-->

Join WhatsApp

વિશ્વાસ

વિશ્વાસ, vishvas, prerak prasang, પ્રેરક પ્રસંગ,પ્રાણી પ્રેમ, prani prem, કુતરા ની વાર્તા, dog story, motivation sory, મોટીવેશનલ સ્ટોરી

             વિશ્વાસ



  એક દિવસ ગામ માં એક કૂતરું એવુ જોવા મળ્યું કે તેના પેટ ઉપર તાર બાંધેલો હતો. તાર એવી મજબૂત રીતે બાંધ્યો હતો કે તેનું પેટ તાર ની પકડ થી સંકોચાઈ ગયું હતું.

                         એ વખતે વિચાર આવેલો કે આ તાર કોણે બાંધ્યો હશે અને કેમ બાંધ્યો હશે. આ બંધાયેલા તાર થી થઈ રહેલ દર્દ કુતરા ના મોઢા ઉપર સ્પષ્ટ જોઈ શકાતો હતો. છજ્જડ પેટ પર બાંધેલી તાર થી તેની ચાલવાની રીત પણ બદલાઈ ગઈ હતી. આ કુતરા ને જોઈને બધા લોકો જીવ બાળે. અને કહે પણ ખરા કે આવું કરનાર નો જીવ કેવી રીતે ચાલ્યો હશે. બિચારો કૂતરો કેવો હેરાન થાય છે. જેને આવું કર્યું હશે તે નર્ક માં જશે. આવી રીતે સૌ હૈયાવરાળ ઠાલવે. ગામ માં એક દારૂડિયો જે પોતે દારૂ પીને ગમે ત્યાં સુઈ જાય, જેને પોતાના શરીર ની પણ પરવાહ નહી ઈ માણસ પણ આ કુતરા ની ચિંતા કરે, કુતરા ના શરીર પરથી આ તાર ગમે તેમ કરી કાઢવો પડશે એમ બબડ્યા કરે.


         

                        પછી ગામમાં અમુક લોકો એ નક્કી કર્યું કે ગમે તેમ કરી અને આ તાર (વાયર) કુતરા ના શરીર પરથી કાઢવો જ પડશે. કારણ કે હવે કૂતરો તાર ના કારણે ભોજન પણ લઈ શકતો નહોતો. કેવી માનસિકતા સાથે આ તાર પેટ ઉપર બાંધ્યો હશે!

                                  લોકો એ કુતરા ને તારમુક્ત કરવાનું અભિયાન શરૂ કર્યું, પણ લોકો જેવા કુતરા ની પાસે જાય કે તરત જ કૂતરો ત્યાંથી ભાગી જાય. તેની પાછળ દોડ મૂકે તો તે વધારે ગુસ્સે થાય અને કરડવા આવે. લોકો ટુકડી બનાવી અને તેને પકડવાની કોશિશ કરે પણ નિષ્ફળતા મળે. એકવાર તો કુતરા ને પકડવા ની કોશિશ માં એક ભાઈ ને ડૉક્ટર સાહેબ ના ઈન્જેકશન લેવા ની ફરજ પડી.

અમુક દિવસો સુધી આવું ચાલ્યું.

                               તે ગામમાં એક ભાઈ શિક્ષક હતા કે જેઓ બહાર ગામ નોકરી કરતા હતા. તેઓ ઘરે આવ્યા તો તેમને આ ઘટના ની વિગતે માહિતી મળી. તેમને આનો ઉકેલ લાવવાનું વિચાર્યું. પ્રાણીઓ પણ લાગણીઓ સમજે છે જો તેમને લાગે કે મને આ વ્યક્તિ થી કોઈ નુકસાન નથી તો ચોક્કસ પ્રાણી પણ તેના ઉપર વિશ્વાસ મૂકે છે. શિક્ષકે કુતરા નો વિશ્વાસ જીતવા માટે જ્યારે પણ કૂતરું મોહલ્લા માં આવે કે વાટકો ભરીને દૂધ મુકવાનું શરૂ કર્યું. સવારે મૂકે, બપોરે મૂકે. જયારે જયારે કૂતરું દેખાય કે તરત દૂધ નો વાટકો ભરી મૂકે. બે -ત્રણ દિવસ આ રીતે ચાલ્યું. ધીરે ધીરે કૂતરું આ ભાઈ થી ડરતું બંધ થઈ ગયું.

               એને વિશ્વાસ બેઠો કે અહીં આપણે મજા છે, દૂધ પીવા મળે છે. પછી એક વખત શિક્ષક  જયારે કુતરા ને દૂધ મુકવા ગયા ત્યારે પક્ક્ડ પણ સાથે લઈ ગયા અને હળવે થી તાર કાપી દીધો , કૂતરું ભસ્યું પણ કરડ્યું નહી. તાર ના નિશાન કુતરા ના શરીર ઉપર ખુબ ઊંડે સુધી ઉતરી ગયા હતા. હવે કુતરા ને નિરાંત થઈ હશે, એવુ વિચારી સાહેબ ના ચહેરા ઉપર પણ કંઈક સારુ કર્યો નો આનંદ હતો.જે કામ સોઈ કરી શકે તે તલવાર નથી કરી શકતી.

કૂતરો એ હંમેશા વફાદાર પ્રાણી છે. બધા પ્રાણીઓ માં કૂતરો ખુબ વફાદારી માટે જાણીતો છે. તે ની સૂંઘવાની ક્ષમતા ખુબ જ વધારે હોય છે તે ગણી દૂર થી કોઈ પણ પદાર્થ ને પોતાના નાક વડે સુંધી અને શોધી શકે છે. માટે જ પોલીસ માં કુતરા ઓને તેનામાટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે મોટાભાગ ના કેસો કુતરાઓ ની મદદ થી સહેલાઇ થી ઉકેલી સકતા હોય છે
કુતરો આજીવન પોતાના માલિક ને વફાદાર રહે છે. તે ક્યારેય પોતાના માલિક સાથે વિશ્વાસ ઘાત કરતો નથી. કૂતરો ઘરના રક્ષણ ની જવાબદારી પણ એટલા જ ઉત્સાહ થી નિભાવે છે.
 માલીક ની ગેરહાજરી માં કોઈને પ્રવેશ આપતો નથી અને નાના બચ્ચા ગલૂડિયાં સૌને રમાડવા ગમે છે.