-->

Join WhatsApp

અપરાજિત

ઘણા સમય પહેલા ની વાત છે, જ્યારે ભારત દેશ ભારતવર્ષ તરીકે જાણીતો હતો. ચાણક્ય ના શિષ્ય ચંદ્ર ગુપ્ત ની ખ્યાતિ ચારેદિશા માં ગવાતી હતી.

                                  

અપરાજિત





                   ઘણા સમય પહેલા ની વાત છે, જ્યારે ભારત દેશ ભારતવર્ષ તરીકે જાણીતો હતો. ચાણક્ય ના શિષ્ય ચંદ્ર ગુપ્ત ની ખ્યાતિ ચારેદિશા માં ગવાતી હતી. અને તેને વિશાળ વિસ્તાર માં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું.અને ગુરુ તરીકે ની ચાણક્ય ની પ્રશંસા કરતા લોકો થાકતા ન હતા. તે દિવસો ની આ વાત છે.


         એક દિવસ   ગ્રીસનો એક રાજદૂત મહાઅમાત્ય ચાણક્યને મળવા આવ્યો. પણ એ સમયે મહાઅમાત્ય ચાણક્ય નદીમાં સ્નાન કરી, પાણીનો એક ઘડો, પોતાના ખભા પર મૂકી રહ્યા હતા.અને પોતાની ઝૂંપડી તરફ જવા નીકળ્યા જ હતા.

રાજદુતે ઘોડા ને તેમની નજીક લાવ્યો રાજદૂતે અગાઉ કદી ચાણક્યને નજરે જોયા નહોતા, એટલે તેણે ચાણક્યને કોઈ બીજી સામાન્ય વ્યકિત ધારી લઈને પૂછયું : “મારે ચાણક્યને મળવું છે. તમે મને એમનું ઘર બતાવશો ?’


ચણક્યે થોડે દૂર આવેલી એક ઘાસની ઝૂંપડી તરફ આંગળી ચીંધી અને કહ્યુંઃ પેલી ઝૂંપડીમાં ચાણક્ય રહે છે. ત્યાં જાઓ.’ રાજદૂત ઝૂંપડીએ ગયો. ઝૂંપડીમાં કોઈ હતું નહિ. પોતે ચાણક્ય કયારે ઝૂંપડીમાંવે તેની રાહ જોતો ઝૂંપડીના દ્વાર પર ઊભો રહ્યો.


પણ તેણે ત્યાં ઊભા રહીને ઝૂંપડીમાં નજર કરી તો એના આશ્ચર્યની કોઈ અવધ રહી નહિ કે, આવડા મોટા સામ્રાજયના મહા-અમાત્યની ઝૂંપડીમાં એક ફાટી તૂટી ગોદડી, બેચાર રસોઈ માટેનાં ઠામડાં અને બેસવા માટે એક લાકડાની પાટ વિના બીજો કોઈ અસબાબ હતો નહિ.ચાણક્ય એક સામાન્ય માણસ ની જેમ જ જીવન જીવી રહ્યા હતા. તેઓ આટલા મોટા સામ્રાજ્ય ની જાહોજલાલી નો ત્યાગ કરી અને એક સામાન્ય જીવન જીવી રહ્યા હતા.આ બધું પેલો રાજદૂત ગંભીરતાપૂર્વક જોઈ રહ્યો હતો.


ત્યાં તો તેણે નદીતટે જોયેલી પેલી વ્યકિતને ઝૂંપડી પર આવેલી જોઈ.તેને જોતાં જ રાજદૂતે કહ્યું : ‘અહીં તો મહાઅમાત્ય નથી. કયાંક બહાર ગયા લાગે છે ! તેઓ કયારે આવશે તેનો ખ્યાલ તમને છે ?


અને મહાઅમાત્ય ચાણકયે કહ્યું : ‘આ અદના આદમીને લોકો ચાણક્ય કહે છે. આપનું હું સ્વાગત કરું છું.’


એટલું કહીને તેમણે ખભા પરથી પાણીનો ઘડો હેઠે ઉતારી એક ખૂણામાં મૂકયો અને રાજદૂતને પોતાની બાજુમાં પાટ પર બેસાડીને તેની સાથે ધર્મ, રાજય, સમાજ આદિ વિષયો પર ચર્ચા કરી. એ સમગ્ર ચર્ચામાં તેમની વિદ્વત્તાનું અપૂર્વ દર્શન રાજદૂતને થયા કર્યું.રાજદૂત તેમના જ્ઞાન થી અભિભુત થઇ ગયો. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે એટલું જ્ઞાન ધરાવનાર કોઈ આવું સાદગી ભર્યું જીવન જીવી રહ્યું હોય!


તે મનોમન બોલ્યો : જે દેશનો મહાઅમાત્ય આવો વિદ્વાન, લોકોના હિતની ચિંતા કરનાર, પ્રખર પંડિત અને કુશળ રાજનીતિજ્ઞ હોવા છતાંયે અલ્પાંશે પણ અહંકારી ન હોય તે દેશને કોઈ કેવી રીતે પરાજિત કરી શકે ? એવો દેશ અજેય જ છે.’

૧.ચાણક્ય અથવા કૌટિલ્ય  મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા.


૨..ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યા હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું.

૩...તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે.

૪... તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે

૫...ચંદ્રગુપ્ત મૌર્ય  એ પ્રાચીન ભારતમાં મૌર્ય સામ્રાજ્યના પ્રથમ સમ્રાટ હતા જેમણે મગધ સ્થિત ભૌગોલિક રીતે વ્યાપક સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને મૌર્ય વંશની સ્થાપના કરી.

 ૬...મૌર્ય સામ્રાજ્ય એક સામ્રાજ્ય બનવા માટે વિસ્તર્યું જે તેમના પૌત્ર અશોકના શાસન હેઠળ  આજ સુધી તેની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું.

૭...ચંદ્રગુપ્તના સમયમાં અસ્તિત્વમાં રહેલી રાજકીય રચનાની પ્રકૃતિ ચોક્કસ નથી.


૮....મૌર્ય સામ્રાજ્ય એક ઢીલું સામ્રાજ્ય હતું.


૯...ચંદ્રગુપ્ત મૌર્ય ને ઇતિહાસ માં એક સફળ રાજા તરીકે જોવા માં આવે છે.

૧૦...તેને પોતાના જીવન કાળ દરમિયાન ગણી બધી વિજય લડાઈ ઓ લડી હતી

૧૧... તેના પછી તેના પુત્ર અશોકે તેને ખુબ વિસ્તાર્યું.

૧૨...અશોકે પછી થી મગધ ની લડાઈ પછી બૌદ્ધ ધર્મ અપનાવેલ.

૧૩.. બૌદ્ધ ધર્મ ની સ્થપના ગૌતમ બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી

૧૪ ચાણક્ય એક મહાન શિક્ષક હતા.