરાબ ઘટનાઓ એ આપણને ઘણું બધું શીખવે છે તે ઘટનાઓ આપણને કંઈક શીખવાડવા જ ઘટીત બને છે.જીવન માં જે થાય છે તે સારા માટે જ થાય છે. આવી વાતો સાથે તેઓ કાફલા માં આગળ વધતા રહે છે.

                         રસ્તા માં કાફીલા માં ઝઘડો થવાંથી તેઓ આગળ વધી સકતા નથી અને alchemist ને શોધે છે ત્યાં ફાતિમા નામની છોકરી તેમને તેનું ઘર બતાવે છે. એલકેમિસ્ટ અંગ્રેજને જાતે સોનુ બનાવવાનું કહે છે. સેન્ટીંયાગો હવે આગળ જવા માગતો નથી તેને ફાતિમા સાથે લગ્ન કરીને ત્યાં જ રહેવું છે પરંતુ ફાતિમા તેને પોતાનું સપનું પૂરું કરવા કહે છે.




                                એક કબીલા ના રાજા પાસે થી મદદ મળતા તે પોતાની યાત્રા આગળ ધપાવે છે.તે ગામમાં રહેતા alchemist પણ સેન્ટીંયાગો ની સાથે જાય છે.આગળ જતા alchemist તાંબા ને સોના માં ફેરવી નાંખે છે અને એક ટુકડો પોતાની પાસે એક સેન્ટીંયાગો અને બે ટુકડા સંન્યાસી ને આપે છે. આનાથી આગળ ની મુસાફરી તે એકલો કરે છે. તે જેવો પિરામિડ પાસે જઈને ખોદવાનું ચાલુ કરે છે તેવામા જ કેટલાક લોકો તેની પાસે આવે છે અને તેની પાસેથી સોનાનો ટુકડો લઈ લે છે એમને એમ લાગે છે કે આ ટુકડો ખોદતી વખત જ મળ્યો હશે. એમનો સરદાર તેને બધું સોનુ આપી દેવા ધમકી આપે છે ત્યારે સેન્ટીંયાગો તેમને પોતાના સપનાની વાત કરે છે ત્યારે આવેલ લોકો માંથી એક હસવા લાગે છે અને કહે છે કે મને પણ સપનું આવે છે કે સ્પેન માં ચર્ચ ની સામે એક ઝાડ છે જ્યાં ભરવાડો પોતાની બકરી ઓ ચરાવે છે અને એ ઝાડ નીચે ઊંઘી જાય છે એ ઝાડ ની નીચે જ ખજાનો છે, પણ હું થોડો મૂર્ખ છું કે સપના ની પાછળ દોડું એમ કહી હશે છે અને બઘા જતા રહે છે.




              આ સાંભળી સેન્ટીંયાગો વિચારે છે કે ખજાનો તો તે ચર્ચ ની આગળ ના ઝાડ નીચે જ છે જ્યાં રાત્રે તે સૂતો હતો. ઈઝીપ્ત થી પાછા આવી તે ઝાડ નીચે થી ખજાનો કાઢી અને તેમાંથી દસમો ભાગ પેલી મહિલા ને આપે છે.તેમજ પરત ફરી અને ફાતિમા સાથે લગ્ન કરે છે. અને ખુશાલ જીવન જીવે છે.