-->

Join WhatsApp

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો

પાનકાર્ડને આધારકાર્ડસાથેલિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો અગાઉ પાનકાર્ડને આધારકાર્ડસાથે લિન્ક કરવાની તારીખ ૩૧ માર્ચહતી

 પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો




અગાઉ પાનકાર્ડને આધારકાર્ડસાથે લિન્ક કરવાની તારીખ ૩૧ માર્ચહતી

પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો કરાયો છે.

આને કારણે હવે કરદાતાઓને થોડી રાહત મળશે. આમઆદમી તેમજ કરદાતાઓને હવે પાનકાર્ડ સાથે આધારકાર્ડને જોડવા વધુ ૩ મહિનાનો સમય મળશે.

આવકવેરા ખાતાના જણાવ્યા મુજબ ૬૧ કરોડ પાનકાર્ડધારકો પૈકી ફક્ત ૪૮ કરોડ લોકોએ જ તેમના પાન નંબરને આધાર નંબર સાથે લિન્ક કર્યા છે.

હજી ૧૩ કરોડ લોકો એવા છે કે જેમણે પાન અને આધાર નંબર લિન્ક કર્યા નથી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા PANકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર ૩૦મી જૂન ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે

. સીબીડીટી દ્વારા આ અંગે નવું નોટિફિકેશન બહાર

સીબીડીટીએ અગાઉ જણાવ્યું હતું કે જે કરદાતા કે પાનકાર્ડધારક તેમના PAN નંબરને આધારકાર્ડ સાથે લિન્ક નહીં કરે તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે. આને કારણે તેઓ બેન્ક ખાતામાંથી નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં. તેમના પાનકાર્ડને લગતા તમામ પ્રકારના કામકાજો ફ્રીઝ થઈ જશે.

 જેમાં સરકારી લાભો નહીં મળવાનો, આઈટી રિટર્ન ફાઈલ નહીં કરી શકવાનો, ટેક્સ રિફંડ અટકવાનો અને ક્રેડિટકાર્ડ નહીં મળવાનો સમાવેશ થાય છે.

પાનકાર્ડને આધારકાર્ડસાથેલિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો  અગાઉ પાનકાર્ડને આધારકાર્ડસાથે લિન્ક કરવાની તારીખ ૩૧ માર્ચહતી


પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જાય છે તો પડી શકે છે આ મુશ્કેલી

પાનકાર્ડને આધારકાર્ડસાથેલિન્ક કરવાની મુદતમાં પાંચમી વખત વધારો  અગાઉ પાનકાર્ડને આધારકાર્ડસાથે લિન્ક કરવાની તારીખ ૩૧ માર્ચહતી


 5 લાખથી વધુનું સોનું નહિ ખરીદી શકો.


બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહિ શકો.


પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ફાઇલ નહિ કરી શકો.


કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે.


તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં.


સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ આવશે 


આધાર-પાનને લિંક કરવા માટે આ છે પ્રોસેસ


સૌથી પહેલા તો  1000 રૂપિયાની ચુકવણી કરવી પડશે


આ બાદ ઈન્કમટેક્સની વેબસાઈટ પર જાઓ.


અહીં ક્વિક લિંકમાં આધાર લિંક પર ક્લિક કરો.


પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ પર ક્લિક કરો.


પેમેન્ટ માટે NSDL વેબસાઇટની એક લિંક દેખાશે.


CHALLAN NO./ITNS 280માં પ્રોસિડ પર ક્લિક કરો.


ટેક્સ એપ્લિકેબલ (0021) Income Tax (Other than Companies) પસંદ કરો


ટાઇમ ઓફ પેમેન્ટમાં ((500) Other Receiptsની પસંદગી કરવાની રહેશે.


મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ.


તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો.


પર્મનન્ટ એકાઉન્ટનંબરમાં તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો.


આકારણી વર્ષમાં 2023-2024ની પસંદગી કરો.


સરનામાના સ્થળે તમારું કોઈપણ સરનામું લખો.


હવે કેપ્ચા કોડ દાખલ કરો અને પ્રોસિડ પર ક્લિક કરો.


પ્રોસિડ પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારી રેકોર્ડ કરેલી માહિતી જોશો.


જાણકારી ચેક કર્યા બાદ આઇ એગ્રી ટિક કરો, સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો.


જો તમે રેકોર્ડ કરેલી વિગતોમાં કોઈ ગડબડ હોય તો એડિટ પર ક્લિક કરો


હવે તમારે નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને  1000 રૂપિયા ભરવા પડશે.


ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી, તમને પીડીએફ મળશે. આ ડાઉનલોડ તમારી પાસે રાખો.


આ પેમેન્ટ અપડેટ થવામાં 4- 5 દિવસનો સમય લાગશે.


પેમેન્ટ કર્યા બાદ કરવી પડશે આ પ્રોસેસ


4- 5 દિવસ બાદ તમારે ફરીથી ઇન્કમટેક્સ વેબસાઇટ પર લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે.


પાનનંબર અને આધારનંબર ભરો અને વેલિડેટ પર ક્લિક કરો.


જો તમારું પેમેન્ટ અપડેટ થઈ ગયું છે, તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે.


ચાલુ રાખવા પર ક્લિક કરો અને આધારકાર્ડ અનુસાર નામ અને મોબાઇલનંબર દાખલ કરો.


આઇ એગ્રી પર ટિક કરો અને આગળ વધો. હવે તમને ઓટીપી મળશે.


ઓટીપી દાખલ કરો અને વેલિડેટ પર ક્લિક કરો. હવે એક પોપ અપ વિન્ડો ખૂલશે.


પોપ અપમાં લખવામાં આવશે કે આધાર પેન લિંકિંગ માટેની તમારી વિનંતી માન્યતા માટે UIDAIને મોકલવામાં આવી છે.


વેલિડેશન બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે. તમે આવકવેરાની વેબસાઇટ પર એની સ્થિતિ ચકાસી શકો છો.