-->

Join WhatsApp

નંદશંકર મહેતા

 નંદશંકર તુળજાશંકર મહેતા (ઈ. 1835થી ઈ. 1905 )

શ્રી નંદશંકર મહેતાનું નામ ગુજરાતી ભાષાની પહેલી મૌલિક નવલકથા ‘કરણઘેલો’ આપનાર તરીકે જાણીતું છે.

ઈ.1835માં તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ હતા. તેમના પિતા સુરતમાં નોકરી કરતા હતા. નંદશંકર બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હ `મણે અભ્યાસ કર્યો હતો ત્યાં જ તેઓ પછીથી મુખ્ય અધ્યાપક તરીકે નિમાયા હતા. શિક્ષક, આચાર્ય, મામલતદાર અને પછીથી આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટના હોદ્દા સુધી તેઓ પહોંચ્યા હતા. તેઓ વિદ્યાર્થીપ્રિય સંનિષ્ઠ શિક્ષક હતા તેથી સૌ તેમને ‘નંદશંકર માસ્તર'નું આદરપૂર્વક સંબોધન કરતા.


દુર્ગારામ મહેતાજી સાથે રહી ભાષણો દ્વારા તેઓ સુધારાનાં કાર્યોમાં જોડાયા હતા. તેઓ નર્મદના સુધારક પક્ષના તરફદાર હતા. હોપ સાહેબ સાથે એમણે રહી શિક્ષણક્ષેત્રમાં ઉપયોગી કાર્ય કર્યું હતું. તેમની વિવિધ કામગીરીની કદરરૂપે અંગ્રેજ સરકારે તેમને રાવબહાદુરનો ખિતાબ આપ્યોહતો. ઈ. 1905માં તેમનું અવસાન થયું હતું.

‘કરણઘેલો' તેમણે રચેલી એક માત્ર કૃતિ છે. ગુજરાતી સાહિત્યની એ પ્રથમ મૌલિક ઐતિહાસિક નવલકથા છે. ઈ.1866માં તે રચાઈ હતી. આ નવલકથા રચવા માટે તે વખતના એજ્યુકેશનલ ઇન્સ્પેકટ૨ ૨સે માહેબની પ્રેરણા મળી હતી. અંગ્રેજ નવલકથાકાર સ૨ વૉલ્ટર સ્કૉટની કૃતિઓનીતેની ઉપર અસર છે. ‘કરાયેલો' નવલકથાનું વસ્તુ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રજપૂત રાજા કરણવાઘેલાના જીવનની આસપાસ ગૂંથાયું છે. રાજા કરણે પોતાના રાજ્યના બ્રાહ્મણ પ્રધાન માધવની પત્ની રૂપસુંદરી ઉપર ષ્ટિ કરી, માધવને છેતરી તેને બહારગામ મોકલી દઈ સિપાઈઓની મદદથી રૂપસુંદરીનું અપહરણ કરીને પોતાના મહેલમાં બોલાવી મંગાવી. રૂપસુંદરીના બચાવના પ્રતિકારમાં કેશવ નામનો તેનો દિયર માર્યો ગયો. દેશવની વિધવા પત્ની ગુણસુંદરી પતિ પાછળ સતી થઈ અને સતી થતી વખતે ‘અણહિલપુર પાટણનું પતન અને કરણરાજાનું કમોત' એવી શાપવાળી તેણે ઉચ્ચારી. બહારગામ ગયેલો માધવ જયારે પાછો આવ્યો અને આખીયે ઘટના જાણી ત્યારે રોષે ભરાયેલા માધવે રાજા ઉપર વેર લેવા માટે દિલ્હીના તે સમયના બાદશાહ અલાઉદ્દીન ખીલજીને રૂબરૂ મળીને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું. બાદશાહે પાટણ ઉપર આક્રમણ કરી જીતી લીધું અને પરાજિત ધવાયેલો રાજા કરણ રણ છોડી નાસી ગયો. તેની પત્ની કૌળાદેવી તેમ જ પુત્રી દેવળદેવી વિધર્મી રાજાના હાથે કેદ પકડાયાં. રાજા કરણ પણ કોઈક અજાણ સૈનિકના હાથે યુદ્ધમાં મૃત્યુ પામ્યો.


આ ક્યા વેરની વસૂલાતની કથા બને છે. માધવમંત્રીએ ગુજરાતને ગુલામ બનાવ્યું. હિંડ, ગા અને દેવસ્થાનોને વિધર્મીઓને હાથે ભ્રષ્ટ બનાવવામાં તે નિમિત્ત બન્યો. પ્રસ્તાવનામાં લેખક કરે છે તેમ મગફળીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, પાપનો ય' તે આ કથાલેખન પાછળનો ઉદ્દેશ હતો. આરંભકાળની આ કૃતિ હોવાને લીધે એમાં વસ્તુસંકલનાની, ચરિત્રનિરૂપણની, વર્ણનની, સંવાદકળાની ઘણી મર્યાદાઓ છે. સુરતમાં લાગેલી આગ, દુકાળનું ચિત્ર ઈ. નિરૂપણ લેખકના અનુભવજગત અને કલ્પનાજગતનું મિશ્રા છે. સર્જકતાના લગભગ અભાવવાળી, ટાંચણરૂપ કથા હોવા છતાં એમાંના વર્ણન ઉપરાંત ભાષાશૈલીની પ્રૌઢિને લીધે ઘણા લોકો તે જમાનામાં આ નવલકથા તરફ આકર્ષણ અનુભવતા હતા. વિવેચક નવલરામે નોંધ્યું છે કે તે સમયે 'કરણઘેલો' ખૂબ વંચાતી લોકપ્રિય કૃતિ હતી. ‘કરણઘેલો’ પછી ગુજરાતી નવલકથાને નવી દિશા સાંપડી. નર્મદયુગના ગદ્યનો અભ્યાસ કરવા માટે પણ ‘કરણઘેલો'નું ઐતિહાસિક મહત્વ છે