-->

Join WhatsApp

શિક્ષણ

        શિક્ષણ


                                

                                                  ગિજુભાઈ બધેકા એ શિક્ષણ જગત માં એક જાણીતું નામ છે.  બાળકો ના એક આદર્શ શિક્ષક તરીકે નામના પામનાર ગિજુભાઈ બાળકો ના માત્ર શિક્ષક જ નહોતા, તેઓ બાળકો ના એક સાચા વાલી પણ હતા.બાળકો એમને ખુબ જ પ્રિય હતા અને બાળકો પણ તેમના પ્રત્યે એટલો જ સ્નેહ રાખતા હતા. જેમ કોઈ માતાપિતા પોતાના બાળકો ને વહાલ કરે તેવી રીતે ગિજુભાઈ બધેકા બધા બાળકો ને વહાલ કરતા હતા.


                    એક દિવસ ની વાત છે.

               ગિજુભાઈ બાળકો ને વર્ગ માં ભણાવી રહ્યા હતા. તેઓ ખુબ જ સરસ રીતે ભણાવી રહ્યા હતા. તેઓ ની એક ટેવ હતી તેઓ જ્યારે ભણાવતા ત્યારે તેમની નજર વર્ગ ના દરેક બાળક ઉપર રહેતિ.દરેક વિદ્યાર્થી ના હાથ માં પુસ્તક અને દરેક વિદ્યાર્થી ની નજર તે પુસ્તક માં હતી. બધા બાળકો ખુબ ધ્યાન પૂર્વક પોતાના પુસ્તક મા ધ્યાન આપી રહ્યા હતા.બાળકો નું ધ્યાન એકાગ્ર હતું. તેઓ ખુબ જ ધ્યાન થી અભ્યાસ કરી રહ્યા હતા. જેમ અર્જુન નું ધ્યાન ચકલી ની આંખ પર હતું તેમ બાળકો નું ધ્યાન પુસ્તક માં હતું.


        આ સમયે ગિજુભાઈ એ જોયું કે બાળકો પુસ્તક વાંચવામાં તલ્લીન છે!તેઓ ખુબ રસ થી પુસ્તક વાંચતા હતા. આખો વર્ગ શાંત હતો. વર્ગ નો એકપણ બાળક અવાજ કરતો ના હતો. બધે શાંતિ હતી. વર્ગ માં પુસ્તક ના પાના ફેરવવાનો અવાજ પણ શુદ્ધ રીતે સાંભળી શકાય તેવી નીરવ શાંતિ હતી. બધે નીરવ અને શાંત.

 

        તેમને આ જોઈને ખુબ આનંદ થયો. પોતાના બાળકો ને આવી રીતે શાંત ચિતે વાંચતા જોઈ તેઓ ને પ્રફુલ્લિત થયા.  પણ એ આનંદ લાંબો રહ્યો નહિ, તે આનંદ ક્ષણજીવી જ નીવડ્યો!


        તેમણે નજર કરી તો છેલ્લી હાર મા બેઠેલો એક વિદ્યાર્થી બીજા એક વિદ્યાર્થી ના પાઠ્યપુસ્તક મા  નજર ફેરવી રહ્યો હતો.


    આ જોઈને ગિજુભાઈ એ પેલા વિદ્યાર્થી ને ઉભો કર્યો.

ગિજુભાઈ એ થોડી કડકાઈ થી પેલા વિદ્યાર્થી ને ઉભા થવાનું કહ્યું એટલે પેલો વિદ્યાર્થી ડરતો ડરતો ઉભો થયો, અને ડર ના કારણે થરથર ધ્રુજતો હતો.


ગિજુભાઈ એ તેને પૂછ્યું,`તારી પાસે પાઠ્યપુસ્તક નથી?   તે હજી સુધી પાઠ્યપુસ્તક ખરીદ્યું નથી?  બીજા ના પુસ્તક માં શા માટે જોવે છે? આવા ઉપરાંઉપરી ગણા પ્રશ્નનો તેને પૂછ્યા.


               આવા ઉપરા ઉપરી પૂછયેલા પ્રશ્નો થી પેલો વિદ્યાર્થી એટલો તો ગભરાઈ ગયો કે તે એટલું જ બોલી શક્યો કે, અમે પુસ્તક ખરીદી શકીયે તેમ નથી.


  ગિજુભાઈ એ તેને બેસી જવા કહ્યું

શાળા નો સમય પૂરો થયો.


