-->

Join WhatsApp

LRD-PSIની ભરતી પરીક્ષા મુદ્દે આવી મોટી અપડેટ, ફોર્મ ભરનાર ઉમેદવાર ખાસ વાંચજો

 LRD-PSI Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારે ઓનલાઇન  ફોર્મ અપ્લાય કરવાનું હતું. અને જેની ફોર્મ ભરવાની મુદત ત્રીસમી એપ્રિલ સુધી હતી, જોકે હવે ગ્રેજ્યુએટ યુવાનોને ફોર્મ ભરવાની વધુ એક તક મળી રહે તે માટે થઈને આગામી 26 ઓગસ્ટથી ફોર્મ ભરવાની વિન્ડો ફરી શરૂ કરાશે. સાથે જ હસમુખ પટેલ દ્વારા પરીક્ષાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

            ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની ફોર્મ ભરવાની મુદત 30 એપ્રિલ સુધી હતી, જોકે હવે ગ્રેજ્યુએટ યુવાનોને ફોર્મ ભરવાની વધુ એક તક આપતા આગામી 26 ઓગસ્ટથી ફોર્મ ભરવાની વિન્ડો ફરી શરૂ કરાશે. સાથે જ હસમુખ પટેલ દ્વારા પરીક્ષાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે 

 પરીક્ષા પર કર્યું ખુબ મહત્વ નુ ટ્વીટ

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલી તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે. સાથે તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, 'PSI લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે.' એટલે કે ઉમેદવારોએ પ્રથમ પ્રશ્નપત્રમાં ખાસ પાસ થવાનું રહેશે.

નવા નિયમ સાથે યોજાશે પરીક્ષા

આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે થશે. જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તે સિવાય શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે.