-->

Join WhatsApp

નાની ઘટના

એક નાની એવી ઘટના પણ મનુષ્યના જીવનમાં કેવું જખરું પરિવર્તન લાવે છે તેનું એક ઉદાહરણ રૂપ ઘટના આપણા મહાત્મા ગાંધી સાથે ઘટી હતી. અહિંસા અને સત્ય ને સાથે લઈ

 નાની ઘટના


                              એક નાની એવી ઘટના પણ મનુષ્યના જીવનમાં કેવું જખરું પરિવર્તન લાવે છે તેનું એક ઉદાહરણ રૂપ ઘટના આપણા મહાત્મા ગાંધી સાથે ઘટી હતી. અહિંસા અને સત્ય ને સાથે લઈ ચાલનાર ગાંધીજી ના જીવન મા આ નાની ઘટના એ ખુબ મહત્વ નો ભાગ ભજવ્યો હતો.


દક્ષિણ આફ્રિકામાંથી હિંદ પાછા ફર્યા બાદ કેટલાક સમય પછી ગાંધીજી ભારતના લોકોની સ્થિતિ કેવી છે તે જોવા-જાણવા ભારતની યાત્રાએ નીકળ્યા.કારણે કે કોઈ પણ દેશ ની વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા વગર પરિસ્થિતિ માં પરિવર્તન લાવવું અશક્ય છે. આથી તેઓ ભારતભર નું દર્શન કરવા નીકળ્યા.


આ યાત્રા દરમ્યાન તેમને ભારતની ગરીબાઈનું સાચું દર્શન થવા પામ્યું. ભારત ગરીબીમાં સબડી રહ્યો છે એ વાતની તેમને હવે દેઢ પ્રતીતિ થવા લાગી. તેઓ ભારતયાત્રા કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ એક સ્ત્રી તેમનાં દર્શન   આવી.


ગાંધીજીએ એ સ્ત્રી તરફ જોયું. તેનાં વસ્ત્રો ફાટી ગયેલાં અને મેલાંદાટ હતાં ! ગાંધીજીને થયું કે આળસને કારણે આ બાઈ કપડાં સાંધતી નહિ હોય અને  ધોતી પણ નઈ હોય ?

એટલે સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીએ તે બાઈને કહ્યું: “બહેન,, ફાટેલાં અને મલાં કપડાં ન પહેરાય ! તું તારાં કપડાં કેમ ધોતી નથી કે સાંધતી નથી ? આમાં આળસ ન કરવી જોઈએ.'


બાઈ કશું બોલી નહિ. તેણે પોતાનું માથું નીચું ઢાળી દીધું. આ જોઈ ગાંધીજીએ કહ્યું : 'કેમ બોલતી નથી ?' છેવટે બાઈએ હિંમત એકઠી કરીને ગાંધીજીને કહ્યું : “બાપુ ! મારી પાસે આ


સિવાય બીજું એક પણ વસ્ત્ર નથી કે જે પહેરીને હું આ વસ્ત્ર ધોઈ શકું !’ આ વાત સાંભળતાં જ ગાંધીજીનું હૃદય જાણે રડી પડયું. ભારતમાં આવી કારમી ગરીબી પર કરી બેઠી છે એનું તેમને એ દિવસે ભાન થયું.


અને એ જ ઘડીએ ગાંધીજીએ મનમાં એક ર્દઢ પ્રતિજ્ઞા લીધી કે, જયાં સુધી દેશને સ્વરાજય મળે નહિ અને ગરીબોને આબરૂ ઢાંકવા પૂરતાં કપડાં પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી હું આ બધાં વસ્ત્રોનો ત્યાગ કરીને માત્ર પોતડી જ ધારણ કરીશ 


આવી એક નાની સરખી ઘટનાએ ગાંધીજીમાં એવું પરિવર્તન લાવી મૂક્યું કે જિંદગીભર પોતડીભેર જ રહ્યા. અને લોકો ની જીવન માં ખુશી ઓ લાવવા આજીવન પ્રયત્ન શીલ રહ્યા. આ ઘટના થી તેમને ભારત ના સાચા દર્શન થયા. અને એમને પોતાના દેશવાસી ઓની સ્થિતિ બદલવા મનોમન દ્રઢ નિશ્ચ્ય કર્યો.



