-->

Join WhatsApp

તલાટી માટે કેવી સંમતિ આપવાની છે તે વિશે જાણો અને ફોર્મ ભરો

          

🔥 તલાટી પરીક્ષા 2023 – Talati સૂચના 20 તારીખ પહેલા કરી લો આ કામ 🔥

                    સંમતિ અંગેનું ફોર્મ ઓજસ વેબસાઇટ http://ojas.gujarat.gov.in ઉપર તારીખઃ ૨૦-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાક સુધી ઉમેદવાર ભરી શકશે. ત્યારબાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં. જે ઉમેદવારો ઉપરોકત ઓનલાઇન સંમતિ ફોર્મ નિયત તારીખ-સમય સુધીમાં ભરશે નહીં, તેવા ઉમેદવાર તા. ૦૭-૦૫-૨૦૨૩ની પરીક્ષા માટેના પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષા આપી શકશે નહીં, તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને જણાવવામાં આવે છે. 


   તલાટી માટે કેવી સંમતિ આપવાની છે તે વિશે જાણો 

                     જે લોકો ને તલાટી ની એક્ઝામ આપવા ની હોય તેને ઓજસ પર જાઈ ને સહમતિ આપવી પડશે.આ સહમતી કંઈક આ પ્રકાર ની છે. મુદ્દા નંબર ૫ અને ૬ ખાસ હોવાથી અવશ્ય વાંચો 👇




સહમતિ આપવા માટે નું ફોર્મ ભરવા માટે 

  અહીંથી 




ઉપર આપેલ લિંક ઉપર જતા જ સિલેક્ટ જોબ,કન્ફરમેશન નંબર અને જન્મ તારીખ નાખવાથી નીચે જેવું પત્રક તમને જોવા મળશે

સંમતિ ફોર્મ 👇

નામ :

જન્મતારીખ :

કાસ્ટ :

જેન્ડર :

કન્ફરમેશન નંબર :

આથી હું સોગંદપૂર્વક જણાવુ છું કે,

૧.      જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સીઘી ભરતીની જાહેરાત અન્વયે અમોએ ઉપરોકત કન્ફર્મેશન નંબરથી ઓનલાઇન અરજી કરેલ છે.

૨.     ઉપરોકત જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે અમોએ ઉપર જણાવેલ કન્ફર્મેશન નંબરથી કરેલ ઓનલાઇન અરજી પરત્વે તા.૦૭.૦૫.ર૦ર૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હું હાજર રહી પરીક્ષા આપીશ, તેવી હુંસંમતિ  આપી આ સંમતિ ફોર્મ ભરૂ છું.

૩.         ઉપરોકત પરીક્ષા આપવા માટેનું આ એક જ સંમતિ ફોર્મ અમોએ ભરેલ છે,

૪.          હું સોંગદપુર્વક જણાવુ છું કે, જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે અમોએ આ લોગ-ઇન કરેલ કન્ફર્મેશન નંબર સિવાય બીજા કોઇ પણ કન્ફર્મેશન નંબર પરત્વે સંમતિ ફોર્મ ભરેલ નથી.

૫.          જો મારા ધ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સમંતિ ફોર્મ ભરેલ હોવાનું જણાઇ આવશે, તો ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી થશે, તેની મને ખબર છે અને જો આ રીતે મારા ધ્વારા એક કરતા વધારે સંમતિ ફોર્મ ભર્યા હોવાનું પુરવાર થશે તો હું ત્રણ વર્ષ માટે ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી ગેરલાયક થવાની, મારી પોતાની સંમતિ આપુ છું.

૬.           હું એ જાણું છું કે જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની તા.૦૭.૦૫.ર૦ર૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આ૫વા માટે આ સંમતિ ફોર્મ ભરવું જરૂરી છે. આ સંમતિ ફોર્મ નહી ભરવાથી તા.૦૭.૦૫.ર૦ર૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં મને બેસવાનો કોઇ અધિકાર રહેશે નહિ અને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે અમોએ કરેલ ઓનલાઇન અરજી આપોઆપ રદ થશે તેની અમોને જાણ છે.

              ઉપરની વિગતો હું સોંગદપૂર્વક જાહેર કરૂ છું અને તેમાં જો કોઇ ખોટી હકીકત જણાઇ આવશે તો મારી સામે તમામ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી થશે તેની મને જાણ છે.


              👇  ઉપર ની માહિતી વાંચી અને નીચે આવેલ સબમિટ બટન પર ક્લિક કરતા ની સાથે જ તમારું સહમતી પત્ર સબમિટ  થઇ જશે અને ફોર્મ ભર્યા નો મેસેજ આવશે જેને પ્રિન્ટ પણ કરી શકાશે 👇


         


                        આ સંમતિ ફોર્મ અવશ્ય ભરવુ.જો ફોર્મ ભરવા માં નહી આવે તો તો ઉમેદવારે કરેલ ઓનલાઇન અરજી આપોઆપ રદ થઈ જશે.અને જો અલગ અલગ ફોર્મ ભરેલા હોય અને સંમતિ આપેલ હશે તો તેવા ઉમેદવાર ને ગુજરાત સરકાર ની સંસ્થા ઓ દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માં ગેરલાયક ઘોષિત કરવામાં આવશે.અને કોઈ ઉમેદવાર અલગ અલગ કન્ફરમેશન નંબર પરથી અલગ અલગ સંમતિ પત્રક ભરશે તે ત્રણ વર્ષ માટે પરીક્ષા આપી શકશે નહી.આમ મુદ્દા નંબર ૫ અને ૬ ખાસ દયાન પૂર્વક વાંચીને જ સહમતી ફોર્મ સબમિટ કરવું.


તલાટી સિલેબસ


૧    જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ  = ૫૦ ગુણ

૨    ગુજરાતી લેન્ગવેજ એન્ડ ગ્રામર    = ૨૦ ગુણ

૩    ઇંગલિશ લેન્ગવેજ એન્ડ ગ્રામર   = ૨૦ ગુણ

૪     જનરલ મેથેમેટિકસ     =   ૧૦ ગુણ

પરીક્ષા સમય =  ૧  કલાક   

સેલેરી શરૂઆત ના પાંચ વર્ષ માટે =૧૯૯૫૦/પ્રત્યેક માસ



લાયકાત  :  

           »    h.s.c  પરીક્ષા પાસ કરી હોય   અથવા  સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.

          »   કમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
    
          »   ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી  અથવા બન્ને નું જ્ઞાન હોવું જોઈએ.