-->

Join WhatsApp

નિયમ પાલન -પ્રેરક પ્રસંગ

ગાંધીજી ના એક જીવન પ્રસંગ ની વાત છે. આ વાત પર થી આપણે જાણી શકીયે છીએ કે નિયમ પ્રત્યે ની વફાદારી શું હોય,પોતાના જીવન મા નિયમ ના ખુબ આગ્રહી હતા. તેઓ નિય

નિયમ પાલન 

                               ગાંધીજી ના એક જીવન પ્રસંગ ની વાત છે. આ વાત પર થી આપણે જાણી શકીયે છીએ કે નિયમ પ્રત્યે ની વફાદારી શું હોય,ગાંધીજી પોતાના જીવન મા નિયમ ના ખુબ આગ્રહી હતા. તેઓ નિયમો નું હંમેશા પાલન કરતા હતા. તેઓ નિયમો મા જરાય બાંધછોડ રાખતા ન હતા. નિયમ પ્રત્યે ની નિષ્ઠા શું કેવાય તે આપણે આ તેમના જીવન  મા બનેલા પ્રસંગ થી જાણીશું.

                      ગાંધીજી ના સત્યાગ્રહ ના કારણે એકવાર અંગ્રેજ સરકારે ગાંધીજીને પકડીને યરવડા જેલમાં રાખ્યા હતા.આ જેલ ના અલગ અલગ ગણા નિયમો હતા.

                     તેમાંથી જેલનો એક નિયમ એવો હતો કે, જયારે કોઈ વ્યકિત કેદીની મુલાકાતે આવે અને તે બંને વચ્ચે જયારે વાતચીત થાય ત્યારે જેલના કોઈ અધિકારીએ ત્યાં હાજર રહેવું.આ નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ અધિકારી ની ગેરહાજરી મા એકબીજા થી વાતચીત કરી શકતી નહી. અને જો આવું કરતા પકડાઈ જાય તો તેને સજા કરવામાં આવતી.


ગાંધીજી જેલના આ નિયમથી પૂરેપૂરા વાકેફ હતા.તેમણે આ નિયમ વિશે સંપૂર્ણ માહિતી હતી. અને તેઓ ક્યારેય નિયમ પાળવામા પાછી પાની કરતા નહી.


એક દિવસ કસ્તૂરબા ગાંધીજીને મળવા આવ્યાં.ગણા દિવસ પછી તેઓ ગાંધીજી ને મળવા આવેલ. ત્યાં જેલ નો એક અધિકારી નિયુક્ત કરેલો હતો. તે થોડી વાર ત્યાં ઉભો રહ્યો. પછી જેલનો અધિકારી, જે ત્યાં ઊભો હતો તેણે વિચાર્યું કે મારી હાજરીમાં આ પતિપત્ની મુકત મને વાતચીત કરી શકશે નહિ.જો અહીં ઉભો રહીશ તો તેઓ સંકોચ અનુભવ છે, અને ખુલી ને મુક્તપણે વાતચીત કરી શકશે નહી.આવા વિચારથી તે ત્યાંથી દૂર જતો રહ્યો.


ગાંધીજી અને કસ્તૂરબા એકલાં પડયાં છતાં ગાંધીજીએ કસ્તૂરબા સાથે કશી વાતચીત કરી નહિ.અધિકારી ના હોવા છતાં બંને વચ્ચે એક પણ શબ્દ ની વાતચીત થઇ નઈ. બંને એકબીજા ને દેખી રહ્યા પણ કોઈ એ વાત ની શરૂઆત કરી નહી.બંને જણ મૌન રહ્યાં.


મુલાકાતનો નિયત સમય પૂરો થયો એટલે પેલો અધિકારી જયાં ગાંધીજી અને કસ્તૂરબા હતાં ત્યાં પાછો આવી પહોંચ્યો.


પણ તેણે જોયું તો અહીં પતિપત્ની બંને મૂંગા થઈને બેસી રહ્યાં હતાં. આ જોઈને તેના આશ્ચર્યનો કોઈ પાર રહ્યો નહિ.


તેને સમજાયું નહિ કે આ પતિપત્નીએ કેમ કશી વાતચીત ન કરી ?


પોતાનો આ પ્રશ્ન ગાંધીજી સમક્ષ વ્યકત કરતાં તે અધિકારીએ ગાંધીજીને કહ્યું: ‘બાપુજી ! તમે લોકોએ કેમ કશી વાતચીત કરી નહિ ? બંને શા માટે આમ મૂગાં મૂંગાં બેસી રહ્યાં ?’


ગાંધીજીએ અધિકારીને જવાબ આપતાં કહ્યું : ‘જેલનો નિયમ છે કે કેદી અને મુલાકાતી વચ્ચે જયારે વાતચીત થતી હોય ત્યારે જેલનો અધિકારી ત્યાં ઉપસ્થિત હોવો જોઈએ. અધિકારીની ગેરહાજરીમાં વાતચીત થઈ શકે નહિ. આ નિયમથી હું પૂરેપૂરો વાકેફ છું. મારાથી જેલના આ નિયમનો ભંગ થાય નહિ. આવા નિયમનું મારે પાલન કરવું જ રહ્યું. જો પાલન ન કરું તો નિયમ પ્રત્યેની મારી નિષ્ઠાનો કોઈ અર્થ જ રહે નહિ. નિયમ પ્રત્યેની મારી નિષ્ઠા નબળી પડે એવું તો મારાથી કેમ કરી શકાય ?


ગાંધીજીની નિયમનિષ્ઠા જોઈને અધિકારી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો !


અધિકારી ને નવાઈ લાગી અને તેને ગાંધીજી પ્રત્યે માન પણ વધ્યું.


જન્મ


2 ઓક્ટોબર 

૧૮૬૯ ના રોજ  થયો હતો.તેમનું જન્મસ્થળ ગુજરાતનું પોરબંદર હતું.


મૃત્યુ


ગાંધીજી નું મૃત્યુ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ નથુરામ ગોડસે ની ગોળી વાગવાથી થયું હતું.


સમાધિ


રાજઘાટ સંકુલ


વ્યવસાય


  1. રાજકારણી
  2. બેરિસ્ટર,
  3. રાજકીય લેખક,
  4. પત્રકાર,
  5. તત્વજ્ઞાની,
  6. આત્મકથાલેખક,
  7. નિબંધકાર,
  8. દૈનિક સંપાદક,
  9.  નાગરિક હક્કોના વકીલ,
  10. memoirist,
  11. માનવતાવાદી,
  12. શાંતિ ચળવળકર્તા,
  13.  ક્રાંતિકા​રી
  14. લેખક
 
www.gurugujarat.com/? m=1


કર્મ


સત્યાગ્રહ.તેમને વિવિધ સત્યાગ્રહો કરીને ભારત દેશને આઝાદ કરાવવા માટે પ્રયત્નો કર્યા અને પોતાનું સર્વસ્વ સોંપ્યું.


પક્ષ


ભારતીય કોંગ્રેસ