૧..આત્મા ના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કિર્તિ પ્રાપ્ત થાય છે


૨.....જો વ્યક્તિ પોતાના અંતરઆત્મ ની વાત સાંભળે અને તે પ્રમાણે જો જીવન જીવે તો તેને જીવન મા ચોક્કસ કીર્તિ પ્રાપ્ત થાય છે.

૩...જે અંતરમાં ખરેખર સ્વચ્છ છે તે બહાર અસ્વચ્છ હોય જ  ન શકે


૪....માણસ પોતાનું અંતરઆત્મા શુદ્ધ રાખે છે મનમાં થોડો પણ બીજા પ્રત્યે વેરભાવ રાખતો નથી કે સ્વપ્ન મા પણ બીજા વિશે ખોટું વિચારતો નથી તે ક્યારેય અપવિત્ર હોય શકે નહી.


૫...જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે મોક્ષ છે.


૬.... આત્મા નું દર્શન એ જ મોક્ષ છે. પોતાના મા રહેલા ઈશ્વર ને ઓળખવો એ જ મોક્ષ છે.

૭.....આત્મા ની દ્રષ્ટિએ પાળેલી નીતિ ધર્મ છે- ગાંધી પંચામૃત માંથી

૮....બીજા નું ખોટું ના કરવાની નીતિ, બીજા નું અહિત ના થાય તેના માટે સતત સજાગ રહેવું અને વાણી વચન થી કોઈ ની લાગણીઓ ના દુભાઈ 

૯....સત્ય જ છે એ સિવાય બીજું કાય જ આ જગતમાં નથી એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે-

૧૦.... મહાત્મા(ગાંધીજી સત્ય ના ઉપાસક હતા અને તેઓ આજીવન આ નિયમ નું પાલન કરતા રહ્યા.)


૧૧....સત્યનો પૂજારી છો રજકણ શોધતા તેની કચડી શકે એવું અલ્પ ન બને ત્યાં સુધી સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે- મહાત્મા ગાંધી ના સુવિચારો

૧૨...જેની ભક્તિ સાચી છે તેને પ્રભુ જ ઉગારી લે છે.- ગાંધી પંચામૃત માંથી.


૧૩....સારા માર્ગ પર ચાલનાર વ્યક્તિ ને મુશ્કેલી આવે છે પરંતુ જો તે સાચા માર્ગ પર ટકી રહે તો તેને હંમેશા સફળતા મળે છે. અને ભગવાન તેની મદદ ચોક્કસ કરે છે.

૧૪....સારા અક્ષરે વિદ્યાનું આવશ્યક અંગ છે- મહાત્મા ગાંધીના સુવિચાર ગુજરાતી માં, ગાંધીજી ને પોતાના ખરાબ અક્ષર કાઢવાનું દુઃખ હંમેશા રહ્યું, તેઓ માનતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી ની નિશાની છે. એટલે બાળકો એ શરૂઆત થી જ સારા અક્ષર કાઢવા જોઈએ.

૧૫.....રામનામ આજે મારું સારું અમોઘ શક્તિ છે-

૧૬.....ગાંધીજી પ્રાર્થના મા માનતા હતા અને તેમના દિવસ ની શરૂઆત તેઓ પ્રાર્થના થી જ કરતા હતા.રાષ્ટ્રપિતા ગાંધીજી

૧૭....આત્મશુદ્ધિ વિના  જીવમાત્ર ની સાથે એકલી નોંધાયો –  ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી ના માતે આત્મા ની સુધી વિના માણસ મોક્ષ પામી શકે નહી 

૧૮.....અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે.-વૈષ્ણવ જ્ણ તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પરદુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આને રે. આ ભજન તેમનું ખુબ જ પ્રિય હતું અને તેઓ હંમેશા આ સાંભળતા.

માણસનું શરીર ઈશ્વર નું મંદિર જ છે-  ગાંધીજી માણસ મા જ ભગવાન છે તેવું તેઓ માનતા હતા. તેઓ સર્વે માણસ ને સમાન ગણતા હતા.

 મુક્તિ એટલે દરેક રીતે અથવા અનેક દ્રષ્ટિએ સાજા રહેવું-    ગાંધીજી