સુવિચાર
સુવિચાર |suvichar|
૨ *બધા વિષય સંભાળતી નોટબુકને બધા રફબુક કહે છે,*જવાબદાર વ્યક્તિની પણ કઈંક આવી જ હાલત હોય છે*.
૩ ક્યાં અપાય છે રાજીનામું,*
*.... જીંદગીની નોકરીમાંથી સાહેબ..*
*શ્વાસોનો પગાર વ્યાજે મુકાય છે,*
*....... આયુષ્યમાંથી....*
૪ *મગજ* કયારેય *સીધું* ચાલતું નથી
અને *હ્રદય* ને *આડું* ચાલતાં આવડતું નથી,
સરવાળે,,,,,
*મગજ વાળા*, *હ્રદય વાળા* ની ભરપૂર મઝા લે છે.
૫ *કોણ તારું, કોણ મારું, છોડ ને!*
*એકલા છે દોડવાનું, દોડ ને!*
૬ ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે*
*તું હૃદય સાથે હૃદયને જોડ ને!*.
૭ *કોઈકનું કામ કરી આપવાની સત્તા તમારા હાથમાં હોય તો અવશ્ય કામ કરી આપજો...*ઈશ્વરનો આભાર માનજો કે આ માટે તમારી પસંદગી કરવામાં આવી....ભાગ્યશાળીને જ આવી તક મળે છે,* બાકી *ધક્કા ખવડાવનારા તો ઘણા મળે છે...*...
૮ *આભાર માનવાવાળો*
*ક્યારેય ગરીબ નથી હોતો,*
*અને ધીરજ રાખવાવાળો ક્યારેય*
*નિષ્ફળ નથી જતો !!*
૯
*એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંધર્ષ થતો હોયતો...*
*આતો જીવન છે...
૧૦ *જ્યાં 'લાભનું' સ્થાન*
*'લોભ' લઈ લે છે.....*
*ત્યાં 'શુભનું' સ્થાન*
*'અશુભ' લઈજ લે છે.*
૧૧ *પાંદડું ત્યાં સુધી જ તાજુ રહે છે,*
*જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે.*
*જીવનમાં તમારી ડાળી કોણ છે?*
*એને*
*ઓળખજો*
*અને*
*જોડાયેલા રહેજો..!!*
૧૨
ધબકતું આ જીવન તે જરૂર કોઈની દુઆ છે...*
*નહિતર જુઓ તો આ શ્વાસ માં તો ફક્ત હવા જ છે..!
૧૩
*સૂકા હોંઠોથી જ થાય છે મીઠી વાતો...!*
*બાકી તરસ બુઝાય જાય તો શબ્દો અને માનવી બંને બદલાય જાય છે...*!!!
૧૪
*અભિમાન એને જ હોય છે જેણે સંઘર્ષ કર્યા વગર જ બધું મેળવી લીધું હોય છે,બાકી જેણે પોતાની મહેનતથી મેળવ્યું હોય છે તે બીજાની મહેનતની પણ કદર કરે છે..!*
*વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ સાહેબ,*
*કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓનો નહી..*
૧૬
*જીવનમાં બીજાની ખુશી માટે*
*ઈશ્વર આપણને નિમિત્ત બનાવે
એ જ શ્રેષ્ઠ કર્મ..!*
૧૭
*“સબંધ”*
*એ ખુબ કિંમતી વસ્તુ છે....સાહેબ*
*એને તમારા બે ઘડીના “ખરાબ મૂડ” ના લીધે તૂટવા ન દેતા..!!*
૧૮
*"મોડું સમજાયેલું સત્ય તાળું તોડયા પછી ખોવાયેલી ચાવી મળ્યા જેવું હોય છે"*.
૧૯
*"જ્યાં અંધારું પણ આપણું ઓળખીતું લાગે એનું નામ " ઘર "*....
