-->

Join WhatsApp

સફેદ ઝેર (મીઠા) થી સાવધાન

કોઈ પણ વસ્તુ માં ઉપર થી મીઠું ભભરાવી ને ખાતા હોવ તો ચેતી જજો. કારણ કે આ પ્રકારે શરીર માં ગયેલું મીઠું ખુબ જ નુકસાન કરી શકે છે, અને ગણા રોગો ને આમંત્રણ

       સફેદ ઝેર(મીઠા )થી સાવધાન, થઈ શકે છે ગણા રોગો 

          કોઈ પણ વસ્તુ માં ઉપર થી મીઠું ભભરાવી ને ખાતા હોવ તો ચેતી જજો. કારણ કે આ પ્રકારે શરીર માં ગયેલું મીઠું ખુબ જ નુકસાન કરી શકે છે, અને ગણા રોગો ને આમંત્રણ આપી શકે છે. ઉપર થી નાખવામાં આવતું મીઠું એ કાચું મીઠું કહેવાય છે. મીઠા ને દાનેદાર સફેદ કરવા માટે તેમાં કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે. અને જો આનો પકવ્યા વગર સીધી લીટી માં ઉપયોગ ખુબ જ હાનિકારક નીવડી શકે છે


              ઉપરથી મીઠું નાખવાથી તેમાં રહેલું આયરન પચતું નથી અને આરોગ્યની અનેક તકલીફ થાય છે. જ્યારે મીઠાને પહેલાથી ખાવામાં નાખીને પકાવવામાં આવે છે ત્યારે તેમાં રહેલા આયરનનું સ્ટ્રક્ચર સરળ થઈ જાય છે અને પચવામાં સહેલું રહે છે. જ્યારે કાચા મીઠામાં આયરન સ્ટ્રક્ચર જેમનું તેમ રહેતા શરીર પર દબાણ કરી બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન વધારે છે.

કાચું મીઠું વાપરવાથી થતા રોગો 

બ્લડ પ્રેશર

                    મીઠું હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગના જોખમને વધારવા માટે જવાબદાર માનવામાં આવે છે કારણ કે તે લોહીમાં પ્રવાહી સંતુલનને અસર કરે છે. આપણે દરરોજ જે સફેદ મીઠાનો ઉપયોગ કરીએ છીએ તેમાં 40 ટકા સોડિયમ હોય છે. તેથી એવો ખોરાક જેમાં મીઠું અને સોડિયમનું પ્રમાણ વધુ હોય તે હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવું જોઈએ.



પેટનું કૅન્સર

વધારે પડતું કાચું મીઠું પેટ ના કેન્સર નું પણ કારણ બની શકે છે.

પેટનું કેન્સર ત્યારે થાય છે જ્યારે પેટની અંદરના કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે.કમનસીબે, કોલોન કેન્સરના કોઈ પ્રારંભિક ચિહ્નો અથવા લક્ષણો નથી. જોકે નિષ્ણાતો માને છે કે જ્યારે પેટમાં કેન્સર થાય છે, ત્યારે તેના કેટલાક લક્ષણો બાહ્ય ત્વચા પર, ખાસ કરીને મોં પર જોઈ શકાય છે. વધારે પડતું મીઠું ખાવાથી લાંબા સમયે આ રોગ નો પણ સામનો કરવો પડી શકે છે.



વજન વધવું

             આજ મોટા પણા થી પીડાતા ગણા લોકો જોવા મળે છે, મેદસ્વિતા એ એક પ્રકાર નો રોગ જ છે. તમે વિચાર તો હોય કે આહાર પણ પ્રમાણસર લેવા છતાં કેમ વજન વધે છે. તો તેના પાછળ નું કારણ લેવામાં આવતું કાચું મીઠું પણ હોય શકે છે. વજન વધારે કરવામાં પણ મહત્વ ની ભૂમિકા ભજવે છે


હાયપર ટેન્શન

    હાલના સમય માં હાયપર ટેન્શન થી પીડાતા લોકો ની સંખ્યા માં વૃદ્ધિ દિવસે ને દિવસે વધી રહી છે.હાયપર ટેન્શન ના સામાન્ય લક્ષણ સતત માથાનો દુખાવો, થાક અથવા મૂંઝવણ, નર્વસનેસ, છાતીમાં દુખાવો, પેશાબમાં લોહી, ઝાંખી દ્રષ્ટિ, હાંફ ચઢવો, બેચેની લાગવી, અચાનક પરસેવો વળવો વગેરે.આમ મીઠુ પણ હાયપર ટેન્શન ને નોતરે છે.



