-->

Join WhatsApp

ઉપદેશ - પ્રેરક પ્રસંગ મોટીવેશન સ્ટોરી

                              ચારેબાજુ લીલુંછમ ઘાસ, પંખી ઓનો મધુર મીઠો કલરવ ચારે બાજુ ના વાતાવરણ ને આનંદિત બનાવી રહ્યો હતો.

          ઝુંપડી ની બહાર સરસ મજાના સફેદ રંગ ના સસલા ઓ પોતાની મોજ મા જાણે પકડાપકડી રમી રહ્યા હતા. જેવી રીતે ઉંમર લાયક વડીલ પોતાના અનુભવ થી ઘર ને શાંતિ રૂપિ શીતલતા જાળવી રાખે એવી જ રીતે આ જગ્યા પર ગણા વર્ષા થી ઉભેલો લીમડો અહીં આવનાર ને પોતાના ગણી અને પોતાના છાંયડારૂપી શીતલતા નો લાભ આપી રહ્યો હતો.આવી સરસ મજા ની જગ્યા મા એક ઝૂંપડી માં એક સાધુ મહારાજ રહેતા હતા.

                                તેમની ઝૂંપડી મા અવાર નવાર ગામ ના ઘણા લોકો ની અવરજવર રહેતી હતી. પોતે પોતાના અનુભવ નો ઉપયોગ કરી ગામ લોકો ની મદદ કરવા તેઓ હંમેશા તૈયાર રહેતા હતા. ગામ ના નાના મોટા ઝગડા ઓ નું સમાધાન તેઓ પોતાની વિવેક બુદ્ધિ થી લાવી આપતા હતા. આ કારણે ગામ લોકો તેમની વાત નું ખુબ માન રાખતા અને તેમને સન્માન પણ આપતા.

                     આ ગામ મા એક ચિરાગભાઈ નામ નો એક વ્યક્તિ રહેતો હતો. તે સ્વભાવે ખુબ જ સારો માણસ હતો. તેઓ નો એક નિત્યક્રમ હતો કે તેઓ ક્યારેય કોઈ ભૂખ્યા વ્યક્તિ ને જમાડ્યા વગર જમે નહિ, અને પ્રાણીઓ પ્રત્યે પણ તેમને ખુબ લગાવ હતો. તેમના ઘરે તેમને સરસ મજા ની એક કૂતરી પળેલી. અને તેઓ તેનું ધ્યાન પોતાના ઘર ના પરિવાર ની જેમ જ રાખે. પગપાળે જતા લોકો ની સેવા માટે જ્યારે કેમ્પ નું આયોજન કરવામાં આવતું તો તેઓ કોઈ પણ સંજોગો માં તેમાં હાજરી આપે જ. અને પગપાળે જતા લોકો ના પગ પણ દબાવી આપે. આવા ખુબ દિલદાર માણસ,તેઓ પોતાના આદર્શ તરીકે સાધુ મહારાજ ને જોતા. અને તેમની બધી વાતો તેઓ માનતા. તેમની એક વાત ની પણ અવગણના તેઓ કરતા નહી. બધા સારા ગુણો ની સાથે તેમને એક ખરાબ ટેવ હતી 'ચા ' પીવાની.

              

                      એક દિવસ બાજુ વાળા પડોસી બહેન પાસે થી ચિરાગભાઈ ની પત્ની ને જાણવા મળ્યું કે તેમના પતિ સાધુ મહારાજ નું કહેવું માને છે. તેમની એક પણ વાત નો અનાદર કરતા નથી.આથી તેમને વિચાર્યું કે સાધુ મહારાજ પાસે જ આમને લઈ જવા પડશે અને એમની પાસે જ આમની વધારે ચા પીવાની આદત છોડાવી પડશે.

              આમ વિચારી તેઓ પોતાના પતિ ને લઈને સાધુ મહારાજ પાસે ગયા . જઈને બધી વાત કરી. પણ સાધુ મહારાજે કોઈ પણ પ્રકાર નો ચા ' ઓછી પીવાનો કે બંધ કરવાનો ઉપદેશ આપ્યો નહી. અને બે દિવસ પછી આવવાનું કહ્યું. બે દિવસ થયા. બે દિવસ પછી પાછા બન્ને જણા સાધુ પાછે ગયા. પણ આ વખતે પણ સાધુ એ કોઈજ ચા બંધ કરવાની વાત કરી નહી. આવું સતત મહિનો ચાલ્યું. અચાનક મહિના પછી સાધુ એ સામે થી તેમને બોલાવ્યા અને કહ્યું કે, " ચિરાગ હવે થી તારે ચા દિવસમાં ઓછી પીવી અને બને તો બંધ જ કરી નાખવી. આટલુ સાધુ ના મુખે થી સાંભળતા જ ચિરાગભાઈ એ મનોમન નક્કી કરી નાખ્યું કે હવે થી ચા નઈ પીવે, અને તેમને તેનો અમલ પણ કર્યો. અને તેમની પત્ની ને વારંવાર બનાવવી પડતી ચા ની પ્રક્રિયા માંથી છુટકારો મળ્યો.

             ચિરાગભાઈ ને એક પ્રશ્ન મનમાં મુંજવતો હતો કે સાધુ મહારાજે મને કેમ મહિના પછી ચા બંધ કરવાનું કહ્યું, તેઓ આટલા દિવસ સુધી અમે આવતા તો પછી આવજો એમ કહી અમને મોકલી દેતા , આમ આવી રીતે આટલા દિવસો કાઢવાનો શું મતલબ?

      આમ વિચારી તેઓ સાધુ મહારાજ પાસે ગયા, અને મનની વાત કરી. સાધુ એ કહ્યું,' કે તમે જ્યારે પહેલી વખતે આવ્યા અને મને તમારી પત્ની એ તમારી ચા બંધ કરાવવાનું કહ્યું ત્યારે હું પોતે દિવસ માં ગણી ચા પીતો હતો, તમને ચા બંધ કરાવવનું કહેવા માટે મે ચા પીવાનું ધીમે ધીમે બંધ કર્યું, કારણ ગુરુ ચા પીવે ચેલા ને ના પડે એવુ કઈ ચાલે. ગુરુ ની કથની અને કરની માં ફર્ક  શોભે નહી. આથી મને તમને ચા બંધ કરવા વિશે ઉપદેશ આપતાં આટલો સમય લાગ્યો. ચિરાગભાઈ મન માં બોલ્યા, ધન્ય છે તમારા વિચારો ને..








૧  હંમેશા બીજા ને સલાહ આપતાં પહેલા આપણે તેનું આચરણ કરવું જોઈએ

૨    સર્વ નું હિત થાય તેવું કરવું જોઈએ

૩    આપણા થી કોઈનું અહીંત ના થાય તેનું ધ્યાન રાખીયે

૪     જેવું વર્તનની અપેક્ષા બીજા પાસે થી રાખીયે છીએ તેવું વર્તન આપણે બીજા સાથે કરીયે

૫    સૌ ની સાથે સંપી ને રહીયે, સૌને મદદરૂપ બનો

૬    કામ કરો તો દિલ થી કરો

૭    .ગરીબ લોકો ની સેવા કરો. જરૂર વાળા ની મદદ કરો.