૨૦
*જે કપડાંનો કલર જતો હોય એ કપડાં ને અલગ રાખવા જોઈએ, જેથી બીજાં કપડાને ડાઘ ના લાગે,*
*સમજાય તેને વંદન..*
૨૧
*સમય માણસને સફળ નથી બનાવતો,*
*પરંતુ સમયનો સાચો ઉપયોગ માણસને સફળ બનાવે છે..!!*
૨૨
*કોઈ દિવસ નિર્ણય લીધાં પછી ગભરાશો નહીં,*
નિર્ણય સાચો હશે તો સફળતા મળશે,*
ખોટો નિર્ણય હશે તો કંઈક શીખવા મળશે.*
૨૩
ખૂબ અવાજ કરનાર 'ઝાંઝર'ને*
*'પગે' સ્થાન મળ્યું...*
*થોડો અવાજ કરનાર 'હાર'ને..*
*'હૈયે' સ્થાન મળ્યું.*
*અને*..
*સંપૂર્ણ મૌન રહેનાર 'મુગટ'ને..*
*'મસ્તકે' સ્થાન મળ્યું*
૨૪
સાચો માણસ કયારેય નાસ્તિક કે આસ્તિક નથી હોતો,*
એ હંમેશા વાસ્તવિક હોય છે...*
૨૫
*"દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે
૨૬
*"ભલે તમે કોઈ ના માટે ગમે તેટલું કરો, પણ એ માણસ યાદ તો એટલું જ રાખશે જે તમે એના માટે નથી કર્યું"*.
૨૭
ખાલી આત્મ વિશ્વાસ હોવો જોઈએ જીંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે...!!"*.
૨૮
આપડામાં આવડત હોવી જોઈએ*
*સાચું અને ખોટુ સમજવાની બાકી*
*કાનમાં તો દુનિયા ઝેર જ રેડવાની છે.*
૨૯
*જે સ્વભાવે હળવા હોય એને જ મન થાય મળવાનું..*
અને આને જ કહેવાય*
*"હળવા - મળવાનું"..*
૩૦
માણસને બોલવું હોય અને છતાં ન બોલી શકે એવું બે વાર બને છે.
કાં તો એનું હૈયું *"ગભરાઈ"* ગયું હોય,
કાં તો એનું હૈયું *"ભરાઈ"* ગયું હોય
૩૧
વષૅમાં બે દિવસ એવા છે,*
*જયારે આપણે કંઈ જ કરી*
*શકતા નથી,*
*એક "ગઇકાલ" અને*
*બીજી "આવતીકાલ",*
*પ્રેમ થી જીવવા માટે માત્ર*
*"આજ" જ આપણી પાસે છે,*
૩૨
પૂર્વ થી *પ્રતિષ્ઠા,*
પશ્ચિમ થી *પ્રારબ્ધ,*
ઉત્તર થી *ઉન્નતિ,*
દક્ષિણ થી *દાયિત્વ,*
ઈશાન થી *ઐશ્વર્ય,*
નૈઋત્ય થી *નૈતિકતા,*
અગ્નિ થી *આકર્ષણ,*
વાયવ્ય થી *વૈભવ,*
આકાશ થી *આમદની,*
એવમ પાતાળ થી *પુંજી...*
અને
દશે દિશાઓ થી *સુખ, શાંતિ, સમૃદ્ધિ એવમ સફળતા પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ.*
૩૩
*કોડિયું છું દિવેટ સાથેનું...એક તણખો ઉધાર માંગુ છું,*
🪔
*તણખો જો ઉધાર મળી જાય તો...વ્યાજ સાથે પ્રકાશ પાછો આપુ છું!!! 💥.
૩૪
હું" એકલો "બોલી" શકું,*
*"પરંતુ"* સાથે મળીએ તો જ "વાતો" કરી શકાય.*
*"હું" એકલો "આનંદ" માણી શકું,*
*"પરંતુ"*
*સાથે મળીએ તો જ "ઉજવણી" કરી શકાય.*
"હું"* *"સ્મિત" કરી શકું,*
*"પરંતુ"*
સાથે મળીએ તો જ "મુક્ત હાસ્ય" કરી શકાય.*
*આ જ "સુંદરતા" છે "સંબંધો"ની,*
*સંબંધો બંધાય છે સ્નેહથી*,
*વિકસે છે વ્હાલથી*,
*પણ*
*સચવાય છે માત્ર "સમજણથી"......*
ગમતા સંબંધો સાચવી રાખજો ,*
*જો એ ખોવાશે તો*
*ગુગલ પણ નહીં શોધી શકે...!!!*
દરેક સારા સંબંધમાં એક*
*સારા માણસનું રોકાણ હોય છે.*
૩૫
જે તમને સમજે છે*,
*એમને*....
