-->

Join WhatsApp

તમારી આસપાસ આવા ઘણા હશે જે લાગણીઓ દર્શાવતા હશે, તમારા માટે ખાસ છે તેવો દેખાવ પણ કરતા હશે પણ વાસ્તવમા આ....

 એક અમીર વ્યક્તિએ પોતાના શોખ ખાતર એક અજગર પાળી રાખ્યો હતો અને તે આ પાલતુ અજગર સાથે લાગણીઓથી જોડાય ગયો હતો અને ખૂબ સાચવતો હતો...એક દિવસથી અજગરે અચાનક ખોરાક લેવાનો બંધ કરી દીધો તે વ્યક્તિ દ્વારા ઘણી કોશિશો બાદ પણ જમતો ના હતો.. આ વાત થી ચિંતિત વ્યક્તિએ સાપો ના નિષ્ણાંત ને બોલાવાનુ નક્કી કર્યુ અને આગલા દિવસે સાપ નિષ્ણાંત ને બાલાવામા આવ્યો...

 
                            સાપ નિષ્ણાંતે અજગર પર થોડુ રિસર્ચ કર્યુ.અને અજગર ની પહેલા ની અને હાલ ની હલન-ચલન સાથે દરેક દૈનિક ક્રિયા   ની માલિક   સાથે   વાતો ચર્ચા દ્વારા જાણી.સાપ નિષ્ણાંત  અજગર   ના માલિક ને પુછે છે કે શુ અજગર હમણાથી દરરોજ તમારી આજુ-બાજુ સતત ફર્યા કરે છે ? અજગર ના માલિકે કહ્યુ હા તે હમણાથી સતત મારા નજીક જ રહે છે અમારે બન્ને ને ખુબ લગાવ છે એટલે એ મારા સાથે રહે છે..આ બધુ જાણ્યા બાદ સાપ નિષ્ણાંતે અજગર પાળનાર વ્યક્તિ ને જે કહ્યુ તે સાંભળી તે દંગ રહી ગયો..

      નિષ્ણાંતે અજગર માલિક ને કહયુ આ અજગર કોઈ બિમારી ના કારણે નથી જમતો એવુ નથી , તે ભૂખ્યો રહી સતત તેના શરીર ની અંદર વધુ ને વધુ જગ્યા બનાવી રહયો છે , અજગર તમારી આસપાસ એટલા માટે ફરે છે કે તે તમારૂ કદ તમારૂ શરીર માપી રહ્યો છે અને અજગર તમને ગળી જવાનુ પ્લાનીંગ કરી રહ્યો છે , જેથી તે તમને પોતાના અંદર સમાવી શકે તેટલા પ્રમાણ મા જગ્યા બનાવી રહ્યો છે , તો બને તેટલુ જલ્દી આ અજગર ને તમે ઝુ પાર્ક મા છોડી આવો... આ સાંભળી અજગર માલિક દંગ રહી ગયો અને પોતાને સુરક્ષીત રાખવા અજગર ને છોડી આવ્યો....- 

   તમારી આસપાસ આવા ઘણા અજગર હશે જે તમારા સાથે લાગણીઓ દર્શાવતા હશે તમારા માટે ખાસ છે તેવો દેખાવ પણ કરતા હશે પણ વાસ્તવમા આ એજ અજગરો છે જે તમને મનની અંદર ગળી જવાના ખ્યાલો રાખતા હશે અને સમય આવ્યે તમારો શિકાર કરવાની ફિરાક મા હશે. તો આવા અજગરો ને સમય આવ્યે તમારા જીવનથી દૂર સુધી મુકી આવો.