                                  કાચા મીઠાનો ઉપયોગ તમને હૃદયની બીમારીથી લઈને કીડની સુધીની સમસ્યા લાવી શકે છે. આરોગ્ય નિષ્ણાંતો મુજબ કાચુ મીઠું સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંનેને નુકસાન પહોંચાડે છે.


વધારે મીઠું ખાવાની અન્ય ખરાબ અસરો 

  •  અચાનક જ વાળ ખરવા લાગે છે.

• કિડનીમાં સોજો આવી શકે છે.

• શરીરમાંવોટર રિટેનશન વધી જાય છે. જે શરીરમાં પાણીનો સંગ્રહ કરે છે.

• હાડકાં નબળાં પડી જાય છે અને તેમને

ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા થઈ શકે છે.

• હૃદયરોગ, લકવો, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવા અનેક રોગોનું જોખમ રહે છે.

• ખૂબ તરસ લાગે છે. ઘણી વખત હોટેલનું ફૂડ જમ્યા બાદ વધુ તરસ લાગે છે, એટલે કે તેમાં મીઠું વધુ માત્રામાં પડેલું હોય છે.


સફેદ મીઠા નો વિકલ્પ જેનાથી નઈ થાય નુકસાન


સિંધવ મીઠું 

સ્વાસ્થ્ય માટે સિંધવ મીઠું ખૂબ જ ફાયદાકારક છે.

 યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ઘણાં ફાયદાઓ મેળવી શકો છો.

સિંધવ મીઠામાં એવા ગુણો રહેલાં છે જે વજન ઓછું કરવાની સાથે બોડીને ડિટોક્સ પણ કરે છે.

સિંધવ મીઠું શુદ્ધ હોય છે કારણ કે તેમાં કોઈપણ કેમિકલ અથવા કોઈ અન્ય વસ્તુઓ મિક્સ કરવામાં આવતી નથી.

સિંધવ મીઠું પત્થરના રૂપમાં પણ મળે છે.

 આમાં કુદરતી રીતે અનેક ખનિજ તત્વો રહેલાં હોય છે.

 સિંધવ મીઠામાં સોડિયમ સહિત ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ, બ્રોમિન અને આયોડીન જેવા તત્વો મળી રહે છે.

આ જ કારણથી તે ઘણી બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.


સિંધવ મીઠા થી થતા ફાયદા 

પાચન સુધારે છે-

સિંધવ મીઠાવાળું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. આ મોંમાં લાળવાળી ગ્રંથિને એક્ટિવ કરવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક પચાવવાની પ્રક્રિયા વધુ સારી થાય છે.અને પેટ માં રાહત રહે છે, કબજિયાત થી પણ છુટકારો મળે છે.


અનિદ્રા-

ઘણાં લોકોને તણાવને કારણે રાતે બરાબર ઊંઘ આવતી નથી. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછાં થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થાય છે.આમ નિંદ ના આવવાની સ્થિતિ સુધરે છે અને રાહત મળે છે.

મસલ્સ પેઈન-

 મસલ્સ પેઈન થવા કે પછી હાડકાં સંબંધી સમસ્યાઓમાં સિંધવ મીઠું બહુ જ લાભકારક માનવામાં આવે છે.આથી આનો ઉપયોગ કરવો ખુબ જ હિતાવહ છે. પેઇન માં ખુબ ઉપકારી માનવામાં આવે છે.


પથરીની સમસ્યા-

 પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે. પણ આ ઉપચાર કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી. ડૉક્ટર ની સલાહ થી જો ઉપચાર કરવામાં આવે તો યોગ્ય લાભ મેળવી શકાય છે.


આ પણ વાંચો-  

શેભર ગોગા નો ઇતિહાસ 

આ પણ વાંચો

બેસ્ટ પુસ્તક નો સાર જે જીવન બદલી નાખે