તારીખ ૨૯ માર્ચ ૨૦૨૩ ના રોજ મોરથલ પ્રાથમિક શાળા માં ખુબ પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ,મિલનસાર, સ્વભાવે ખુબ શાંત અને પોતાના ક્ષેત્ર નું ખુબ બહોળું જ્ઞાન ધરાવનાર, તેમજ કોઈ પણ ના કામ ને પોતાનું સમજી અને મદદ કરનાર લાગણીશીલ સાહેબ શ્રી હસમુખભાઈ નો વિદાય કાર્યક્રમ મોરથલ પ્રાથમિક શાળા માં યોજવામાં આવ્યો.
આ પ્રસંગે શિક્ષક શ્રી નાગજીભાઈ-આચાર્ય શ્રી હેદુજી ગોળીયા પ્રા શાળા.શ્રી વિક્રમભાઈ-આચાર્ય મગાજી ગો પ્રા શાળા. શ્રી વાલમભાઈ-આચાર્ય અમરાજી ગો પ્રા શાળા. શ્રી સુરેશભાઈ-ડેંડુવા પ્રા શાળા ના આચાર્ય.શ્રી મકનાભાઈ સાહેબ ચાંગડા પ્રા શાળા ના આચાર્ય અને શ્રી પરબતભાઇ અને કેશાભાઈ સાહેબ લુવાણા પે કેન્દ્ર શાળા. સર્વે આદરણીય સાહેબો એ કાર્યક્રમ માં હાજરી આપી અને કાર્યક્રમ ની શોભા વધારી હતી. તેમજ smc સભ્યો અને શિક્ષણવિદ અને અનુભવી નિવૃત સાહેબ શ્રી ભુરાભાઇ એ હાજરી આપી હતી.
કાર્યક્રમ નું સંચાલન સાહેબ શ્રી મુકેશભાઈ ચૌધરી દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું. દીપપ્રાગટ્ય થી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.
મહેમાનો ના સ્વાગત માટે ધોરણ 3 ની બાળાઓ એ સુંદર મજાનું સ્વાગત ગીત અભિનય સાથે રજુ કર્યું હતું. તેમજ મોરથલ શાળા ના આચાર્ય ભરતભાઈ એ આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું.તેમજ સાલ અને રૂમાલ આપી સન્માન કરવામાં આવ્યું. વિદાય લઈ રહેલા
હરેશભાઇ અને નાગજીભાઈ સાહેબ સાહેબ શ્રી નું સન્માન કરતા
વાલમભાઈ સાહેબ દ્વારા સાહેબ નું સન્માન
સુરેશભાઈ સાહેબ દ્વારા સાહેબ નું સન્માન
માધ્યમિક શાળા ના સાહેબ શ્રી ઓ દ્વારા સાહેબ હસમુખભાઈ નું સન્માન
મકના ભાઈ સાહેબ દ્વારા હસમુખભાઈ નું સન્માન
વિક્રમભાઈ સાહેબ દ્વારા સાહેબ નું સન્માન
હેદુભાઈ દ્વારા સાહેબ શ્રી નું સન્માન
સાહેબ શ્રી હસમુખભાઈ નું આવેલ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું.
મોરથલ શાળા પરિવાર તરફ થી સાહેબ શ્રી ને ભેટ આપવામાં આવી
પરબતભાઇ સાહેબ દ્વારા મેરી કોમ નું ખુબ જ સુંદર ઉદાહરણ આપી અને બાળકો ને પોતાના લક્ષ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની અને સતત સંઘર્ષ આવે તો પણ મજબૂતી થી તેનો સામનો કરવા જેવી બીજી ગણી સારી વાતો સાહેબ શ્રી દ્વારા બાળકો ને પીરસવામાં આવી. તેમજ સાહેબ શ્રી એ વિદાય લઈ રહેલા સાહેબ શ્રી હસમુખભાઈ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના ઓ પાઠવી.તેમજહસમુખભાઈ સાહેબ ની સાથે આવેલ સાધુ સાહેબ દ્વારા સુંદર મજા નું ભજન રજુ કરવામાં આવ્યું. તેમનું કર્ણપ્રિય અને તાલ અને લય મા ગવાયેલા ભજને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
બાળકો એ સાહેબ શ્રી પ્રત્યે ની પોતાની લાગણીઓ ને શબ્દો રૂપે રજુ કરી. બાળાઓ એ કહ્યું કે સાહેબે જે જ્ઞાન તેમને પીરસ્યુ છે તે તેમને આજીવન યાદ રહેશે.
ભરતભાઈ સાહેબ શ્રી એ હસમુખભાઈ સાહેબ જોડે થયેલા પોતાના અનુભવો રજુ કર્યા.પોતાની વાત રજુ કરતા સાહેબ પોતાની લાગણીઓ ને રોકી શક્યા ના હતા. પરિવર્તન એ જ સંસાર નો નિયમ છે.
અને અંતે હસમુખભાઈ સાહેબ દ્વારા 3 વર્ષ સુધી જે મોરથલ પ્રાથમિક શાળા મા રહેવાનું થયું અને તેમને થયેલા અનુભવો સાહેબ શ્રી એ રજુ કર્યા. તેમજ શાળા ની બાળાઓ દ્વારા છેલ્લે વિદાય ગીત રજુ કરવામાં આવ્યુ
વિદાય ટાળે ઓ પંખીડા હસતા...................................
Post a Comment