*તમારી ચોખવટની જરૂર નથી*.
અને*
*જે તમને નથી સમજતા*,
*એ તમારી ચોખવટને ક્યાં* *સમજવાના જ છે*
૩૬
અડચણ*
*અને*
*સમજણ જેમ જેમ વધે છે,*
*તેમ તેમ સબંધ*
*અને*
*જીવન બન્ને સમજાય છે.*
૩૭
*કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી, વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી.*
૩૮
*હું ના બોલું અને તોય તું સાંભળે, માટે જ*
*તારું નામ 'ઈશ્વર'*
*અને તું ના બોલે.*
*તોય મને સંભળાય એનું નામ 'શ્રદ્ધા'*
૩૯
*શરીર થી હારેલો માણસ પહાડ ચઢી શકે પણ*
*મન થી હારેલો માણસ*
*સીડી પણ ના ચઢી શકે*
૪૦
મહત્વ નું કામ વ્યસ્ત માણસ ને સોંપવું.*
નવરા માણસ પાસે સમય નથી હોતો.!*
૪૧
શિક્ષણ એ*
*સિંહણ નું દૂધ છે...*
*જે પીશે એ*
*ત્રાડ તો નાંખશે જ.*
૪૨
*કેલ્ક્યુલેટરથી તો ફક્ત આંકડા ગણાય સાહેબ,*
*પોતાના અને પારકાની ગણતરી તો સમય જ કરી શકે !!*
૪૩
ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા,*
*સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે*🌹
૪૪
*બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા હળીમળીને સાથે રહેવાની છે,*
*બાકી છુટા પડવાની કળા તો દરેક પાસે હોય જ છે !!*
૪૫
*આપણાં દરેક સપના પૂરાં થઈ જ શકે છે બસ આપણી પાસે તેનો પીછો કરવાની તાકાત હોવી જોઈએ..!!*
૪૬
*તમારી પાસે વિશ્વની તમામ ક્ષમતાઓ હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તમારી પાસે આત્મવિશ્વાસ નથી, તમારી પાસે કંઈ નથી.*
૪૭
*પ્રગતિ ના આ સમય માં આપણે એટલા આગળ વધી ગયા છીએ કે...*
*હાથ માં પકડેલા મોબાઈલ ની કિંમત બાજુમાં બેઠેલા વ્યક્તિ કરતાં પણ વધારે થઈ ગઈ છે.*
૪૮
*દુઃખ આવ્યું છે*
*અને આવતું રહેશે, સાહેબ*
*છતાં સવારે સુખ શોધવા નીકળી જવું*
*એનું નામ 'જિંદગી*
૪૯
*પ્રસંશામાં નથી હોતી*
*કે નિંદામાં નથી હોતી.*
*મજા જે હોય છે ચુપમાં*
*તે ચર્ચામાં નથી હોતી.*
૫૦
*"સમય" જતાં ઓછી વાર લાગે છે,*
*પણ...*
*"ફરી સમય" આવતા ઘણી વાર લાગે છે.....*
૫૧
*ખેલ તો નસીબનો છે કે કોને કેટલું મળશે'*
*બાકી તો રાશિ પણ સરખી હતી રાધા અને રુકમણીની.*
૫૨
*જો આજના અનુભવમાંથી*
*કંઈ નહી શીખીએ,*
*તો આવતીકાલે ફરી એ જ*
*આજ પાછી આવશે.!!!*
૫૩
દુઃખ માં તમારી એક આંગળી આંસુ લૂછે છે અને સુઃખ માં દસે આંગળીઓ તાળી વગાળે છે,*
*જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે,*
*તો દુનિયા થી અપેક્ષાઓ કેમ???*
૫૪
*અફસોસથી અતીત બદલાતું નથી અને ચિંતાથી ભવિષ્ય બદલી શકાતું નથી...એટલે કર્મ જ શ્રેષ્ઠ ઉપાય છે.*
૫૫
૫૬
૫૭
૫૮
૫૯
1 comment