-->

Join WhatsApp

એકાગ્રતા ની શક્તિ

પ્રેરક પ્રસંગ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન માં બનેલો પ્રસંગ એકાગ્ર ચિત્તની શક્તિ સ્વ. ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સંસ્કૃતના એક પ્રખર વિદ્

એકાગ્રતા શક્તિ

          





સ્વ. ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સંસ્કૃતના એક પ્રખર વિદ્વાન હતા. ભારતનાં જ નહિ, વિદેશનાં પણ કેટલાંક વિશ્વવિદ્યાલયોમાં તેઓ સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી ચૂકયા હતા ! તેમની વિદ્યાર્થી અવસ્થાનો એક બનાવ આપણા બધાને માટે ખૂબ પ્રેરક બનેએવો છે.


તેઓ એક શાળામાં અભ્યાસ કરતા હતા. શાળાના અભ્યાસક્રમમાં સંસ્કૃતનો વિષય બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત વિષય હતો.


પણ રાધાકૃષ્ણને સંસ્કૃતના વિષયમાં ખૂબ કંટાળો આવે ! વ્યાકરણનાં રૂપો ગોખતા રહે પણ એકેય રૂપ મોઢે રહે નહિ !એ ઘણા પ્રયત્ન કરે પણ તેમને યાદ ના જ રહે તે ના જ રહે. અને આ વિષય પ્રત્યે પોતાનો અણગમો વ્યક્ત કરતા રહે 


મનમાં થયા કરે, આ તે કંઈ વિષય કહેવાય ! એક દિવસ રાતના તેઓ રૂપો ગોખવા પોતાના ખંડમાં બેઠા.


રૂપો ગોખતા હતા, એવામાં ત્યાં માટી ગોઠવતી ઊધઈ પર તેમની નજર પડી.પછી તો તેમનું મન રૂપો પરથી ઊઠીને ઊધાઈ પર જ સ્થિર થયું !


બીજે દિવસે શાળામાં તેમને રૂપો આવડયાં નહિ. એ જોઈ શિક્ષકે તેમને પૂછ્યું ‘તેં રાતના ઘેર રૂપો તૈયાર કર્યાં હોય એવું મને લાગતું નથી !’


તરત જ રાધાકૃષ્ણને શિક્ષકને જવાબ આપ્યો  ‘સાહેબ, રાતના મેં રૂપો ગોખ્યાં હતા. શિક્ષકે કહ્યું તો આજે કેમ આવડતાં નથી ? જો રાતના તેં રૂપો ગોખ્યાં હોય તો તને આજેરૂપો આવડવાં જ જોઈએ. હું...., રૂપો ગોખતી વેળા જરૂર તારું ધ્યાન બીજે કશેકહોવું જોઈએ ! ’


રાધાકૃષ્ણને કહ્યું : ‘હા, આખી રાત મારું ધ્યાન, ઊધઈ ખૂબ મહેનત કરીને માટીથી પોતાનું ઘર બનાવી રહી હતી તેના પર કેન્દ્રિત થયું હતું.’ અને તરત જ શિક્ષકે રાધાકૃષ્ણન્ને કહ્યું : ‘તો તારે એના પરથી બોધ લેવો

                             જોઈએ કે નાના જંતુ જેવી ઊધઈ પણ મહેનત કરીને, ધ્યાન એકાગ્ર કરીને માટીનું ઘર બનાવી શકે છે તો તું પણ એકાગ્ર ચિતે મહેનત કરી રૂપો ગોખે તો તું અવશ્ય એક તેજસ્વી વિદ્યાર્થી બની શકે !”


શિક્ષકના આ શબ્દોએ રાધાકૃષ્ણમાં એવી તો એક ચેતનાનો સંચાર કર્યો કે તે દિવસથી તેમણે એકાગ્ર ચિત્તથી અભ્યાસ શરૂ કર્યો અને વખત જતાં તેઓ સંસ્કૃતના એક મહાન જ્ઞાતા બન્યા




.શીખવા જેવું


1 સતત મહેનત કરવાથી સફળતા ચોક્કસ મળે છે


2  સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી.


3   રસપૂર્વક જો કોઈ કામ માં જોડાઈએ એ તો એમાં આનંદ અને સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે


4  નિષ્ફળતા ના ડર થી હથિયાર મુકવા નહી.


5  સતત જીવન માં શીખતા રહેવું જોઈએ.


6  સમય પરિવર્તન શીલ છે.


»»»દક્ષિણ ભારતનાં તિરુતની નામનાં એક ગામમાં 1888માં પ્રકાંડ વિદ્વાન અને દાર્શનિક ડૉ.   સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ થયો હતો.

 »»»»તેઓ દર્શન શાસ્ત્રમાં એમ.એ.  ની ઉપાધિ લીઘી
અને સને 1916 માં મદ્રાસ રેજીડેન્સી કોલેજમાં દર્શનશાસ્ત્રના સહાયક નિમણૂક થયા.

»»» .બધા લોકોએ વિશ્વમાં તેમના લેખોની પ્રશંસા કરી.



 »»»2 આઝાદ ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ ભારતીય ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરો લખ્યા છે.  

 »»»»રાધાકૃષ્ણન પ્રસિદ્ધ શિક્ષક પણ હતા અને તે કારણ છે,કે તેમની યાદમાં હર વર્ષ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ મનાયા છે.

»»» આ દિવસે બાળકો શાળા માં શિક્ષક બને છે અને મનગમતો વિષય ભણાવે છે. અને શિક્ષક બનવાના પોતાના સપના ઓ ને માણે છે