ગિજુભાઈ ઘરે ગયા, પરંતુ તેમને એક પ્રશ્ન વારંવાર ડંખી રહ્યો હતો.   મે તેને ઉભો કર્યા કારણ કે તેની પાસે પાઠ્યપુસ્તક નહોતું. પરંતુ શા માટે નહોતું? તેના માતાપિતા તે ખરીદી શકે તેવી સ્થિતિ ધરાવતા નથી એટલે ને?


 અને પછી પ્રશ્ન થયો, શું હું તેને માત્ર શિક્ષક જ શુ? શુ હું તેનો વાલી નથી?


બીજા દિવસે ગિજુભાઈ બધેકા એ પેલા વિદ્યાર્થી ને પોતાની પાસે બોલાવ્યો અને તેના હાથ માં પૈસા મુક્યા અને કહ્યું કે આ પૈસા થી નવા પાઠ્યપુસ્તક ખરીદી લેજે


વિદ્યાર્થી થોડો ગળગાળો થયો અને બોલ્યો તમે મારા શિક્ષક છો કઈ વાલી નહિ તે તમે આવી રીતે પાઠ્યપુસ્તક ખરીદવા મને પૈસા આપી રહ્યા છો!


 ગિજુભાઈ બોલ્યા કે બેટા આટલા દિવસ સુધી તો હું પણ એ જ ભ્રમ મા હતો કે હું તારો શિક્ષક જ છું , પણ આજે એ ભ્રમ મારો દૂર થયો છે, અને હું સમજી શક્યો છું કે હું માત્ર તારો શિક્ષક નહિ પણ,વાલી પણ છું. બધા શિક્ષકો વહેલા મોડા આ વાત સમજવી જ પડશે..

                             

                           બાળકો ને સમજી અને જો તેમને પ્રેમ આપી અને તેમની સાથે આત્મીયતા બાંધી અને શીખવવામા આવે તો બાળક જરૂર શીખે છે.

                            બાળક ની શીખવા ની રીત અલગ અલગ હોય છે  કોઈક બાળક જલ્દી શીખે છે કોક બાળક ધીમે શીખે છે. આથી બાળકો ને અલગ અલગ પધ્ધતિ થી સિકવવું જોઈએ.

                       જો એક પધ્ધતિ કામ ના આવે તો બીજી પધ્ધતિ નો ઉપયોગ કરવો જોઈએ. સરળ થી કઠિન તરફ જવાથી જલ્દી શીખવી શકાય છે, જો કોઈ નવા વિષય ને બાળક ના પૂર્વ જ્ઞાન સાથે જોડવા માં આવે તો બાળકો જલ્દી શીખે છે અને તેમને શીખવા માં આનંદ પણ આવે છે.

                      જો બાળકો માટે સકારાત્મક શુદ્રઢકો વાપરવામાં આવે તો તેઓની શીખવાની ગતિ માં વધારો જોવા મળે છે. તેમના કામ ની કદર કરવામાં આવે તો બાળક કામ કરવા પ્રત્યે પ્રેરાઈ છે અને કામ મા તેની ગતિ માં વધારો થાય છે.

                      કોઈ પણ બાળક ને ક્યારેય ઉતારી પડવું જોઈએ નહી. પ્રત્યેક બાળક કલાકાર છે. બધા બાળકો ની અંદર કોઈક ને કોઈક શક્તિ છુપાયેલી છે જ. જરૂર છે તો ફક્ત તેને બહાર લાવવાની. જો દ્રોણચાર્ય જેવી પારખી નજર વાળો ગુરુ મળી જાય તો અને તો જ અર્જુન જેવા બાળકો તૈયાર થશે. પહેલા તો બાળક નો રસ જાણી તેને કયા વિષય માં રસ છે પછી જો તૈયાર કરવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે. માટે રસ રુચિ જાનવી એટલી જ જરૂરી છે.

                     બાળકો એ ભગવાન નું રૂપ છે. તેઓ નિસ્વાર્થ અને ખુબ લાગણીઓ ધરાવતા હોય છે. જો તેમનું પ્રમ થી ઘડતર કરવામાં આવે તો ચોક્કસ સારા નાગરિક બની શકે છે.

                 ગિજુભાઈ ને બાળકો ખુબ પ્રિય હતા. તેઓ બાળકો ને પ્રેમ થી જ શીખવતા હતા.