-->

Join WhatsApp

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ માટે 53 જગ્યાઓની ભરતી થશે. આ લેખમાં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, GMC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ માટે 53 જગ્યાઓની ભરતી થશે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ભરતી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા માટે મદદનીશ ઈજનેરથી લઈને સ્ટેશન ઓફિસર સુધી વિવિધ પોસ્ટની 53 જગ્યાઓ ભરવાની છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે લાયકાત

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ લાયકાત માંગવામાં આવી છે. આ માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ ઉપર આપેલા નોટિફિકેશન ચોક્કસ વાંચવા.

મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2

શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય યુનિવર્સિટીની સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E/B.TECH)

વયમર્યાદા- 18થી 35 વર્ષ વચ્ચે

પગાર – GMC સેવામાં 44,900-1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)

Assistant-Engineer-Civil-Class-2-Gandhinagar-Municipal-Corporation  Download

મદદનીશ ઈજનેર (વિદ્યુત)

શૈક્ષણિક લાયકાત –સરકાર માન્ય યુનિવર્સિટીની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E/B.TECH)

વયમર્યાદા – 18થી 35 વર્ષ

પગાર – GMC સેવામાં 44,900-1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)

Assistant-Engineer-Electrical-Class-2-Gandhinagar-Municipal-Corporation Download

જુનિયર ટાઉન પ્લાનર

શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરની સ્નાતકની ડિગ્રી અથવા સિવિલ એન્જિનિયરિંગ/ટેક્નોલોજીની ડીગ્રી.

શહેર આયોજન / ટાઉન પ્લાનિંગ / પ્રાદેશિક આયોજન / ટ્રાફિક અને પરિવહન આયોજન / શહેરી ડિઝાઇન / શહેરી આયોજન / ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ / ઔદ્યોગિક આયોજન અથવા પર્યાવરણીય આયોજનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા અનુસ્નાતક ડિપ્લોમા

વયમર્યાદા – 18થી 37 વર્ષ

પગાર – GMC સેવામાં 44,900-1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)

Junior-Town-Planner-Class-2-Gandhinagar-Municipal- corporation - download 

હેલ્થ ઓફિસર

શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક અને બેચલર ઑફ સર્જરી (M.B.B.S.)

વયમર્યાદા – 18થી 40 વર્ષ

પગાર – GMC સેવામાં 53,100-1,67,800/- (પે મેટ્રિક્સ લેવલ-9)

Health-Officer-Class-2-Gandhinagar-Municipal-Corporation Download

સ્ટેશન ઓફિસર

શૈક્ષણિક લાયકાત

નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેશન ઓફિસર અને પ્રશિક્ષકનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોવો જોઈએ.

એન્જિનિયરિંગની સ્નાતકની ડિગ્રી (ફાયર) / બેચલર ડિગ્રી ઑફ ટેક્નોલોજી (ફાયર) / બેચલર ડિગ્રી ઑફ એન્જિનિયરિંગ (ફાયર એન્ડ સેફ્ટી) / બેચલર ડિગ્રી ઑફ ટેક્નોલોજી (ફાયર એન્ડ સેટી) / બેચલર ઑફ સાયન્સ (ફાયર) / વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી (અગ્નિ અને સલામતી)

વયમર્યાદા – 35 વર્ષથી વધુ નહીં

પગાર – GMC સેવામાં 39,900-1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7) પહેલા ત્રણ વર્ષ માટે 49600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.

Station-Officer-Class-3-Gandhinagar-Municipal-CorporationDownload

અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક)

શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય યુનિવર્સિટીની મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઑટો-મોબાઈલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E./B.Tech)

મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઑટો-મોબાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

વયમર્યાદા – 18થી 35 વર્ષ વચ્ચે

પગાર – GMC સેવામાં 39,900-1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7) પહેલા ત્રણ વર્ષ માટે 49600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.

Additional-Assistant-Engineer-Mechanical-Class-3-Gandhinagar-Municipal-CorporationDownload

અરજી કેવી રીતે કરવી?

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/

Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.

https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.

ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.