-->

Join WhatsApp

 એક માણસ ખૂબ જ નાસ્તિક હતો તેને ભગવાન ઉપર જરા પણ વિશ્વાસ નહતો. એક વખત જ્યારે તે મોટરસાયકલ લઈને બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર તેનો એકસીડન્ટ થઈ ગયો , તે રસ્તા ઉપર નીચે પડી ગયો અને ત્યાંથી પસાર થનારા લોકો પાસે મદદ માટે આજીજી કરવા લાગ્યો .પરંતુ કહેવાય છે કે કળિયુગ માં કોઈ માણસ બીજા માણસ ને જલ્દીથી મદદ કરવા પણ નથી આવતો. તે લોકોને બોલાવી બોલાવીને થાકી ગયો પરંતુ તેની મદદ માટે કોઈ જ આવ્યું નહીં.ત્યારે જ તે નાસ્તિક હોવા છતાં તેના નાસ્તિક મનથી તેને ભગવાન શ્રીકૃષ્ણને પુકાર કરી , બરાબર એ જ સમયે ત્યાંથી એક શાક વાળો પસાર થઈ રહ્યો હતો તેને આ માણસને ઉપાડ્યો અને હોસ્પિટલ પહોંચાડી દીધો.ત્યાં પહોંચીને હોસ્પિટલેથી તેના પરિવારવાળાઓને પણ ફોન કરીને હોસ્પિટલે બોલાવ્યા.અને દવાખાને પોતાનું સરનામું આપી ને જતો રહ્યો.પરિવારના દરેક સભ્યો ત્યાં આવીને તે શાકવાળાને ધન્યવાદ આપવા લાગ્યા. થોડા મહિના પછી આ નાસ્તિક ભાઈ ની તબિયત એકદમ સ્વસ્થ થઈ ગઈ. અને પોતાને બચાવનાર ને મળવા નીકળ્યો.પરંતુ આપેલ સરનામે જઈને જોયું તો ત્યાં ભગવાનનું મંદિર હતું, એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેમ છતાં તે મંદિરમાં અંદર ગયો અને ત્યાં જઈને પૂજારીને નામ લઈને પૂછ્યું કે ભાઈ બાકે બિહારી ક્યાં મળશે? પૂજારી પણ તેની સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા થોડા સમય પછી હાથ જોડીને મંદિરમાં રહેલી મૂર્તિ તરફ ઈશારો કરીને કહ્યું કે આ જ છે તમારા બાંકે બિહારી.પૂજારીએ જવાબ આપીને તે મંદિરમાં આવેલા માણસને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું ભાઈ તમે બાંકે બિહારીના મંદિરમાં આવ્યા છો અને અહીં આવીને એના વિશે જ કેમ પૂછી રહ્યા છો? ત્યારે તે માણસે તેની સાથે બનેલી આખી ઘટના જણાવી.પૂજારીને તે ઘટના વર્ણવતા વર્ણવતા રડી પડ્યો તેની આંખમાં આંસુ આવી ગયા અને પોતાની આ ભૂલ ઉપર ક્ષમા માગવા લાગ્યો અને પ્રભુના દર્શન કરીને મંદિરની બહાર નીકળી ગયો.આજે એક નાસ્તિક માણસ પણ પ્રભુનો સાચો ભક્ત થઈને મંદિરની બહાર નીકળી રહ્યો હતો. સાચા દિલથી કરવામાં આવતી પ્રભુ ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી.પ્રભુ કોઈને કોઈ સ્વરૂપે જરૂર મદદ કરે જ છે, પરંતુ તેના માટે જરૂર છે સાચી શ્રદ્ધા ની.