-->

Join WhatsApp

બાપુજી એટલે બાપુજી -પ્રેરક પ્રસંગ |motivational story

બાપજી એટલે બાપુજી પ્રેરક પ્રસંગ motivational story, father and son story, best story, પ્રેરણાદાયક પ્રસંગ



            એક બાપા એના દીકરા ને અવારનવાર ટોક્યા જ કરે. લાઈટ બંધ ના કરે તો ટોકે, tv વધારે જોવે તો ટોકે , બાથરૂમ માં જઈને આવે અને  પગ લુછ્યા વિના ઘર માં પ્રવેશ લે તો પણ જોરથી બોલે કે, " એમનો એમ ક્યાં હાલ્યો ભાઈ છાનોમાનો પગ લૂછી ને જા. કચરો જો ભૂલે ચુકે જો દીકરા થી આમતેમ નખાઈ ગયો બાપુ એકદમ ગરમ થઈ જાય. નાનપણ થી છોકરા ને આમ બાપુ નાની નાની વાતે વારંવાર શિખામણ એની ભાષા માં ટોર્ચર કરે તે એને ગમતું નઈ.

           નાનપણ માં એ એના મિત્રો ને કેતો કે તમારા બાપુ કેટલા સારા છે તમે મોબાઈલ જોવો, ટી. વી જોવો, મોબાઈલ ગમે તેમ જોવો તો પણ તમને વઢતા નથી. તમારા જેવી મજા મારે નથી. આમ વાતો કરે. નાનપણ થી જ મનોમન એને નક્કી કરી નાખ્યું કે મોટા થઈ ને નોકરી મળે તો પછી પિતાજી પાસે રહેવું નથી. જેવી નોકરી મળે કે કંઈક દૂર ભાગી જઈશ. થાકી ગયા બાપુ ની રોજરોજ ની સલાહ થી.

                          વર્ષો વીત્યા અને આમ ને આમ છોકરો બાવીસ વર્ષ નો થયો. અને નોકરી ની તલાશ કરવા લાગ્યો. એને મન તો નોકરી મળે કે આપણે બિસ્તરા પોટલાં લઈને પિતા થી દૂર જ જવું હતું.અને શાંતિ થી જીવન જીવવાના અભરખા હતા. એક દિવસ પેપર માં  નોકરી માટે ની એક જાહેરાત વાંચીને  ભાઈ તે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો. ઇન્ટરવ્યૂ આપવા માટે ઘણા બધા છોકરા છોકરી ઓ આવી હતી. ઇન્ટરવ્યૂ માટે ના વેઇટિંગ રૂમ માં બેસી ને બીજા છોકરાઓ  સાથે વાત કરતા જાણવા મળ્યું કે બીજા ઓ નું શિક્ષણ એના કરતા વધારે હતું. ડિગ્રી ઓ વધારે હતી. અને નોકરી માટે જે અનુભવ જોવતો હતો તે પણ વધારે હતો. આ ભાઈ પાસે તો નોકરી નો કોઈ અનુભવ જ નહતો.ભાઈ ને પિતાજી થી દૂર જવાનુ સપનું સપનું જ રહેશે એવું એને લાગ્યું.

                    ઇન્ટરવ્યૂ ચાલુ થયું અને એક પછી એક ઇન્ટરવ્યૂ આપવા જવા લાગ્યા. પણ જેટલાં પણ જતા એટલે ને રિજેક્ટ કરી દેવામાં આવતા. પેલો ભાઈ વિચારવા લાગ્યો કે આપણાથી વધારે ડિગ્રી વાળા જો રિજેક્ટ થતા હોવ તો આપણે કેવી રીતે નોકરી માટે સિલેક્ટ થશુ? આમ જ વિચારતો હતો તેવામા જ તેનો નંબર ઇન્ટરવ્યૂ માટે આવ્યો, તે જેવો અંદર ગયો તો કંપની ના માલિકે કહ્યું કે તમે નોકરી ક્યાર થી ચાલુ કરશો, અમે તમને નોકરી માટે પસંદ કર્યા છે.છોકરો તો આચાર્યચકિત થઈ ગયો એને વિશ્વાસ આવ્યો  નઈ  અને  સપના જેવું લાગવા લાગ્યું. થોડીવાર પછી તેણે માલિક ને પૂછ્યું કે મને એક પણ  પ્રશ્ન પૂછ્યા વિના કેમ મારી નોકરી પાક્કી કરી.

                   ત્યારે માલિકે કહ્યું કે તમારું ઇન્ટરવ્યૂ તો તમે જેવા બિલ્ડીંગ માં પ્રવેશ લીધો ત્યાર થી જ શરુ  થઈ ગયું હતું. તમે જયારે તમારા બુટ વ્યવસ્થિત જગ્યા ઉપર મુક્યા, ત્યાંથી અંદર આવ્યા ત્યાં  એક પંખો બિનજરૂરી ચાલુ હતો તેને તમે બંધ કર્યા, વચ્ચે પડેલા કાગળ તમે કચરાપેટી માં નાખ્યા તેમજ આવ્યા ત્યાર થી તમારી પાસે મોબાઈલ હોવા છતાં તમે બીજા ની જેમ મોબાઈલ નહી પણ પુસ્તક વાંચતા હતા. નોકરી માટે ના જે કૌશલ્યો ની  જરૂર છે એ અમે બધા ભેગા થઈ ને શીખવી દઈશું પણ જે  તમારી પાસે  સંસ્કાર  છે  તે શીખવી શકાતા નથી. આ સાંભળી ને છોકરા ની આંખો માં આંસુ આવી  ગયા. આટલા દિવસ બાપુજી ની જે  વાતો તેને ટોર્ચર  લાગતી હતી  તે વાતો નો તેના જીવન ઘડતર માં કેટલો મોટો ભાગ હતો તે તેને સમજાયું .

                     તેને પિતા ની કડવી વાતો નું મહત્વ  આજે સમજાયું હતું.નાનપણ થી  પાડેલી સારી ટેવો ના  મીઠા ફળ તેને મળવાના હતા. ઇન્ટરવ્યૂ  પૂરું થતા  નોકરી નો  ઓર્ડર લઈ  ઘરે જઈને તે પોતાના પિતા ના ગળે  લાગી ખુબ રડ્યો અને મનોમન પોતાની ભૂલ ની  માફી માગી..


                 પિતાના કડક સ્વભાવ પાછળ છુપાયેલો લખલુટ સ્નેહ જેને બાળકો જાણી નથી શકતા.  દરેક પિતાએ ઘરનો સ્તંભ હોય છે. બાળકો માટે આદર્શ હોય છે. અનુશાસનની પાછળ છુપાયેલો પ્રેમ બાળકો જોઇ નથી શકતા અથવા ઉંમરના અભાવે સમજી નથી શકતા . અને જયારે સમજાય ત્યારે ૫સ્તાવા સિવાય કોઇ રહેતું નથી. એટલે આ૫ણે માતા પિતાને આદર અને માન આ૫વુ જઇએ



ખુબ જ સુંદર વાક્યો


👉     પિતા એ પ્રાણ છે પિતા એ મહાન છે

પિતાએ વરદાન છે પિતાએ જગ પિતા એ જહાંન છે

દરિયામાં જેટલો ક્ષર 

ગીતામાં જેટલો સાર

એટલો તો એક શબ્દ પર “ભાર”

એ શબ્દ એટલે પિતા


👉        આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવુ એ શીખવાડી દેનાર પિતા


👉      પિતા એક વટવૃક્ષ છે જેની શિતળ છાયા માં આખું પરિવાર રહે છે.

પિતા એ જીવન ના ઘડતર નો આધાર છે.

પિતા એટલે કાળજી ભરેલુ કાળજુ,

કડકાઈ અને કરુણાનું મિશ્રણ,

સંસ્કારનું સુરક્ષા કવચ,

નિષ્ઠાની નિશાની


👉  પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક જગ્યાએ પહોંચી વળવું ઈશ્વર માટે અશક્ય હતું,

એટલે તેમણે એક પિતા નું સર્જન કર્યું.